________________
જ્ઞાનને વેદનાદિ તરીકે અહીં વર્ણવ્યાં છે. આ વેદનાના પ્રકર્ષથી દિવ્ય એવા સ્પર્શનો અનુભવ થાય છે. અહીં હોવા છતાં યોગીને દિવ્ય અપ્સરાદિના સ્પર્શનું જ્ઞાન થાય છે.
બધી રીતે રૂપનો અનુભવ જેના વડે થાય છે તેને આદર્શ કહેવાય છે, જે ચક્ષુઇન્દ્રિયથી જન્ય એવા જ્ઞાન સ્વરૂપ છે. એના પ્રકર્ષથી દિવ્ય (અપ્સરાદિ સંબંધી) રૂપનું યોગીને જ્ઞાન થાય છે. આવી જ રીતે જેના વડે આસ્વાદ લેવાય છે તેને આસ્વાદ કહેવાય છે, જે રસનેન્દ્રિયથી ઉત્પન્ન થનાર જ્ઞાન સ્વરૂપ છે. એના પ્રકર્ષથી દિવ્ય રસનું જ્ઞાન થાય છે.
વાર્તાનો અર્થ ગંધનું જ્ઞાન છે. પાતંજલયોગની પરિભાષામાં વૃત્તિ શબ્દનો અર્થ ધ્રાણેન્દ્રિય થાય છે. ગંધ-વિષયમાં જે પ્રવર્તે છે તેને વૃત્તિ કહેવાય છે. આ વ્યુત્પત્તિને આશ્રયીને વૃત્તિ શબ્દનો અર્થ ધ્રાણેન્દ્રિય કર્યો છે અને તેથી વૃત્તી-ધાનેન્દ્રિયે મવા આ અર્થમાં વૃત્તિ શબ્દથી નિષ્પન્ન વાર્તા શબ્દનો અર્થ ધ્રાણેન્દ્રિયથી જન્ય એવું જ્ઞાન થાય છે. એના પ્રકર્ષથી યોગીને દિવ્ય એવા ગંધનું જ્ઞાન થાય છે. શ્રાવણ વેદના આદર્શ આસ્વાદ અને વાર્તા : આ બધા જ્ઞાનસ્વરૂપ છે, જે પુરુષના સંયમથી પ્રતિભશાન થવાથી પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે પાતંજલયોગસૂત્ર(૩-૩૬)માં જણાવ્યું છે. જેનો અર્થ ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે કે – પુરુષને વિશે (સ્વાર્થને વિશે) સંયમ કરવાથી પ્રાતિજ, શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તા સ્વરૂપ દિવ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. દેવતાઓ માટે યોગ્ય એવા વિષયોને દિવ્ય કહેવાય છે.
આ દિવ્ય વિષયોનાં જ્ઞાન, સમાધિના પ્રકર્ષને પામવા માટેની સાધનામાં વિઘ્નરૂપ છે. કારણ કે એ જ્ઞાન મળવાથી યોગીને હર્ષ અને વિસ્મયાદિ કરવાથી એક જાતિનો સંતોષ થાય છે અને તેથી સંયમની સાધનામાં શિથિલતા પ્રાપ્ત થાય છે, જેથી યોગીને સમાધિના પ્રકર્ષની પ્રાપ્તિ થતી નથી. પરંતુ વ્યુત્થાનમાં અર્થાત્ વ્યવહારદશામાં સમાધિને વિશે ઉત્સાહજનક હોવાથી અને વિશિષ્ટ ફળને આપનાર હોવાથી એ સંવિત્ સિદ્ધિઓ છે. આ પ્રમાણે પાતંજલ યોગસૂત્રમાં (૩-૩૭માં) જણાવ્યું છે કે “પ્રાતિજ શ્રાવણ વગેરે સમાધિ માટે ઉપસર્ગ છે અને વ્યુત્થાનને વિશે સિદ્ધિઓ છે'.... ઇત્યાદિ સમજી લેવું જોઇએ. ૨૬-૧૧
જ્ઞાનને આશ્રયીને સિદ્ધિઓનું વર્ણન કર્યું. હવે ક્રિયાને આશ્રયીને સિદ્ધિઓનું વર્ણન કરાય છે. અર્થાત્ ક્રિયા સ્વરૂપ સિદ્ધિઓનું વર્ણન કરાય છે–
बन्धकारणशैथिल्यात्, प्रचारस्य च वेदनात् ।
ચિત્તય યાત્ પરપુરવેશો યોગવિનઃ ર૬-૧૨ી. बन्धेति-"व्यापकत्वादात्मचित्तयोर्नियतकर्मवशादेव शरीरान्तर्गतयोर्भाग्यभोक्तभावेन यत्संवेदनमुपजायते स शरीरबन्ध इत्युच्यते । ततो बन्धस्य शरीरबन्धस्य यत्कारणं धर्माधर्माख्यं कर्म तस्य शैथिल्यात् तानवात् । प्रचारस्य च चित्तस्य हृदयप्रदेशादिन्द्रियद्वारेण विषयाभिमुख्येन प्रसरस्य च वेदनाद् ज्ञानाद्
૮૦
યોગમાહાસ્ય બત્રીશી