________________
આ રીતે વચનાનુષ્ઠાનના કારણે દશ પ્રકારનો બધો જ યતિધર્મ શુક્લ ઉત્પન્ન થાય છે; તેથી “એક માસ, બે માસ, ત્રણ માસ આદિ દીક્ષાના પર્યાયમાં અનુક્રમે વ્યત્તરનિકાયના દેવ વગેરેની તેજલેશ્યાનું અતિક્રમણ થાય છે.” - આ પ્રમાણે જે પ્રજ્ઞમિ(ભગવતી) વગેરે સૂત્રમાં જણાવ્યું છે તે ગુણશ્રેણિ, અધ્યવસાયની પ્રવૃદ્ધિને લઈને સંગત થાય છે - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્યર્થ છે.
કહેવાનો આશય એ છે કે પ્રજ્ઞપ્તિ - વિવાહપ્રજ્ઞમિ(ભગવતી) વગેરે સૂત્રમાં ફરમાવ્યું છે કે દીક્ષાનો એક માસનો પર્યાય થાય ત્યારે વ્યંતરનિકાયના સામાન્યદેવતાઓની તેજોલેશ્યાનો અતિક્રમ થાય છે. છ વેશ્યાઓમાં કૃષ્ણ, નીલ અને કાપોત - આ ત્રણ લેશ્યા અશુભ છે અને તેજો, પધ અને શુકુલ - આ ત્રણ લેશ્યાઓ શુભ છે. આત્માને શુભાશુભ અધ્યવસાયમાં સહાયભૂત પુદ્ગલવિશેષને દ્રવ્યલેશ્યા કહેવાય છે; અને તે શુભાશુભ અધ્યવસાયમાં કારણભૂત મનઃપરિણામવિશેષને ભાવલેશ્યા કહેવાય છે. જીવને સામાન્ય રીતે ગતિવિશેષમાં અમુક અમુક દ્રવ્યલેશ્યાઓ હોય છે, જયારે ભાવલેશ્યાઓ તો અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પરિવર્તમાન હોય છે.
છ”માંથી કોઈ પણ એક ભાવલેશ્યા તે તે સમયે હોય છે. સામાન્ય રીતે ઘાતકર્મોને આશ્રયી લેશ્યાનો વિચાર કરાય છે... જિજ્ઞાસુએ વેશ્યાના જાણકાર પૂ. ગુરુદેવશ્રી પાસેથી લેશ્યાનું સ્વરૂપ વિસ્તારથી સમજી લેવું જોઇએ. અહીં એ વિષય ન હોવાથી વિસ્તારથી જણાવ્યું નથી.
- વાણવ્યંતરદેવોને ભવપ્રત્યયિક(જન્મસહજ) તેજલેશ્યા હોય છે. એના યોગે સહજ રીતે જ તેઓને શુભ વિચાર આવતા હોય છે. આવી રીતે એક માસના પર્યાયવાળા મુનિભગવંતોને વાણવ્યંતરદેવોની અપેક્ષાએ શ્રેષ્ઠ તેજોલેશ્યા હોય છે. આ પ્રમાણે બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના, પાંચ મહિના, છ મહિના, સાત મહિના, આઠ મહિના, નવ મહિના, દસ મહિના, અગિયાર મહિના અને બાર મહિનાના દિક્ષાપર્યાયમાં અનુક્રમે ૨. ભવનપતિ; ૩. અસુરકુમાર; ૪. ગ્રહ-નક્ષત્ર-તારા; ૫. સૂર્ય-ચંદ્ર; ૬. પહેલા-બીજા; ૭. ત્રીજા-ચોથા; ૮. પાંચમા-છઠ્ઠી; ૯. સાતમા-આઠમા; ૧૦. નવ-દસ-અગિયાર-બારમા દેવલોકના વૈમાનિક દેવો; ૧૧. નવ રૈવેયક અને ૧૨. પાંચ અનુત્તર વિમાનના દેવોની તેજલેશ્યા કરતાં શ્રેષ્ઠ તેજોલેશ્યા હોય છે. અહીં તેજલેશ્યા શબ્દનો અર્થ ‘પ્રશસ્ત-શુભલેશ્યા સમજવો. માત્ર બાર મહિનાના દીક્ષાપર્યાયમાં આવી રીતે અનુત્તરવિમાનના દેવતાઓની તેજોલેશ્યા-પ્રશસ્ત(શુભ)લેશ્યા(અધ્યવસાય)નું અતિક્રમણ થાય છે. અર્થાત્ તેઓના સુખની સ્થિતિ કરતાં અધિક સુખની સ્થિતિ પ્રાપ્ત થાય છે.
અહીં યાદ રાખવું જોઇએ કે માત્ર સુખની સ્થિતિનું અહીં સામ્ય દર્શાવ્યું છે. આથી વિશેષ કોઈ સામ્ય દર્શાવવાનો આશય નથી. આમ પણ સંયમજીવનના ક્ષયોપશમભાવની તુલના દેવલોકના પુણ્યના ઉદયની સાથે કરવાનું શક્ય નથી. અનુત્તરવિમાનના દેવતાઓ પળે પળે જેની ઝંખના કરતા હોય છે એ સર્વવિરતિધર્મના આનંદની કોઈ અવધિ નથી. અનુત્તરવિમાનના
૧૪૦
દીક્ષા બત્રીશી