________________
રીતે આલંબન સાથે ચિત્તનું જ્ઞાન થયેલું નથી. માત્ર ચિત્તનું જ જ્ઞાન કોઇ એક લિંગ દ્વારા કરેલું છે. આ પ્રમાણે આગળના (૩-૨૦) યોગસૂત્રમાં જણાવ્યું છે. એનો આશય એ છે કે મુખના હાવભાવાદિ લિંગથી રાગાદિયુક્ત ચિત્ત જ જાણ્યું છે, રાગાદિના વિષયભૂત નીલ કે પીતાદિવિષયક ચિત્ત જ્ઞાત નથી. જેનું આલંબન જ્ઞાત નથી એવા ચિત્તમાં સંયમ કરવાનું શક્ય નથી. તેથી સાલંબન પચિત્ત જણાતું નથી. “સાલંબન ચિત્તના પ્રણિધાનથી સંયમ ઉત્પન્ન થાય તો તેનું પણ જ્ઞાન થાય છે જ.” આ પ્રમાણે રાજર્ષિ ભોજ કહે છે.
-
શરીરનો ચક્ષુથી ગ્રહણ કરાતો ગુણ રૂપ છે. ‘આ શરીરમાં રૂપ છે, તેથી તે દેખાય છે’... ઇત્યાદિ રીતે ભાવનાથી ભાવિત થવાથી રૂપના વિષયમાં (શરીરના રૂપના વિષયમાં) સંયમ કરાય છે અને તેથી રૂપમાં રહેલી ચક્ષુથી ગ્રાહ્ય બનવાની શક્તિ(યોગ્યતા)નું સ્તંભન(પ્રતિબંધ) થવાથી યોગીજન અદશ્ય થાય છે. અર્થાત્ યોગીજનને કોઇ જોઇ શકતું નથી. કારણ કે ચક્ષુનો (બીજાની આંખનો) પ્રકાશ સ્વરૂપ સાત્ત્વિક ધર્મ, એ યોગીને ગ્રહણ કરી શકતો નથી. તેથી બીજાઓ માટે સંયમવાન યોગી અદૃશ્ય બને છે. જેમ આ રીતે રૂપના સંયમથી યોગીનું રૂપ અદૃશ્ય બને છે, તેમ શબ્દાદિના સંયમથી યોગીના શબ્દાદિ ગ્રાહ્ય બનતા નથી એ સમજી લેવું જોઇએ. પાતંજલયોગસૂત્રમાં(૩-૨૧માં) એ પ્રમાણે જણાવ્યું છે કે - ‘પોતાના શરીરના રૂપનો સંયમ ક૨વાથી તે રૂપની ગ્રાહ્ય શક્તિનો પ્રતિબંધ થવાથી, બીજાની આંખોથી જન્ય એવા પ્રકાશની સાથે યોગીના શ૨ી૨નો સંબંધ ન રહેવાના કારણે યોગીઓનું શરીર અદૃશ્ય બને છે.’ આ પ્રમાણે યોગીના રૂપના સંયમના નિરૂપણથી શબ્દાદિના સંયમનું પણ નિરૂપણ થઇ ગયેલું જ છે. ।।૨૬-૬ા ફલાંતર જ જણાવાય છે—
संयमात् कर्मभेदानामरिष्टेभ्यो ऽपरान्तधीः ।
મૈક્યાવિધુ વલાન્વેષાં, હસ્ત્યાવીનાં વત્તેષુ ચ ાર૬-૭॥
संयमादिति – कर्मभेदाः सोपक्रमनिरुपक्रमादयस्तत्र यत्फलजननाय सहोपक्रमेण कार्यकारणाभिमुख्येन वर्तते, यथोष्ण प्रदेशे प्रसारितमार्द्रं वस्त्रं शीघ्रमेव शुष्यति । निरुपक्रमं च विपरीतं यथा तदेवार्द्र वासः पिण्डीकृतमनुष्णे देशे चिरेण शोषमेतीति । एवमन्येऽपि । तेषां संयमादिदं शीघ्रविपाकमिदं च मन्दविपाकमित्याद्यवधानदाजनितादरिष्टेभ्य आध्यात्मिकाधिभौतिकाधिदैविकभेदभिन्नेभ्यः कर्णपिधान
कालीनकोष्ट्यवायुघोषाश्रवणाकस्मिकविकृतपुरुषाशक्यदर्शनस्वर्गादिपदार्थदर्शनलक्षणेभ्योऽपरान्तस्य करणशरीरवियोगस्य धीर्नियतदेशकालतया निश्चयः सामान्यतः संशयाविलतद्धियोऽरिष्टेभ्योऽयोगिनामपि सम्भवादिति ध्येयं । तदुक्तं - " सोपक्रमं निरुपक्रमं च कर्म तत्संयमादपरान्तज्ञानमरिष्टेभ्यो वेति” । [३२२] मैत्र्यादिषु मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्येषु संयमादेषां मैत्र्यादीनां बलानि भवन्ति, मैत्र्यादयस्तथा प्रकर्षं गच्छन्ति यथा सर्वस्य मित्रत्वादिकं प्रतिपद्यते योगीत्यर्थः । तदुक्तं - " मैत्र्यादिषु बलानि ” [३-२३] । बलेषु
એક પરિશીલન
૭૩