________________
संस्कारे पूर्वजातीनां, प्रत्यये परचेतसः ।
शक्तिस्तम्भे तिरोधानं, कायरूपस्य संयमात् ॥२६-६॥ ___ संस्कार इति-संस्कारे स्मृतिमात्रफले जात्यायुर्भोगलक्षणे च “एवं मया सोऽर्थोऽनुभूतः, एवं मया सा क्रिया कृता”, इति भावनया संयमात् पूर्वजातीनां प्रागनुभूतजातीनां धीरनुस्मृतिरवबोधकमन्तरेणैव भवति । तदुक्तं–“संस्कारस्य साक्षात्करणात् पूर्वजातिज्ञानं” [३-१८] । प्रत्यये परकीयचित्ते केनचिन्मुखरागादिना लिङ्गेन गृहीते परचेतसो धीर्भवति तथासंयमवान् ‘सरागमस्य चित्तं वीतरागं वेति' परचित्तगतान् सर्वानेव धर्मान् जानातीत्यर्थः । तदुक्तं-“प्रत्ययस्य परचित्तज्ञानं [३-१९] न च सा(तत्सा)लम्बनं तस्याविषयीभूतत्वादिति” [३-२०] । लिङ्गाच्चित्तमात्रमवगतं, न तु नीलविषयं पीतविषयं वा तदिति । अज्ञाते आलम्बने संयमस्य कर्तुमशक्यत्वात्तदनवगतिः । सालम्बनचित्तप्रणिधानोत्थसंयमे तु तदवगतिरपि भवत्येवेति भोजः । कायः शरीरं तस्य रूपं चक्षुर्लाह्यो गुणस्तस्य नास्त्यस्मिन् काये रूपमिति संयमाद्दूपस्य चक्षुह्यत्वरूपायाः शक्तेः स्तम्भे भावनावशात्प्रतिबन्धे सति तिरोधानं भवति । चक्षुषः प्रकाशरूपस्य सात्त्विकस्य धर्मस्य तद्ग्रहणव्यापाराभावात् । तथा संयमवान् योगी न केनचिद्दश्यत इत्यर्थः। एवं शब्दादितिरोधानमपि ज्ञेयं । तदुक्तं-“कायरूपसंयमात्तद्ग्राह्यशक्तिस्तम्भे चक्षुषः(क्षुःप्र) प्रकाशासं(प्र)योगेડન્તર્ધાન” [૩-૨૧] તેન શદ્વાન્તર્યાનમુક્તિ રદ્દદ્દા.
સંસ્કારને વિશે સંયમ કરવાથી પૂર્વજન્મોનું સ્મરણ થાય છે. પ્રત્યયને (પરચિત્તને) વિશે સંયમ કરવાથી પરચિત્તનું જ્ઞાન થાય છે અને પોતાના શરીરના રૂપને વિશે સંયમ કરવાથી રૂપશક્તિનું સ્તંભન થયે છતે અદૃશ્ય થવાય છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે, સામાન્ય રીતે સંસ્કાર બે પ્રકારના છે. એક, માત્ર સ્મૃતિ ફળ છે જેનું તે અને બીજો, જાતિ આયુષ્ય અને ભોગ સ્વરૂપ. આ બંન્ને પ્રકારના સંસ્કારો અપ્રત્યક્ષરૂપે ચિત્તમાં રહે છે. “આ પ્રમાણે મારા વડે તે અર્થ અનુભવાયો.” તેમ જ
આ પ્રમાણે મારા વડે તે ક્રિયા કરાઈ.” આવા પ્રકારની ભાવના વડે બંન્ને ય પ્રકારના સંસ્કારોને વિશે ધ્યાન ધારણા અને સમાધિ સ્વરૂપ સંયમ કરવાથી ઉબોધક વિના જ પૂર્વકાળમાં અનુભવેલા જન્મોનું અનુસ્મરણ થાય છે. પાતંજલયોગસૂત્ર(૩-૧૮)માં એ વાત જણાવતાં કહ્યું છે કે “સંસ્કારોને વિશે સંયમ કરવાથી સંસ્કારોના સાક્ષાત્કારથી પૂર્વજાતિનું પરિજ્ઞાન થાય છે.”
કોઈ એક મુખ ઉપરના હાવભાવાદિ સ્વરૂપ લિંગ(લક્ષણ-ચિહ્ન...) દ્વારા બીજાનું ચિત્ત જાણીને તે ચિત્તને વિશે સંયમ કરવાથી બીજાના ચિત્તનું જ્ઞાન થાય છે. અર્થાત્ પરચિત્તમાં સંયમ કરનાર યોગી “આનું ચિત્ત રાગવાળું છે કે રાગરહિત છે?' - આ પ્રમાણે બીજાના ચિત્તમાં રહેલા બધા જ ધર્મોને જાણે છે. આ વાત યોગસૂત્ર(૩-૧૯)માં જણાવી છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે – (પરચિત્તમાં સંયમ કરવાથી પરચિત્તનું જ્ઞાન થાય છે. તે ચિત્ત સાલંબન નથી. કારણ કે આ
યોગમાહાભ્ય બત્રીશી