________________
પુરુષ માટેનો અધિકાર પરિસમાપ્ત થાય છે તેથી તે પોતાના કારણમાં લય પામે છે; જેથી પુરુષ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે, જે પુરુષની કૈવલ્ય અવસ્થા છે. આ વાત પાતંજલયોગસૂત્ર(૩-૫૦)માં વર્ણવી છે. ૨૬-૧૮
આ રીતે મોક્ષની સાધનામાં પ્રવૃત્ત થયેલા યોગીને જે કારણે સ્થિરતા મળે છે અને જે કારણે વિઘ્ન આવે છે, તે જણાવાય છે—
असङ्गश्चास्मयश्चैव स्थितावुपनिमन्त्रणे ।
बीजं पुनरनिष्टस्य, प्रसङ्गः स्यात् किलान्यथा ॥ २६-१९।।
असङ्गश्चेति–उपनिमन्त्रणे उक्तसमाधिस्थस्य देवैर्दिव्यस्त्रीरसायनाद्युपढौकनेन भोगनिमन्त्रणेऽसङ्गश्चास्मयश्चैव स्थितौ बीजं । सङ्गकरणे पुनर्विषयप्रवृत्तिप्रसङ्गात् स्मयकरणे च कृतकृत्यमात्मानं मन्यमानस्य समाधावुत्साहभङ्गाद् । एतदेवाह – अन्यथाऽसङ्गास्मयाकरणे पुनः किलेति सत्ये ऽनिष्टस्य प्रसङ्ग કૃતિ । તવિવમુર્ત્ત—“સ્થિત્યુપનિમન્ત્રને સામ્ભયારળ પુનરનિષ્ટપ્રસાવિતિ” [રૂ-49] ||૨૬-૧૬|| “ભોગનું સામેથી પ્રાપ્ત થયેલું નિમંત્રણ હોતે છતે સંગ અને સ્મય ન કરવો તે મોક્ષની સાધનામાં સ્થિતિનું બીજ છે. અન્યથા એવા પ્રસંગે સંગ કે સ્મય કરવાથી ફરી પાછો અનિષ્ટ પ્રસંગ આવશે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો સામાન્યાર્થ છે.
કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે પૂર્વોક્ત વિવેકખ્યાતિ વગેરેથી પ્રાપ્ત થયેલી વિશોકાસમાધિમાં રહેલા યોગીને જ્યારે દેવતાઓ દિવ્ય સ્ત્રીઓ અને દિવ્યરસાયણો વગેરે આપીને ભોગ માટે નિમંત્રણ કરે છે, ત્યારે યોગી સંગ કે સ્મય કરતા નથી - એ યોગીની; મોક્ષની સાધનાની સ્થિરતાનું બીજ છે. આશય એ છે કે દેવતાઓ યોગીને ભોગો માટે નિયંત્રણ કરતાં કહે છે કે - “હે યોગિન્ ! આપ અહીં સ્થિતિ કરો, અને અહીં જ મજા કરો. જુઓ, આ કેવા રમણીય ભોગો છે ? આ કેવી રમણીય કન્યાઓ છે ? આ કેવું સુંદર રસાયણ છે ? કે જે જરા અને મૃત્યુને દૂર કરે છે. આ આકાશમાં ચાલનારું વિમાન છે. આપના ભોગ માટે કલ્પવૃક્ષો તૈયા૨ છે. આપના સ્નાન માટે આ મંદાકિની નદી છે. આ સિદ્ધપુરુષો આપની સેવામાં ઉપસ્થિત છે. આ ઉત્તમ અને અનુકૂળ અપ્સરાઓ આપની સેવામાં તત્પર છે. આપનાં કાન અને નેત્રો દિવ્ય છે. શરીર વજ્ર જેવું મજબૂત છે. એ પ્રમાણે યોગના સામર્થ્યથી આપે આ બધું પ્રાપ્ત કર્યું છે. તેથી દેવતાઓને પ્રિય એવા આ અજર અને અમર સ્વરૂપ એવા સ્થાનનો આપ સ્વીકાર કરો.” - આવા દેવતાઓનાં તે તે વચનોને સાંભળીને યોગી તેનો સંગ કરે નહીં. પરંતુ વિષયાદિનું તુચ્છત્વ ક્ષણિકત્વ... વગેરેનું પરિભાવન કરી યોગની સાધનામાં સ્થિર રહે. તેમ જ આવા પ્રસંગે એવો ગર્વ પણ ન ધરે કે ‘હું કેવો પ્રભાવશાળી યોગી છું ? દેવતાઓ સ્વયં મારી પ્રાર્થના કરે છે...’ આ પ્રમાણે સંગ અને સ્મય નહિ કરવાથી મોક્ષની સાધના સુસ્થિર બની રહે છે.
યોગમાહાત્મ્ય બત્રીશી
८८