SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ આ તારક જ્ઞાન સર્વવિષયક છે. સાંખ્યદર્શન-પ્રસિદ્ધ મહ આદિ બધાં જ તત્ત્વો એ જ્ઞાનના વિષય છે. તેમ જ સર્વ પ્રકારે અર્થાત્ સૂક્ષ્મ, પૂલ, વ્યવહિત, અવ્યવહિત... ઇત્યાદિ સર્વ પ્રકારે બધા જ વિષયને તે ગ્રહણ કરે છે. તેથી તેને સર્વથા વિષયવાળું જ્ઞાન કહેવાય છે. એવું જ્ઞાન પણ ક્રમથી રહિત છે. સકળ અનેક અવસ્થાઓમાં પરિણત થયેલા અર્થના ગ્રહણમાં કોઈ કમ નથી. પ્રથમ અતીતનું પછી વર્તમાનનું અને પછી ભવિષ્યનું; તેમ જ પ્રથમ શાંત, પછી ઉદિત અને પછી અવ્યપદેશ્ય... ઇત્યાદિ પ્રકારે ક્રમિક વિષયનું ગ્રહણ થતું નથી. એકીસાથે સઘળાય વિષયોનું બધી રીતે ગ્રહણ થાય છે. સર્વથા વિષયવાળું એવું ક્રમરહિત જ્ઞાન - આ રીતે સર્વવિષયમનું અહીં કર્મધારય સમાસ વિવક્ષિત છે. આ રીતે તારWપદથી, સર્વવિષય પદથી અને સર્વવિષયશ્ચિમ પદથી વિવેકજન્ય જ્ઞાનની અનુક્રમે સંજ્ઞા, વિષય અને અભાવને આશ્રયીને વ્યાખ્યા કરી છે. એ પ્રમાણે યોગસૂત્રમાં(૩-૫૪માં) જણાવ્યું છે, જેનો આશય ઉપર જણાવ્યા મુજબ છે. તે તારકશાનથી પુરુષ અને સત્ત્વમાં(બુદ્ધિસત્ત્વમાં) શુદ્ધિનું સામ્ય થવાથી કૈવલ્ય થાય છે. ઉપચરિત ભોગના અભાવ સ્વરૂપ શુદ્ધિ પુરુષને આશ્રયીને છે અને સત્ત્વ(બુદ્ધિ)ને આશ્રયીને તો, સર્વથા કર્તુત્વના અભિમાનની નિવૃત્તિ થવાથી બુદ્ધિ પ્રતિલોમપરિણામે પોતાના કારણમાં લીન થાય છે. તે સ્વરૂપ છે - આ વાતનું નિરૂપણ યોગસૂત્ર(૩-૫૫)માં કર્યું છે. કહેવાનો આશય એ છે કે વિવેકખ્યાતિને લીધે પુરુષ અને બુદ્ધિના અભેદગ્રહની નિવૃત્તિ થવાથી પુરુષને બુદ્ધિના કોઈ પણ ધર્મની સાથે કશો જ સંબંધ રહેતો ન હોવાથી ઔપચારિક ભોગનો પણ અભાવ થાય છે. આવી સ્થિતિમાં પુરુષ માટે ભોગ સંપાદન કરનારી બુદ્ધિને પણ એનું કોઈ પ્રયોજન ન હોવાથી તે પણ પોતાના કારણભૂત અહંકારાદિમાં લીન થાય છે. આથી સ્વસ્થિતિના આવિર્ભાવ સ્વરૂપ શુદ્ધિનું સામ્ય પ્રાપ્ત થાય છે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. ર૬-૨૧ इत्थमन्यैरुपदर्शिते योगमाहात्म्ये उपपत्त्यनुपपत्त्योर्दिशां प्रदर्शयन्नाह આ રીતે પાંચમા શ્લોકથી એકવીસમા શ્લોક સુધીના શ્લોકોથી પાતંજલદર્શનના અભિપ્રાયથી સામાન્યથી યોગનું માહાત્મ વર્ણવ્યું. હવે એ વિષયમાં ઉપપત્તિ અને અનુપપત્તિનું દિશાસૂચન કરાય છે इह सिद्धिषु वैचित्र्ये, बीजं कर्मक्षयादिकम् । संयमश्चात्र सदसत्प्रवृत्तिविनिवृत्तितः ॥२६-२२॥ इहेति-इह प्रागुक्तग्रन्थे सिद्धिषु वैचित्र्ये कर्मक्षयादिकं बीजं । तथाज्ञाने तथाज्ञानावरणक्षयोपशमादेर्वीर्यविशेषे च वीर्यान्तरायक्षयोपशमादेर्हेतुत्वात् । संयमश्चात्रोक्तसिद्धिषु सत्प्रवृत्त्यसन्निवृत्तिभ्यां तथाविधक्षयोपशमाद्याधानद्वारैव बीजं न तु तत्तद्विषयज्ञानप्रणिधानादिरूपः । अनन्तविषयकज्ञानस्य प्रतिविषयं संयमासाध्यत्वाद्विहितानुष्ठानप्रणिधानमात्रसंयमेनैव मोहक्षयात्तदुपपत्तेः । चित्तप्रणिधानार्थं त्वालम्बनमात्रं એક પરિશીલન ૯૧
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy