________________
" इयं चित्तवहा नाडी, अनया चित्तं वहति, इयं रसप्राणादिवहाभ्यो विलक्षेति” स्वपरशरीरसञ्चारपरिच्छेदादित्यर्थः । योगसेविनो योगाराधकस्य चित्तस्य परपुरे मृते जीवति वा परकीयशरीरे प्रवेशः स्यात् । चित्तं च परशरीरं प्रविशदिन्द्रियाण्यनुवर्तन्ते, मधुकरराजमिव मक्षिकाः । ततः परशरीरं प्रविष्टो योगी ईश्वरवत्तेन व्यवहरति, यतो व्यापकयोश्चित्तपुरुषयोर्भोगसङ्कोचकारणं कर्माभूत्, तच्चेत् समाधिना क्षिप्तं तदा स्वातन्त्र्यात्सर्वत्रैव भोगनिष्पत्तिरिति । तदुक्तं - “बन्धकारणशैथिल्यात् प्रचारसंवेदनाच्च चित्तस्य परશરીરાવેશ:” કૃતિ [રૂ-૩૮] ||૨૬-૧૨||
-
“બંધકારણોની શિથિલતાના કારણે અને પ્રચારના વેદનના કારણે યોગની આરાધના કરનાર ચિત્તનો પરપુર(કાયા)પ્રવેશ થાય છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં વર્ણવ્યું છે કે આત્મા અને ચિત્ત વ્યાપક હોવાથી નિયત એક શરીરમાં તેનું અસ્તિત્વ સંભવતું નથી. પરંતુ વ્યાપક એવો આત્મા અને ચંચળ એવું ચિત્ત : બંન્ને, નિયત એવા કર્મને લીધે જ એક શરીરમાં ભોક્તા અને ભોગ્યભાવે (ભોગ્ય-ભોક્તત્વ) સંવેદનના વિષય બને છે તેને શરીરબંધ કહેવાય છે. ચોક્કસ કર્મના યોગે એક શરીરમાં ચિત્ત ભોગ્યસ્વરૂપે અને આત્મા ભોક્તાસ્વરૂપે અંતર્ગત છે.
તેથી શ૨ી૨બંધનું જે કા૨ણ ધર્માધર્મ(પુણ્ય-પાપ) નામનું કર્મ છે, તેની શિથિલતા(મંદતાદિ) થવાથી અને ચિત્તના પ્રચારના વેદનથી યોગારાધક ચિત્તનો પરકાયપ્રવેશ થાય છે. ચિત્ત, હૃદયના સ્થાનમાંથી ઇન્દ્રિયો દ્વારા વિષયોની અભિમુખતાના કારણે અન્યત્ર ફેલાય છે – તેને ચિત્તનો પ્રસાર-પ્રચાર કહેવાય છે. યોગના જે આરાધક છે, તેમને તે ચિત્તપ્રચારનું એવું વેદન-જ્ઞાન થાય છે કે ‘આ ચિત્તવાહિની નાડી છે. આના દ્વારા ચિત્ત ગમનાગમન કરે છે. આ ચિત્તવાહિની નાડી; રસવાહિની અને પ્રાણવાહિની નાડીઓથી વિલક્ષણ છે.' આ પ્રમાણે ચિત્તના સ્વપરશરીરના સંચારનું જ્ઞાન થવાથી યોગના આરાધકનું ચિત્ત; મૃત અથવા જીવિત પરકીય શરીરમાં (૫૨પુ૨માં) પ્રવેશે છે. તેમાં ચિત્તના સ્વપરશરીરમાં સંચારનું જ્ઞાન આવશ્યક છે. યોગીઓનું ચિત્ત જ્યારે ઉપર જણાવ્યા મુજબ પર શરીરમાં પ્રવેશે છે ત્યારે યોગીઓની ચક્ષુ વગેરે ઇન્દ્રિયો પણ; મધમાખીઓના રાજા જેવો ભ્રમર જ્યારે પુષ્પ ઉપરથી ઊડીને બીજા પુષ્પ ઉપર જાય છે, ત્યારે મધમાખીઓ પણ જેમ તેની પાછળ ઊડી જાય છે તેમ પરશરીરમાં પ્રવેશે છે. તેથી પરશરીરમાં પ્રવેશેલા યોગી ઇશ્વરની જેમ પારકાના શ૨ી૨થી વ્યવહાર કરે છે. કારણ કે વ્યાપક એવા ચિત્ત અને પુરુષના અત્યાર સુધીના ભોગના સંકોચનું કારણ તો કર્મ હતું. એ કર્મ જ જો સમાધિના કારણે દૂર કર્યું હોય તો સ્વતંત્રપણે બધે જ ભોગની પ્રાપ્તિ થાય એ સહજ છે. આ પ્રમાણે પાતંજલયોગસૂત્ર(૩-૩૮)માં જણાવ્યું છે, જેનું તાત્પર્ય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. I૨૬-૧૨|
સિધ્વંતરનું જ નિરૂપણ કરાય છે—
એક પરિશીલન
૮૧