________________
सूर्याहततेजस्कतया ताराणां सूर्यसंयमात्तद्ज्ञानं न शक्नोति भवितुमिति पृथगयमुपायोऽभिहितः । तदुक्तं“चन्द्रे ताराव्यूहज्ञानं” [३-२७] । धुवे च निश्चले ज्योतिषां प्रधाने संयमात्तासां ताराणां गतेर्नियतदेशकालगमनक्रियाया गतिर्भवति, इयं तारा इयता कालेन अमुं राशिमिदं वा क्षेत्रं यास्यतीति । तदुक्तं“धुवे तद्गतिज्ञानं” [३-२८] । नाभिचक्रे शरीरमध्यवर्तिनि समग्राङ्गसन्निवेशमूलभूते संयमाद्वह्मणः कायस्य व्यूहस्य रसमलनाड्यादीनां स्थानस्य गतिर्भवति । तदुक्तं-“नाभिचक्रे कायव्यूहज्ञानं” [३-२९] ।।२६-८।।
સૂર્યને વિશે સંયમ કરવાથી ભુવનનું જ્ઞાન થાય છે. ચંદ્રને વિશે સંયમ કરવાથી તારાબૂહ(રચના)નું જ્ઞાન થાય છે. ધ્રુવને વિશે સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન થાય છે અને નાભિચક્રને વિશે સંયમ કરવાથી શરીરરચનાનું જ્ઞાન થાય છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે પ્રકાશમય સૂર્યને વિશે સંયમ કરવાથી (ધારણા ધ્યાન અને સમાધિ કરવાથી), સાત ભુવન(દ્વીપ-સાગર)નું (લોકનું) જ્ઞાન થાય છે. એ પ્રમાણે યોગસૂત્ર(૩-૨૬)માં જણાવ્યું છે, જેનો આશય તો ઉપર જણાવ્યો છે. સાત લોકનું જ્ઞાન કઈ રીતે થાય છે : તે અન્યત્ર(પાતંજલયોગદર્શનપ્રકાશ.. વગેરે)થી જિજ્ઞાસુઓએ જાણી લેવું જોઈએ.
ચંદ્રને વિશે સંયમ કરવાથી જયોતિષસંબંધી વિશિષ્ટ તારાઓનું જ્ઞાન થાય છે. સામાન્ય રીતે સૂર્યના તેજથી ઢંકાયેલા હોવાથી તારાઓનું જ્ઞાન સૂર્યના સંયમથી થઈ શકે એમ નથી. તેથી એ તારાઓના જ્ઞાન માટે જુદો (ચંદ્રના સંયમ સ્વરૂપ) ઉપાય જણાવ્યો છે. યોગસૂત્ર(૩-૨૭)માં એ વસ્તુ જણાવાઈ છે.
જ્યોતિષચક્રમાં પ્રધાન એવા ધ્રુવના તારામાં સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન થાય છે. અર્થાત્ આ તારા, આટલા સમય પછી આ રાશિમાં અથવા આ ક્ષેત્રમાં જશે. આવા પ્રકારનું તારાઓની ગતિનું જ્ઞાન થાય છે. આ પ્રમાણે યોગસૂત્ર (૩-૨૮)માં વર્ણવ્યું છે. આવી જ રીતે સમગ્ર અંગની રચનાના મૂળભૂત અને શરીરના મધ્યભાગમાં રહેનાર એવા નાભિચક્રને વિશે સંયમ કરવાથી કાયાની રચનાનું અર્થાત્ રસ મળ અસ્થિ અને નાડી વગેરેનાં સ્થાનોનું જ્ઞાન થાય છે. એ પ્રમાણે યોગસૂત્ર(૩-ર)માં જણાવ્યું છે. વિસ્તારના અર્થીએ આ બધું યોગસૂત્રથી જાણી લેવું. //ર૬-૮. ફલાંતર જ જણાવાય છે–
क्षुत्तृड्व्ययः कण्ठकूपे, कूर्मनाड्यामचापलम् ।
मूर्धज्योतिषि सिद्धानां, दर्शनञ्च प्रकीर्तितम् ॥२६-९॥ क्षुदिति-कण्ठे गले कूप इव कूपो गर्ताकारः प्रदेशस्तत्र संयमात् क्षुत्तृषोळयो भवति । घण्टिकाश्रोतःप्लावनात्तृप्तिसिद्धेः । तदुक्तं-“कण्ठकूपे क्षुत्पिपासानिवृत्तिः” [३-३०] । कूर्मनाड्यां कण्ठकूपस्याधस्ताद्वर्तमानायां संयमादचापलं भवति, मनःस्थैर्यसिद्धेः । तदुक्तं-“कूर्मनाड्यां स्थैर्यमिति” [३-३१] ।
યોગમાહામ્ય બત્રીશી
૭૬