________________
–
જણાવતાં પાતંજલયોગસૂત્ર(૩-૨૨)માં કહ્યું છે કે- ‘સોપક્રમ અને નિરુપક્રમ કર્મ છે, તે કર્મને વિશે સંયમ ક૨વાથી મરણનું જ્ઞાન થાય છે. અથવા અરિષ્ટોના જ્ઞાનથી મરણનું જ્ઞાન થાય છે. શ્લોકના પૂર્વાર્ધનું નિરૂપણ કરીને ઉત્તરાર્ધનું નિરૂપણ કરે છે - મૈવિષુ મૈત્રીપ્રમોવ... ઇત્યાદિ ગ્રંથથી. એનું તાત્પર્ય એ છે કે મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ્ય (જે અનુક્રમે સુખી, દુઃખી, પુણ્યશાળી અને પાપી એવા જીવોને વિશે હોય છે.) ભાવનાને વિશે સંયમ કરવાથી યોગીને મૈત્યાદિનું બળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ યોગીની એ મૈત્રી વગેરે ભાવનાઓ એવી પ્રકૃષ્ટભાવવાળી બને છે કે જેથી યોગી જગતના જીવોને મિત્ર વગેરે બને છે. “મૈત્ર્યાવિનુ વતાનિ (૩-૨૩)” આ યોગસૂત્રથી એ વાત વર્ણવી છે. એ સૂત્રના ભાષ્યમાં મૈત્રી વગેરે ત્રણ ભાવનાને એ આશ્રયીને ફળનું વર્ણન કરાયું છે. એનું કારણ જણાવતાં કહ્યું છે કે પાપીજનો ઉપર તો ઉપેક્ષાસ્વરૂપ ચિત્તની વૃત્તિ છે, તે ત્યાગસ્વરૂપ છે, ભાવનાસ્વરૂપ નથી. તેથી તાદશ ભાવનાના અભાવે તેમાં સંયમનો પણ અભાવ હોવાથી તેના ફળનું વર્ણન કર્યું નથી... ઇત્યાદિ સમજી લેવું.
આ પ્રમાણે હાથી, સિંહ વગેરેના બળમાં સંયમ કરવાથી યોગીને હાથી, સિંહ વગેરેના બળની પ્રાપ્તિ થાય છે. કારણ કે યોગી સર્વ સામર્થ્યથી યુક્ત હોવાથી નિયત બળને વિશે કરાયેલા સંયમથી નિયતબળ આવિર્ભાવ પામે છે. આ વાતથી એ પણ સમજી લેવું જોઇએ કે યોગીજનો વિષયવતી અને જ્યોતિષ્મતી પ્રવૃત્તિ કરવાથી સાત્ત્વિક પ્રકાશનો વિસ્તાર તે તે વિષયોમાં સ્થાપન કરશે તો તે તે વિષયોનું; સૂક્ષ્મ, વ્યવહિત (આવૃત અવરુદ્ધ) અને દૂરવર્તી હોવા છતાં જ્ઞાન પ્રાપ્ત કરશે. કારણ કે આવી પ્રવૃત્તિથી અંતઃકરણસહિત ઇન્દ્રિયોમાં એવું સામર્થ્ય આવે છે. સામાન્ય રીતે રૂપાદિગ્રાહક તે તે ઇન્દ્રિયોમાં ચિત્તના તેવા પ્રકારના સંન્યાસથી યોગીને અપૂર્વ એવા વિષયોની પ્રાપ્તિ થાય છે, યોગીનું મન વિશ્વસ્ત બની સ્વસ્થ રહે છે. આને વિષયવતી પ્રવૃત્તિ કહેવાય છે અને બુદ્ધિ કે પુરુષનો સાક્ષાત્કાર કરવો તે જ્યોતિષ્મતી પ્રવૃત્તિ છે. પાતંજલો સાત્ત્વિક પ્રકાશને જ્યોતિષુ કહે છે. ત્રીજા પાદના પચ્ચીસમા યોગસૂત્રમાં એ વર્ણવ્યું છે કે વિષયવતી કે જ્યોતિષ્મતી પ્રવૃત્તિના સાત્ત્વિક પ્રકાશ(આલોક)નો જે વિષયમાં(સૂક્ષ્મ વ્યવહિત વિપ્રકૃષ્ટ) યોગી સંન્યાસ કરશે તે સર્વ પદાર્થનું યોગીને જ્ઞાન થશે... ઇત્યાદિ અન્યત્રથી સમજી લેવું જોઇએ. II૨૬-૭ા
પૂર્વે જણાવ્યા મુજબ જ ફલાંતર જણાવાય છે—
सूर्ये च भुवनज्ञानं, ताराव्यूहे गतिर्विधौ ।
धुवे च तद्गते र्नाभिचक्रे व्यूहस्य वर्ष्मणः ॥ २६-८ ॥
सूर्ये चेति - सूर्ये च प्रकाशमये संयमाद्भुवनानां सप्तानां लोकानां ज्ञानं भवति । तदुक्तं - “भुवनज्ञानं सूर्ये(र्य) संयमात्” [३-२६] । ताराव्यूहे ज्योतिषां विशिष्टसन्निवेशे संयमाद्विधौ चन्द्रे गतिर्ज्ञानं भवति,
એક પરિશીલન
૭૫