________________
भवान्त इति कथ्यते ॥१॥ न च शरीरादिनिमित्ताभावे तदनुपपत्तिः, पूर्वपूर्वविशिष्टक्षणानामेव तद्धेतुत्वाद्विशिष्टभावनात एव तेषां विसभागपरिक्षये प्रवृत्तेः । तेषामन्वयिनं त्रिकालानुगतात्मलक्षणमाधारं विना एषा मुक्तिः कदर्थना । सन्तानस्यावास्तवत्वेन बद्धमुक्तव्यवस्थानुपपत्तेः सर्वथाऽभावीभूतस्य क्षणस्योत्तरसशक्षणजननासामर्थ्यादिति ।।३१-९॥
આલયવિજ્ઞાનની પરંપરાને મુક્તિ તરીકે બૌદ્ધોએ વર્ણવી છે. પરંતુ ત્રિકાલવૃત્તિ આત્માધાર વિના એ મુક્તિ તેમના માટે વિડંબના સ્વરૂપ છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે બૌદ્ધોના મતે આલયવિજ્ઞાનની ધારા સ્વરૂપ મુક્તિ છે. પ્રવૃત્તિવિજ્ઞાન સ્વરૂપ ઉપપ્લવથી રહિત અને શેય-ઘટ-પટાદિના આકારથી રહિત એવી જ્ઞાનાત્મક ક્ષણોની પરંપરાને આલયવિજ્ઞાનધારા કહેવાય છે.
બૌદ્ધોના મતે પ્રવૃત્તિવિજ્ઞાનધારા અને આલયવિજ્ઞાનધારા આ બે પ્રકારની વિજ્ઞાનધારા છે. સામાન્ય રીતે બાહ્ય ઘટપટાદિ વિષયાકારને ગ્રહણ કરનારી વિજ્ઞાનધારા, પ્રવૃત્તિ વિજ્ઞાનધારા છે અને તાદશ બાહ્ય વિષય સ્વરૂપ શેયના આકારનો જેમાં અભાવ છે એવી માત્ર અહહું) પ્રત્યયવાળી વિજ્ઞાનધારા આલયવિજ્ઞાનધારા સ્વરૂપ છે. જાગ્રદેવસ્થામાં પ્રવૃત્તિવિજ્ઞાનધારા હોય છે અને સુષુવ્યવસ્થામાં આલયવિજ્ઞાનધારા હોય છે. સુષુખ્યવસ્થા પછી જાગ્રદવસ્થામાં આલયવિજ્ઞાનથી પ્રવૃત્તિ-વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. જે આલયવિજ્ઞાનની ધારાથી ભવિષ્યમાં ક્યારે પણ પ્રવૃત્તિવિજ્ઞાનની ધારા પ્રવર્તતી નથી, તે આલયવિજ્ઞાનની ધારા મુક્તિ છે. તેથી સુષુપ્તિ અવસ્થાની આલયવિજ્ઞાનધારાને મુક્તિસ્વરૂપ માનતા નથી. આ વસ્તુને જણાવવા માટે તેમને ત્યાં જણાવ્યું છે કે રાગાદિક્લેશથી વાસિત ચિત્ત(જ્ઞાન) જ સંસાર છે અને રાગાદિલેશોથી રહિત એવું ચિત્ત જ ભવાંત-મોક્ષ કહેવાય છે.
“મોક્ષમાં શરીરાદિનો અભાવ હોવાથી નિમિત્તના અભાવે મુક્તિમાં આલયવિજ્ઞાનની અનુપપત્તિ છે.” - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે પૂર્વ પૂર્વ વિશિષ્ટ જ્ઞાનાત્મક ક્ષણોથી ઉત્તરોત્તર વિશિષ્ટ વિશિષ્ટ વિજ્ઞાનાત્મક ક્ષણોની ઉત્પત્તિ થાય છે. વિશિષ્ટ ભાવનાથી વિભાગનો પરિક્ષય થવાથી અર્થાત્ પ્રશાંતવાહિતા પ્રાપ્ત થવાથી આલયવિજ્ઞાનધારાની ઉપપત્તિ થાય છે. વિભાગનો(સંક્લેશનો) પરિક્ષય; સર્વ કુર્ણ કુવ, સર્વ ક્ષળ ક્ષણવેમ્, સર્વ અન્નક્ષvi અન્નક્ષન્ અને સર્વ ચં ચ : આ ચાર વિશિષ્ટ ભાવનાથી થાય છે... આ પ્રમાણે બૌદ્ધોની માન્યતા છે. પરંતુ ત્રણેય કાળમાં અનુગત એવા આત્માના (આત્માસ્વરૂપ) આધાર વિના બૌદ્ધો માટે આલયવિજ્ઞાનની ધારા સ્વરૂપ મુક્તિ માનવાની વાત કદર્થનાસ્વરૂપ છે. કારણ કે આત્મસ્વરૂપ આધાર વિના જ્ઞાન ક્યાં ઉત્પન્ન થાય ? “વિજ્ઞાનની સંતતિ- (ધારાપરંપરા)માં જ્ઞાન ઉત્પન્ન થાય છે' - આ પ્રમાણે પણ કહી શકાય એવું નથી. કારણ કે તમારા મતે પૂર્વેક્ષણનો સર્વથા નાશ થતો હોવાથી તાદશજ્ઞાનાત્મક ક્ષણની પરંપરા વાસ્તવિક મનાતી
એક પરિશીલન
૨૩૫