________________
એનો આશય એ છે કે પદાર્થમાં રહેલી જાતિ પદાર્થના ભેદને જણાવનારી છે. જેમ કે આ બળદ છે અને આ પાડો છે. અહીં ગોત્વ કે મહિષત્વ જાતિથી પદાર્થની અન્યતા(ભેદ) જણાય છે. સમાન-જાતીય પદાર્થનાં લક્ષણો પદાર્થની અન્યતાને જણાવે છે. જેમ કે આ ગાય કાબર - ચિતરી છે અને આ ગાય લાલ છે. અહીં બંન્ને ગાયો ગોત્વ-જાતિને આશ્રયીને સમાન હોવા છતાં, તેના રૂપાત્મક લક્ષણને આશ્રયીને તે ગાયોમાં ભેદ જણાય છે. આવી જ રીતે જાતિ અને લક્ષણ : બંન્નેની અપેક્ષાએ સમાન એવા પદાર્થોમાં તેના દેશના કારણે ભેદની પ્રતીતિ થાય છે. જેમ કે એકસરખા પ્રમાણવાળા આમળાઓ, તેની જાતિ અને તેનું લક્ષણ સમાન હોવા છતાં તેના દેશ(આધારભૂત સ્થાન)ની અપેક્ષાએ તે બંન્નેમાં અન્યતાની પ્રતીતિ થાય છે. પરંતુ જ્યાં દેશ, જાતિ અને લક્ષણ : એ ત્રણેય સમાન છે ત્યાં અન્યતાની પ્રતીતિનું કોઈ કારણ નથી. જેમ કે શુક્લ-વર્ણવાળા બે પાર્થિવ પરમાણુ જાતિ લક્ષણ અને દેશને આશ્રયીને તુલ્ય હોવાથી તેના ભેદક નથી. આવા સ્થળે ઉપર જણાવ્યા મુજબ ક્ષણક્રમના સંબંધને વિશે સંયમ કરવાથી પ્રાપ્ત થયેલું વિવેકજન્ય જ્ઞાન જ ભેદની પ્રતિપત્તિનું કારણ બને છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. //ર૬-૨ના
| વિવેકજન્ય(વિવેકજ) જ્ઞાનના અવાંતર ફળનું નિરૂપણ કર્યું. હવે તેના મુખ્ય ફળનું વર્ણન કરતાં તેની મોક્ષોપયોગિતા વર્ણવાય છે–
तारकं सर्वविषयं, सर्वथाविषयाक्रमम् । શુદ્ધિસાગ્રેન વૈવન્ય, તતઃ પુરુષસંયો: ર૬-૨9ો.
तारकमिति-तच्च विवेकजं ज्ञानं तारयत्यगाधात्संसारपयोधेर्योगिनमित्यान्वर्थिक्या सज्ञया तारकमुच्यते । तथा सर्वविषयं सर्वाणि तत्त्वानि महदादीनि विषयो यस्य तत्तथा । तथा सर्वथा सर्वैः प्रकारैः सूक्ष्मादिभेदैर्विषयो यस्य तच्च तदक्रमं च निःशेषनानावस्थापरिणतत्वत आ(णता)र्थिकभावग्रहणे क्रमरहितं चेति कर्मधारयः । इत्थं चास्य संज्ञाविषयस्वभावा व्याख्याताः । तदुक्तं-"तारकं सर्वविषयं सर्वथा(वार्थ)विषयमक्रमं चेति(विवेकजं ज्ञानं)” [३-५४] । ततस्तस्माद् ज्ञानात् पुरुषसत्त्वयोः शुद्धिसाम्येन कैवल्यं भवति । तत्र पुरुषस्य शुद्धिरुपचरिता भोगाभावः । सत्त्वस्य तु सर्वथा कर्तृत्वाभिमाननिवृत्त्या स्वकारणेSનુપ્રવેશ તિ | વિમુ¢–“સર્વપુરુષયો: શુદ્ધિસાપે વૈવાતિ” રૂિ-૧૧] -૨૭ી.
વિવેકના કારણે ઉત્પન્ન થયેલું એ જ્ઞાન, સર્વવિષયક તેમ જ સર્વથા વિષયક્રમથી રહિત હોય છે. તેને તારક જ્ઞાન કહેવાય છે. તેથી પુરુષ અને સત્ત્વમાં શુદ્ધિની સામ્યતા થવાથી કૈવલ્યથાય છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પૂર્વે જણાવ્યા મુજબના સ્વરૂપવાળું વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન “અગાધ એવા સંસારસમુદ્રથી આત્માને તારે છે' - આ અર્થને અનુકૂળ એવા નામને અનુસરીને તારક સ્વરૂપ છે અર્થાત્ એ જ્ઞાનને તારક કહેવાય છે.
યોગમાયાભ્ય બત્રીશી
૯૦