________________
પણ એ વાત અયુક્ત છે. આત્માનું કૃવત્વ વાસ્તવિક છે.. ઇત્યાદિ વિચારવાથી સમજાશે કે બૌદ્ધોની વાત ધ્યાનમાં લેવા જેવી નથી. ૨૫-૧૧ પાતંજલોની માન્યતાનુસાર ક્લેશ હાનિના ઉપાય જણાવાય છે–
विवेकख्यातिरुच्छेत्री, क्लेशानामनुपप्लवा ।
સપ્તધા પ્રાન્તમૈજ્ઞા, વાર્થચિત્તવિમુક્ટિમિઃ ર૧-૧૨ા विवेकेति-विवेकख्यातिः प्रतिपक्षभावनाबलादविद्यापविलये विनिवृत्तज्ञातृत्वकर्तृत्वाभिमानाया रजस्तमोमलानभिभूताया बुद्धेरन्तर्मुखायाश्चिच्छायासङ्क्रान्तिरनुपप्लवान्तरान्तराव्युत्थानरहिता क्लेशानामुच्छेत्री । यदाह-“विवेकख्यातिरविप्लवा हानोपायः” [२-२६] । सा च सप्तधा सप्तप्रकारैः प्रान्तभूप्रज्ञा सकलसालम्बनसमाधिपर्यन्तभूमिधीभवति । कार्यचित्तविमुक्तिभिश्चतुस्त्रिप्रकाराभिः । तत्र न मे ज्ञातव्यं किञ्चिदस्ति, क्षीणा मे क्लेशाः, न मे क्षेतव्यं किञ्चिदस्ति, अधिगतं(ता)मया हानप्राप्तविवेकख्यातिरिति कार्यविषयनिर्मलज्ञानरूपाश्चतस्रः कार्यविमुक्तयः । चरितार्था मे बुद्धिगुणाः कृताधिकारा मोहबीजाभावात् कुतोऽमीषां प्ररोहः, सात्मीभूतश्च मे समाधिरिति, स्वरूपप्रतिष्ठोऽहमिति गुणविषयज्ञानरूपास्तिस्रश्चित्तવિમુpય રૂતિ તાવમુë–“ત સપ્તધા પ્રાન્તમૂ(નિ.)ષષેતિ” રિ-ર૭] I/ર૦-૧ર
“ઉપપ્લવથી રહિત એવી વિવેકખ્યાતિ ફ્લેશોનો ઉચ્છેદ કરનારી છે. કાર્યવિમુક્તિ અને ચિત્તવિમુક્તિ(ચાર અને ત્રણ પ્રકારની)ના ભેદથી તે વિવેકખ્યાતિ સાત પ્રકારની ઉત્તમ અવસ્થાવાળી બુદ્ધિ સ્વરૂપ છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે પાતંજલયોગસૂત્રમાં જણાવ્યા મુજબ અવિદ્યાદિસ્વરૂપ ક્લેશોનો ઉચ્છેદ, ઉપપ્લવથી રહિત એવી વિવેકખ્યાતિથી થાય છે. અવિદ્યાની પ્રતિપક્ષ(વિરુદ્ધ) ભાવનાથી અવિદ્યાનો પ્રલય થયે છતે; હું જાણું છું, હું કરું છું... ઇત્યાદિ પ્રકારનું અભિમાન(જ્ઞાતૃત્વ-કર્તુત્વાભિમાન) નિવૃત્ત થાય છે. આવી નિવૃત્તાભિમાનવાળી બુદ્ધિ રજોગુણ અને તમોગુણથી અભિભૂત નથી હોતી. તેથી તાદશ બાહ્યવિષયોથી પરામુખ એવી અંતર્મુખ બુદ્ધિમાં પુરુષનું ચિતૂપ સંક્રાંત થાય છે. આ ચિચ્છાયાની સંક્રાંતિને વિવેકખ્યાતિ કહેવાય છે. વચ્ચે વચ્ચે જ્યારે વ્યુત્થાન અર્થાત્ મિથ્યાજ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય ત્યારે તે વિવેકખ્યાતિ, ઉપપ્લવવાળી કહેવાય છે. તેનાથી ભિન્ન, ઉપપ્લવથી રહિત એવી વિવેકખ્યાતિ અવિદ્યાદિ ક્લેશોનો ઉચ્છેદ કરનારી છે. આ પ્રમાણે પાતંજલ યોગસૂત્રમાં(૨-૨૬માં) જણાવ્યું છે કે “વિપ્લવ-મિથ્યાજ્ઞાનથી રહિત એવી વિવેકખ્યાતિ, અવિદ્યાદિ ક્લેશની હાનિનો ઉપાય છે.”
આ વિવેકખ્યાતિ, સાત પ્રકારથી પ્રાંતભૂપ્રજ્ઞા સ્વરૂપ બને છે. સકલ સાલંબનસમાધિની છેલ્લી અવસ્થાપન્ન બુદ્ધિસ્વરૂપ પ્રાંતભૂપ્રજ્ઞા છે. એના કાર્યવિમુક્તિને લઈને અને ચિત્તવિમુક્તિને લઈને અનુક્રમે ચાર અને ત્રણ પ્રકાર હોવાથી તે સાત પ્રકારની છે. વિવેકખ્યાતિને પ્રાપ્ત કરેલા
એક પરિશીલન
૪૫