________________
એ રીતે દીક્ષાનો પર્યાય વધે તો; તે તે દિવસો, પખવાડિયા, મહિનાઓ અને વર્ષો ગણતરીમાં લેવાય, અન્યથા ન લેવાય. ૨૮-૧રા
ગુણનો જેમાં વ્યાઘાત થતો નથી તે દીક્ષા પર્યાયમાં દિનાદિ ગણાય છે પરંતુ જેમાં ગુણનો વ્યાઘાત થાય છે તે દીક્ષાપર્યાયમાં; દિવસ વગેરેની ગણતરી થતી નથી તેનું કારણ જણાવાય છે–
नैहिकार्थानुरागेण यस्यां पापविषव्ययः ।
वसन्तनृपचेष्टेव सा दीक्षानर्थकारिणी ॥२८-१३॥ જે દીક્ષામાં આ લોક સંબંધી અર્થ(ફળ)ના અનુરાગના કારણે પાપસ્વરૂપ વિષનો વ્યય (વિનાશ) થતો નથી; તે દીક્ષા, હોળીના રાજાની ચેષ્ટા જેવી અનર્થન કરનારી છે - આ પ્રમાણે તેરમી ગાથાનો અક્ષરાર્થ છે. કહેવાનો ભાવ એ છે કે જે દીક્ષામાં જ્ઞાન, દર્શન કે ચારિત્રાદિ આત્મગુણોનો આવિર્ભાવ થતો નથી અને વ્યાઘાત થાય છે; એનું વાસ્તવિક કારણ આ લોકસંબંધી અર્થનો અનુરાગ કારણ છે. આ લોક સંબંધી અર્થ અનેક જાતના છે. પાંચ ઈન્દ્રિયના અનુકૂળ વિષયોની પ્રાપ્તિ, નિદ્રા-વિકથાદિ પ્રમાદ, માન-સન્માનાદિ; નામનાદિનો મોહ; શિષ્ય પ્રમુખ ભક્તવર્ગ અને આચાર્યાદિપદ વગેરે આ લોક સંબંધી અર્થો છે. તેની પ્રત્યેના અનુરાગ(ઉત્કટ રાગ)ને લઇને દીક્ષા લીધા પછી પણ તે તે અર્થ-પ્રયોજનની સિદ્ધિ માટે અનેક જાતની બાહ્યપ્રવૃત્તિઓ (આજ્ઞાથી બાહ્યપ્રવૃત્તિઓ) કરવી પડતી હોય છે. શરૂઆતમાં એમ જ લાગે કે એ બધી પ્રવૃત્તિઓ સંયમજીવનની જ આરાધનાનું અંગ છે અને પરંપરાએ એથી મોક્ષની પ્રાપ્તિ થવાની જ છે. આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે ગુવકિધ્યાન દોરે ત્યારે મોટાભાગે એ ગમે પણ નહીં. આ બધાં લક્ષણો આ લોક સંબંધી અર્થના અનુરાગનાં છે. એ અનુરાગના કારણે શરૂ થયેલી બાહ્યપ્રવૃત્તિઓ આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરનારી હોવાથી ખરેખર તો મોક્ષબાધક બનતી હોય છે. પરંતુ આ લોકસંબંધી અર્થના અનુરાગથી એ સમજાતું નથી. આથી દિવસે દિવસે આત્મા બાહ્યપ્રવૃત્તિમાં આગળને આગળ વધતો જ જાય છે, જેદીક્ષાને અર્થહીન જનહિ; અનર્થને કરનારી બનાવે છે. હોળીનો રાજા રાજાની જેમ વર્તે તોપણ એને જેમ રાજય પ્રાપ્ત થતું નથી તેમ આ લોક સંબંધી અર્થના અનુરાગથી દિક્ષાને પાળવા છતાં દક્ષાસંબંધી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. ઉપરથી આજ્ઞાબાહ્ય પ્રવૃત્તિઓ કરવાથી પાપબંધસ્વરૂપ અનર્થની પ્રાપ્તિ થાય છે. આથી સમજી શકાશે કે અનર્થકારિણી એવી દીક્ષાનો અવસર દીક્ષા પર્યાયમાં ગણાતો નથી. ૨૮-૧૩
અનર્થને કરનારી દીક્ષાના સ્વરૂપને વર્ણવી હવે સદૂ(વિવલિત નિર્જરાદિ ફળને આપનારી) દીક્ષાનું સ્વરૂપ વર્ણવાય છે
इन्द्रियाणां कषायाणां गृहाते मुण्डनोत्तरम् । या शिरोमुण्डनव्यङ्ग्या तां सदीक्षां प्रचक्षते ॥२८-१४।।
૧૪૨ *
દીક્ષા બત્રીશી