________________
क्वापि न वारयामः । केवलमात्मप्रणिधानपर्यवसान एव सर्वः संयमः फलवानित्यात्मनो ज्ञेयत्वं विना सर्वं विलूनशीर्णं भवेदित्यधिकं स्वयमूहनीयम् ॥ २६- २२॥
“અહીં સિદ્ધિઓના વૈચિત્ર્યમાં કર્મક્ષયાદિ કારણ છે અને સત્પ્રવૃત્તિ તથા અસી વિનિવૃત્તિથી જ સંયમ છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, આ પૂર્વે આ ગ્રંથમાં જે યોગની સિદ્ધિઓનું વર્ણન કર્યું; તે સિદ્ધિઓમાં જે વૈચિત્ર્ય (વિશિષ્ટતા) છે; તેમાં બીજભૂત કર્મક્ષય અને કર્મક્ષયોપશમ વગેરે છે.
સામાન્ય રીતે સિદ્ધિઓ જ્ઞાનસ્વરૂપ છે અને વીર્યસ્વરૂપ છે. જ્ઞાનસ્વરૂપ સિદ્ધિઓમાં જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ વગેરે કારણ છે અને વીર્યવિશેષસ્વરૂપ સિદ્ધિઓમાં વીર્યંતરાયકર્મનો ક્ષયોપશમ વગેરે કારણ છે. આ સિદ્ધિઓમાં જે સંયમને હેતુ તરીકે વર્ણવ્યો છે, એ સંયમ પણ, સત્પ્રવૃત્તિ અને અસની નિવૃત્તિ કરવાથી, તેવા પ્રકારના મોહનીયકર્મના ક્ષયોપશમાદિના આધાન(પ્રાપ્તિ) દ્વારા જ કારણ બને છે. માત્ર તે તે વિષયના જ્ઞાનના પ્રણિધાનાદિ સ્વરૂપ સંયમ સિદ્ધિઓની પ્રત્યે કારણ બની શકે નહીં. અનંતવિષયક (સર્વવિષયક) જ્ઞાનની પ્રાપ્તિ પ્રત્યેક વિષયના સંયમથી શક્ય નથી. શ્રી તીર્થંકર પરમાત્માએ વિહિત કરેલા અનુષ્ઠાનના પ્રણિધાનમાત્રના સંયમથી જ મોહનીયકર્મનો ક્ષય થાય છે અને તેથી અનંતવિષયક જ્ઞાન પ્રાપ્ત થાય છે.
આથી સમજી શકાશે કે ધારણા ધ્યાન અને સમાધિ સ્વરૂપ તે તે સંયમમાત્રથી સર્વવિષયક જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. ચિત્તની એકાગ્રતા માટે તે તે આલંબનનો નિષેધ નથી. પરંતુ એ આલંબનો આત્મપ્રણિધાનમાં પરિણમે તો જ તે સફળ છે અર્થાત્ મોક્ષસાધક છે. સાંખ્યો આત્માને શેય માનતા નથી. તેથી તેનું પ્રણિધાન શક્ય નથી. આત્માને શેય માનવામાં ન આવે તો બાકીની બધી જ વાતો નિરર્થક બની જાય છે... ઇત્યાદિથી અધિક જાતે વિચારવું જોઇએ. અહીં તો માત્ર દિગ્દર્શન કર્યું છે. I૨૬-૨૨
ચિરકાળથી સંચિત એવાં કર્મોના નાશના ઉપાયભૂત યોગને જણાવાય છે—
प्रायश्चित्तं पुनर्योगः, प्राग्जन्मकृतकर्मणाम् ।
अब्धीनां निश्चयादन्तः, - कोटाकोटिस्थितेः किल ।।२६ - २३।।
प्रायश्चित्तमिति—प्राग्जन्मकृतपाप्मनां पुनः प्रायश्चित्तं योगः, तन्नाशकत्वात् तस्य । तथा
सत्ये । अब्धीनां सागरोपमाणमन्तःकोटाकोटीस्थितेर्निश्चयादपूर्वकरणारम्भेऽपि तावत्स्थितिककर्मसद्भावावश्यकत्वस्य महाभाष्यादिप्रसिद्धत्वात्तस्य च धर्मसंन्यासैकनाश्यत्वादिति ॥ २६-२३।
“પૂર્વજન્મમાં કરેલાં કર્મોનું પ્રાયશ્ચિત્ત પણ યોગ છે. ખરેખર જનિશ્ચયથી એ કર્મોની સ્થિતિ અંતઃકોટાકોટિ સાગરોપમ હોય છે.” – આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું
યોગમાહાત્મ્ય બત્રીશી
૯૨