________________
વિનાનીતિ સ્તોત્રયન: શ્ચમ્ ||૨૮-૧૨-૧૩-૧૪મા
“સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિયો અને ક્રોધાદિ ચાર કષાયોના મુંડન(ત્યાગ) પછી જે ગ્રહણ કરાય છે અને માથાનું મુંડન કરવાથી જે જણાય છે તેને “સદ્દીક્ષા' કહેવાય છે.” - આ અર્થને જણાવનારા ચૌદમા શ્લોકમાં સદ્દીક્ષાનું સ્વરૂપ; ખૂબ જ અલ્પ શબ્દોથી માર્મિક રીતે વર્ણવ્યું છે. પાંચ ઇન્દ્રિયો અને ચાર કષાયોનો ત્યાગ જેના મૂળમાં છે એ સદ્દીક્ષા છે. માત્ર જૈનદર્શનમાં જ નહિ, દુનિયાનાં સઘળાં ય દર્શનમાં એ વાત સ્પષ્ટપણે જણાવાઈ છે. વિષય અને કષાયના પરિત્યાગ વિના સદ્દીક્ષાની પ્રાપ્તિ થતી નથી.
શ્લોકમાં જણાવ્યા મુજબ ઇન્દ્રિયોનું મુંડન અને કષાયોનું મુંડન કર્યા પછી જ માથું મુંડાવાનું છે. પાંચ ઇન્દ્રિયોના ત્રેવીસ વિષયોમાં અનુકૂળ વિષયો પ્રત્યે રાગ ન કરવો, એને મનથી પણ ઈચ્છવા નહિ અને એને મેળવવાદિ માટે પ્રયત્ન કરવો નહિ. વસ્તુની આવશ્યકતા હોવાથી તેની શોધ કરીને મેળવી લેવી અને વસ્તુ અનુકૂળ છે, ફાવે છે, ભાવે છે, ઠીક રહે છે... વગેરે સમજીને મેળવી લેવી – એ બે વચ્ચે ઘણું અંતર છે. એને સમજીને કોઈ પણ જાતની માયા સેવ્યા વિના અનુકૂળતાનો ત્યાગ કરી આવશ્યકતા મુજબ વસ્તુનો ઉપયોગ કરવો. તેમ જ પ્રતિકૂળ વિષયો પ્રત્યે દ્વેષ ન કરવો. એ ક્યારે જાય એમ મનથી પણ ચિંતવવું નહિ અને એને ટાળવાદિ માટે પ્રયત્ન કરવો નહિ. આવશ્યકતા ન હોય તો વસ્તુને છોડી દેવી અને વસ્તુ પ્રતિકૂળ છે; ફાવતી નથી; ભાવતી નથી; ઠીક રહેતું નથી... વગેરે સમજીને વસ્તુને છોડી દેવી – એ બેમાં ઘણું અંતર છે. એને બરાબર સમજી લઈને પ્રતિકૂળતાના કારણે કોઈનો ત્યાગ કર્યા વિના અનાવશ્યક વસ્તુનો ત્યાગ કરવો. આવા પ્રકારનું ઇન્દ્રિયોનું મુંડન છે. સામાન્ય રીતે વિષયોની પરાધીનતાના પરિહારને પાંચ ઇન્દ્રિયોનું મુંડન કહેવાય છે.
ક્રોધ, માન, માયા અને લોભ - આ ચાર કષાયનાં ગમે તેવાં પ્રબળ નિમિત્તો મળે તો પણ કષાય કરવા નહિ, તેને કષાયોનું મુંડન કહેવાય છે. ચાલુ વ્યવહારમાં ક્રોધને જ કષાય તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ખરી રીતે ક્રોધાદિ ચાર કષાય છે. ચાર કષાયોમાં લોભ ખૂબ જ ભયંકર છે. ક્રોધ, માન કે માયાને દૂર કરવાનું હજી સરળ છે. પરંતુ લોભનો ત્યાગ કરવાનું ખૂબ જ કપરું કામ છે. સંસારના સુખ પ્રત્યે રાગ ન હોય તો જ લોભને દૂર કરી શકાય. ક્રોધાદિથી ઠીક ઠીક દૂર રહેનારા પણ લોભથી દૂર રહી શકતા નથી. દીક્ષા લીધા પછી પણ માનપાન વગેરેની તીવ્ર લાલસા કોઈ કોઈ વાર જતી નથી. આ રીતે ઇન્દ્રિયો અને કષાયોના પરિત્યાગ સ્વરૂપ મુંડન પછી જ દીક્ષા ગ્રહણ કરવાની છે. વર્તમાન પરિસ્થિતિ થોડી વિલક્ષણ છે. દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે ભાગ્યે જ એ અંગે લક્ષ્ય અપાતું હોય છે. મોટા ભાગે ગુરુ મ. પ્રત્યે લાગણી થઈ જાય અને ગ્રુપ પરત્વે થોડી અનુકૂળતાની ખાતરી થઈ જાય તો દીક્ષાગ્રહણ માટે યોગ્યતા મળી જતી હોય છે. આવા દીક્ષાર્થીઓએ ઈન્દ્રિયો અને કષાયોનો પરિત્યાગ કર્યો
એક પરિશીલન
૧૪૩