________________
સ્વરૂપને જ વિષય બનાવનાર બુદ્ધિસત્ત્વની ચિચ્છાયાનો સંક્રમ અર્થાત્ બુદ્ધિમાં પુરુષપ્રતિબિંબનો સંક્રમ થાય છે. આને અહીં સ્વાર્થ કહેવાય છે. આવા સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષને એવું જ્ઞાન થાય છે કે – “પોતાના આલંબનવાળું જ્ઞાન બુદ્ધિમાં છે. પરંતુ આવું જાણનાર પુરુષનું જ્ઞાન થતું નથી. કારણ કે પુરુષ જ્ઞાતા છે, એનું જ્ઞાન ન થાય. એનું જ્ઞાન થાય તો તે શેય બને, જ્ઞાતા ન બને. શેય અને જ્ઞાતાને અત્યંત વિરોધ છે. તેથી જ પાતંજલયોગસૂત્રમાં(૩-૩૫માં) કહ્યું છે કે – “અત્યંત અસંકીર્ણ(ભિન્ન) એવા બુદ્ધિ અને પુરુષના અભેદની જે પ્રતીતિ તે ભોગ છે. કારણ કે તે પરાર્થ છે. પરાર્થથી ભિન્ન એવા સ્વાર્થને વિશે સંયમ કરવાથી ચેતનમાત્ર પુરુષનું જ્ઞાન થાય છે....... ઇત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું. ૨૬-૧૦ના સ્વાર્થસંયમથી પુરુષનું જ્ઞાન થાય તે પૂર્વે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન કરાય છે–
समाधिविघ्ना व्युत्थाने, सिद्धयः प्रातिभं ततः ।
श्रावणं वेदनादर्शास्वादवार्ताश्च वित्तयः ॥२६-११॥ समाधीति-ततः स्वार्थसंयमाह्वयात् पुरुषसंयमादभ्यस्यमानात् प्रातिभं पूर्वोक्तं ज्ञानं, यदनुभावात् सूक्ष्मार्थादिकमर्थं पश्यति । श्रावणं श्रोत्रेन्द्रियजं ज्ञानं, यस्मात्प्रकृष्टादिव्यं शब्दं जानाति । वेदना स्पर्शनेन्द्रियजं ज्ञानं, वेद्यतेऽनयेति कृत्वा, तान्त्रिक्या संज्ञया व्यवह्रियते, यत्प्रकर्षादिव्यस्पर्शविषयं ज्ञानमुत्पद्यते । आदर्शश्चक्षुरिन्द्रियजं ज्ञानम्, आ समन्ताद् दृश्यतेऽनुभूयते रूपमनेनेति कृत्वा, यत्प्रकर्षादिव्यरूपज्ञानमुत्पद्यते । आस्वादो रसनेन्द्रियजं ज्ञानम्, आस्वाद्यतेऽनेनेति कृत्वा, यत्प्रकर्षाद्दिव्यरससंविदुपजायते। वार्ता गन्धसंवित्तिः, वृत्तिशब्देन तान्त्रिक्या परिभाषया घाणेन्द्रियमुच्यते, वर्तमाने गन्धविषये प्रवर्तत इति कृत्वा, वृत्तौ घाणेन्द्रिये भवा वार्ता, यत्प्रकर्षादिव्यो गन्धोऽनुभूयते । एताश्च वित्तयो ज्ञानानि भवन्ति । तदुक्तं-“ततः प्रातिभश्रावणवेदनादर्शा(र्शना)स्वादवार्ता जायन्ते” [३-३६] । एताश्च समाधेः प्रकर्षं गच्छतः सतो विघ्ना हर्षविस्मयादिकरणेन तच्छिथिलीकरणात् । व्युत्थाने व्यवहारदशायां च समाध्युत्साहजननाद्विशिष्टफलदायकत्वाच्च सिद्धयः । यत उक्तं-“ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः” [३-३७] ।।२६-११।।
સ્વાર્થસંયમથી પ્રાતિજ્ઞાન, શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તા સ્વરૂપ જ્ઞાનો થાય છે, જે વ્યુત્થાન દશામાં સિદ્ધિઓ સ્વરૂપ છે અને સમાધિમાં વિઘ્નો સ્વરૂપ છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સ્વાર્થસંયમ જેનું નામ છે, એવા પુરુષ-સંયમના અભ્યાસથી પૂર્વે વર્ણવેલા પ્રતિભજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એના અચિંત્ય સામર્થ્યથી યોગી સૂક્ષ્મ અર્થ સ્વરૂપ અર્થને જુએ છે.
શ્રવણેન્દ્રિયથી ઉત્પન્ન થતા જ્ઞાનને શ્રાવણ જ્ઞાન કહેવાય છે, જેના પ્રકર્ષથી યોગી દિવ્ય એવા શબ્દને જાણે છે. સ્પર્શનેન્દ્રિયના કારણે ઉત્પન્ન થનારું જે જ્ઞાન છે, તેને વેદના કહેવાય છે. જેના વડે વેદાય છે, તેને વેદના કહેવાય છે. આ પ્રમાણે યોગસૂત્રની પરિભાષાથી સ્પાર્શનાદિ એક પરિશીલન