________________
અન્યથા આવા પ્રસંગે સંગ કરવાથી ફરી પાછી વિષયની પ્રવૃત્તિનો પ્રસંગ આવે છે. તેમ જ ગર્વ કરવાથી યોગી પોતાની જાતને કૃતકૃત્ય માનીને સમાધિમાં ઉત્સાહ વગરનો થાય છે. બંન્ને રીતે અનિષ્ટનો પ્રસંગ આવે છે. આથી સમજી શકાશે કે અસંગ અને અસ્મય, સમાધિની સ્થિરતાનાં બીજ છે અને સંગ તેમ જ સ્મય, સમાધિભંગનાં કારણ છે... ઇત્યાદિ વર્ણવતાં યોગસૂત્ર(૩-૫૧)માં જણાવ્યું છે કે – “દેવતાઓ નિમંત્રણ કરે ત્યારે સંગ અને સ્મય ન કરવો. કારણ કે તેમ ન કરે તો ફરી પાછો અનિષ્ટ પ્રસંગ આવશે.” ૨૬-૧લા
આ પૂર્વે જણાવ્યા મુજબ સમજી શકાય છે કે સર્વજ્ઞતા અને સર્વાધિષ્ઠાતૃતાનું કારણભૂત વિવેકજન્ય જ્ઞાન છે. હવે એ વિવેકજન્ય જ્ઞાનના ઉપાયાંતરને જણાવાય છે–
स्यात् क्षणक्रमसम्बन्धसंयमाद् यद् विवेकजम् ।
ज्ञानं जात्यादिभिस्तच्च, तुल्ययोः प्रतिपत्तिकृत् ॥२६-२०॥ स्यादिति-क्षणः सर्वान्त्यः कालावयवस्तस्य क्रमः पौर्वापर्यं तत्सं(बन्धसं)यमात् सूक्ष्मान्तरसाक्षात्करणसमर्थाद् यद्विवेकजं ज्ञानं स्यात् । यदाह-"क्षणक्र(तत्क्र)मयोः सम्बन्धसंयमाद्विवेकजं ज्ञानमिति” [३-५२] । तच्च जात्यादिभिस्तुल्ययोः पदार्थयोः प्रतिपत्तिकृत् विवेचकं । तदुक्तं-“जातिलक्षणदेशैरन्यतानवच्छेदात्तुल्ययोस्ततः प्रतिपत्तिरिति” [३-५३] । पदार्थानां भेदहेतवो हि जातिलक्षणदेशा भवन्ति । जातिः पदार्थभेत्री, यथा गौरयं महिषोऽयमिति । जात्या तुल्ययोर्लक्षणं भेदकं, यथा इयं कर्बुरा इयं चारुणेति । उभाभ्यामभिन्नयोर्देशो भेदहेतुः, यथा तुल्यप्रमाणयोरामलकयोभिन्नदेशस्थितयोः । यत्र च त्रयमपि न भेदकं, यथैकदेशस्थितयोः शुक्लयोः पार्थिवयोः परमाण्वोः, तत्र संयमजनिताद्विवेकजज्ञानादेव મતિ મેરિતિ પાર૬-૨૦|
ક્ષણનાક્રમના સંબંધને વિશે સંયમ કરવાથી જેવિવેકના કારણે ઉત્પન્ન થયેલું જ્ઞાન છે, તે જાતિ વગેરેને લઈને સમાન એવા પદાર્થોને વિશે ભેદને ગ્રહણ કરનારું છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય એ છે કે છેલ્લામાં છેલ્લા (નાનામાં નાના) અવિભાજ્ય એવા કાળના સૂક્ષ્મ અંશને ક્ષણ કહેવાય છે. તેનો ક્રમ, પૌર્વાપર્ય (પૂર્વાપરીભાવ) સ્વરૂપ છે. પૂર્વેક્ષણ અને અપરક્ષણ બંન્ને એક સાથે હોતા નથી. તે ક્રમિક હોય છે. ક્ષણના ક્રમના સંબંધને વિશે સંયમ(ધારણા ધ્યાન અને સમાધિ) કરવાથી વિવેકજન્ય જ્ઞાન થાય છે. કારણ કે તે સંયમ, બે ક્ષણ વચ્ચેના સૂક્ષ્મ અંતરનો સાક્ષાત્કાર કરવા સમર્થ છે. આ વિષયને અનુલક્ષીને યોગસૂત્ર(૩-૫૨)માં જણાવ્યું છે કે- “ક્ષણ અને તેના ક્રમના સંબંધને વિશે સંયમ કરવાથી વિવેકજન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે.”
આ વિવેકજન્યજ્ઞાન, જાત્યાદિના કારણે તુલ્ય(સમાન) પદાર્થોના વિવેક(ભેદ)ને કરે છે. આ વસ્તુને જણાવવા યોગસૂત્ર(૩-૫૩)થી જણાવ્યું છે કે – “જાતિ, લક્ષણ અને દેશથી વસ્તુની ભિન્નતા જણાતી ન હોવાથી સમાન વસ્તુ(પદાર્થ)ની ભિન્નતા વિવેકજન્ય જ્ઞાનથી થાય છે.”
એક પરિશીલન
૮૯