________________
भवति । तदुक्तं-“हृदये चित्तसंवित्” [३-३४] । परार्थकात् सत्त्वस्य स्वार्थनैरपेक्ष्येण स्वभिन्नपुरुषार्थकाद्धोगात् सत्त्वपुरुषाभेदाध्यवसायलक्षणात् सत्त्वस्यैव सुखदुःखकर्तृत्वाभिमानादिन्ने स्वार्थे स्वरूपमात्रालम्बने परित्यक्ताहङ्कारे सत्त्वे चिच्छायासङ्क्रान्तौ पुंसि संविद्भवति । एवम्भूतं स्वालम्बनज्ञानं सत्त्वनिष्ठं पुरुषो जानाति, न पुनः पुरुषो ज्ञाता ज्ञानस्य विषयभावमापद्यते, ज्ञेयत्वापत्तेः । ज्ञातृज्ञेययोश्चात्यन्तविरोधादिति भावः । तदुक्तं-“सत्त्वपुरुषयोरत्यन्तासङ्कीर्णयोः प्रत्ययाविशेषो भोगः परार्थः (र्थात्) स्वार्थसंयमात् પુરુષજ્ઞાતિ ” રૂિ-રૂ૫] //ર૬-૧૦||
પ્રાતિજ્ઞાનનો સંયમ કરવાથી સર્વતઃ જ્ઞાન થાય છે. હૃદયને વિશે સંયમ કરવાથી ચિત્તનું જ્ઞાન થાય છે અને પરાર્થક ભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષનો સાક્ષાત્કાર થાય છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો સામાન્યાર્થ છે. એના પરમાર્થને વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે – નિમિત્તની અપેક્ષાથી રહિત અને માત્ર મનથી ઉત્પન્ન થનારું તત્કાલ ઉત્પન્ન થયેલું અવિસંવાદી એવું જે જ્ઞાન છે, તેને પ્રતિભા કહેવાય છે (મૂળમાં પ્રાતિ પદ , તેનો અને પ્રતિભા પદનો અર્થ એક જ છે.) આ પ્રાતિભ(પ્રતિભા) જ્ઞાનમાં સંયમ કરવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેને તારક જ્ઞાન કહેવાય છે; જે વિવેકખ્યાતિની પૂર્વે થતું હોય છે. જેમ સૂર્ય ઉદય પામવામાં હોય ત્યારે પૂર્વમાં પ્રભાનો ઉદય થાય છે, તેમ વિવેકખ્યાતિના ઉદય પૂર્વે આ તારક જ્ઞાનનો ઉદય થાય છે અને તેથી સર્વ રીતે જ્ઞાન થાય છે. અર્થાત્ બીજા કોઇમાં સંયમની અપેક્ષા રાખ્યા વિના માત્ર પ્રાતિજ જ્ઞાનના સંયમથી યોગી બધું જ જાણે છે. યોગસૂત્ર(૩-૩૩)માં એ વાત જણાવી છે. તેથી તેના આધારે અહીં ઉપર મુજબ જણાવ્યું છે.
જેનું મુખ નીચે છે એવા નાના કમળના આકારવાળું શરીરના વિશેષ ભાગમાં રહેલું જે હૃદય છે, તેને વિશે સંયમ કરવાથી સ્વ-પરના ચિત્તમાં રહેલા સંસ્કારો અને રાગ વગેરેનું યોગીને જ્ઞાન થાય છે - એમ યોગસૂત્રમાં(૩-૩૪માં) જણાવ્યું છે.
સ્વી સંમતિ:... ઇત્યાદિ શ્લોકના ઉત્તરાદ્ધનો આશય એ છે કે રજોગુણ અને તમોગુણનો તિરોભાવ કરી સત્ત્વગુણના પ્રાધાન્યવાળા બુદ્ધિતત્ત્વને બુદ્ધિસત્વ કહેવાય છે. પુરુષતત્ત્વ શુદ્ધ હોવાથી તે બુદ્ધિતત્ત્વથી સર્વથા ભિન્ન છે. પરંતુ એ બન્નેમાં જ્યારે ભેદનો ગ્રહ હોતો નથી, ત્યારે બુદ્ધિસત્ત્વના સુખ-દુઃખાદિના કર્તૃત્વ... વગેરે ધર્મોનો આરોપ પુરુષમાં થાય છે. તસ્વરૂપ પુરુષનિષ્ઠ ભોગ છે. આ ભોગનો બુદ્ધિને કોઈ જ ઉપયોગ નથી. તેથી તે સ્વાર્થ નથી. પુરુષ માટે હોવાથી પરાર્થ છે. આથી સમજી શકાશે કે બુદ્ધિસત્ત્વની; પોતાના અર્થની(પ્રયોજનની) અપેક્ષા ન હોવાથી; સત્ત્વ અને પુરુષના અભેદાધ્યવસાય સ્વરૂપ પોતાથી તદ્દન ભિન્ન એવા પુરુષના પ્રયોજનવાળા ભોગની પ્રવૃત્તિ છે. આવા ભોગમાં સત્ત્વને જ સુખદુઃખાદિકર્તૃત્વનું અભિમાન છે. પરાર્થક આવા ભોગથી ભિન્ન એવો સ્વાર્થ છે. એવા સ્વાર્થનું આલંબન લઈને સંયમ કરવાથી પુરુષને વિશે જ્ઞાન થાય છે. કર્તૃત્વના અહંકારનો ત્યાગ કરી માત્ર પોતાના
૭૮
યોગમાહામ્ય બત્રીશી