________________
च हस्त्यादिसम्बन्धिषु संयमाद्धस्त्यादीनां बलान्याविर्भवन्ति सर्वसामर्थ्ययुक्तत्वाद् नियतबलसंयमेन नियतबलप्रादुर्भावाद् । एवं विषयवत्या ज्योतिष्मत्याश्च प्रवृत्तेः सात्त्विकप्रकाशप्रसरस्य विषयेषु संन्यासात् सूक्ष्मव्यवहितविप्रकृष्टार्थज्ञानमपि द्रष्टव्यं । सान्तःकरणेन्द्रियाणां प्रशक्तितापत्तेः । तदुक्तं-“प्रवृत्त्यालोकસંન્યાસૂક્ષ્મતિવિષ્ટજ્ઞાનમતિ” રૂિ-ર૧] .ર૬-ળા.
“કર્મોના ભેદોમાં સંયમ કરવાથી અનિષ્ટોને આશ્રયીને મરણનું જ્ઞાન થાય છે. મૈત્રી વગેરેમાં સંયમ કરવાથી મૈત્રી વગેરે ભાવનાનું બળ પ્રાપ્ત થાય છે અને હાથી વગેરેના બળમાં સંયમ કરવાથી હાથી વગેરેના બળની પ્રાપ્તિ થાય છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે, કર્મ બે પ્રકારનાં છે : સોપક્રમ અને નિરુપક્રમ. એના પણ સ્વગત અનેક પ્રકાર છે.
એમાં જે કર્મો પોતાનો વિપાક દર્શાવવા કાર્યકારણભાવની મુખ્યતાએ ઉપક્રમની સાથે વર્તે છે, તેને સોપક્રમ કર્મ કહેવાય છે. ઉષ્ણપ્રદેશમાં સૂકવેલું ભીનું વસ્ત્ર (પહોળું કરેલું ભીનું કપડું) જેમ જલદીથી સુકાય છે, તેમ સોપક્રમ કર્મ તેના વિપાકના કારણના યોગે શીધ્રપણે ફળને ઉત્પન્ન કરી ક્ષીણ થાય છે. સોપક્રમ કર્મથી વિપરીત કર્મ નિરુપક્રમ છે. એ જ ભીનું વસ્ત્ર શીતપ્રદેશમાં પહોળું કર્યા વિના સૂકવવાથી જેમ લાંબા કાળ સુકાય છે; તેમ નિરુપક્રમ કર્મ પણ લાંબા કાળ ક્ષીણ થાય છે. એ અનેક પ્રકારનાં કર્મોને વિશે સંયમ કરવાથી ઉપર જણાવ્યા મુજબ મરણ-સમયનું જ્ઞાન થાય છે.
કર્મોને વિશે સંયમ કરવાથી અર્થાત્ આ કર્મ શીઘ્ર ફળપ્રદ છે અને આ કર્મ વિલંબથી દીર્ઘ કાળે ફળને આપનારું છે... ઇત્યાદિ પ્રકારે ઉપયોગની દઢતાને લીધે ઉત્પન્ન ધારણા ધ્યાન અને સમાધિ સ્વરૂપ સંયમ કરવાથી; આધ્યાત્મિક આધિભૌતિક અને આધિદૈવિક એવાં અરિષ્ટો(વિપ્નો-અનિષ્ટ સૂચકો)ના કારણે મરણ સમયનું યોગીઓને જ્ઞાન થાય છે. સામાન્ય રીતે કાનમાં આંગળી વગેરે નાખીને કાન ઢાંકી દેવાથી કોય વાયુનો અવાજ સાંભળવા મળે છે, તે જયારે ન સંભળાય તો તે અનિષ્ટસૂચક આધ્યાત્મિક અરિષ્ટ છે. એકાએક-આકસ્મિક વિકૃત (અસંભાવ્ય) પુરુષનું અશક્ય(કલ્પના બહાર) એવું દર્શન થવું, એ અનિષ્ટસૂચક આધિભૌતિક અરિષ્ટ છે અને આકાશાદિમાં સ્વર્ગાદિનું દર્શન થવું, એ અનિષ્ટસૂચક આધિદૈવિક અરિષ્ટ છે. શરીરમાં ઉત્પન્ન થનારું અરિષ્ટ આધ્યાત્મિક છે. બહાર ઉત્પન્ન થનારું આ લોક સંબંધી ભૌતિક અરિષ્ટ આધિભૌતિક છે અને સ્વર્ગાદિ પરલોક સંબંધી, અનિષ્ટસૂચક અરિષ્ટ આધિદૈવિક છે. આ ત્રણ પ્રકારનાં અરિષ્ટોથી કર્મને વિશે સંયમવાળા યોગીને શરીર અને ઇન્દ્રિયોના વિયોગનું (મરણનું) ક્યારે અને ક્યાં : એ વિષયમાં (કાળ અને દેશના વિષયમાં) નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે. સામાન્યથી સંશયાદિસ્વરૂપ એવું જ્ઞાન; અયોગીને પણ અરિષ્ટોના કારણે થાય છે. આ વસ્તુને
૭૪
યોગમાહાભ્ય બત્રીશી