________________
બારમા ગુણસ્થાનકના અંતે યોગી ક્ષયોપશમભાવના સઘળા ય ધર્મોનો ત્યાગ કરી કૃતકૃત્ય બને છે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. //ર૪-૩ના ધર્મસત્યાસયોગથી પ્રાપ્ત થનારા ફળનું વર્ણન કરાય છે–
केवलश्रियमासाद्य, सर्वलब्धिफलान्विताम् ।
परम्परार्थं सम्पाद्य, ततो योगान्तमश्नुते ॥२४-३१॥ केवलेति-केवलश्रियं केवलज्ञानलक्ष्मीमासाद्य प्राप्य सर्वलब्धिफलान्वितां सर्वोत्सुक्यनिवृत्त्या परम्परार्थं यथाभव्यं सम्यक्त्वादिलक्षणं सम्पाद्य ततो योगान्तं योगपर्यन्तमश्नुते प्राप्नोति ॥२४-३१।।
“ત્યાર બાદ સર્વ પ્રકારની લબ્ધિઓથી યુક્ત એવી કૈવલ્યલક્ષ્મીને પ્રાપ્ત કરી અને બીજા જીવોને શ્રેષ્ઠ અર્થને પ્રાપ્ત કરાવીને યોગની પૂર્ણતાને પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે એકત્રીસમાં શ્લોકનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે ધર્મસભ્યાસયોગના પ્રયોગથી યોગીજનો સર્વ પ્રકારની લબ્ધિઓથી યુક્ત એવી કેવલજ્ઞાનસ્વરૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. કોઈ પણ પ્રકારની ઉત્સુકતાનો આઠમી દૃષ્ટિમાં અભાવ હોવાથી દરેક પ્રકારની લબ્ધિઓ પ્રગટે છે. પરંતુ વૈરાગ્યાદિ ગુણોને લઇને સર્વથા ઔસુજ્યથી પરિવર્જિત યોગીજનો માત્ર આત્મરમણતામાં લીન હોય છે, તેથી કૈવલ્યાવસ્થાને તેઓ પ્રાપ્ત કરે છે. આમ છતાં તેઓશ્રી દેશના દ્વારા બીજાઓને તેમની યોગ્યતા મુજબ શ્રેષ્ઠ એવાં સમ્યગ્દર્શન, દેશવિરતિ અને સર્વવિરતિ આદિ સ્વરૂપ પરાર્થને પ્રાપ્ત કરાવે છે અને ત્યાર બાદ યોગાંતને (શૈલેશી અવસ્થાને) તેઓશ્રી પ્રાપ્ત કરે છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૪-૩૧ શૈલેશી અવસ્થાનું (યોગાતનું) ફળ વર્ણવાય છે
तत्रायोगाद् योगमुख्याद्, भवोपग्राहिकर्मणाम् ।
ક્ષય કૃત્વા પ્રત્યુવૈદ, પરમાનન્દન્દિરમ્ //ર૪-રૂરી तत्रेति-तत्र योगान्ते शैलेश्यवस्थायाम् । अयोगादव्यापाराद् योगमुख्याद् भवोपग्राहिणां कर्मणां क्षयं શ્રા કણ્વન્તવાન્ત પરમાનન્દન્દિરં પ્રયાતિ //ર૪-રૂરી
“યોગાતે મનોયોગાદિના અભાવ સ્વરૂપ (નિરોધ સ્વરૂપ) સર્વોત્કૃષ્ટ યોગથી ભવોપગ્રાહિ કર્મોનો ક્ષય કરી લોકના અંતે રહેલા પરમાનંદના આશ્રયભૂત મોક્ષે યોગીજનો પ્રયાણ કરે છે.” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો સામાન્યર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે.
શૈલેશી અવસ્થામાં સર્વોત્કૃષ્ટ યોગની પ્રાપ્તિ થાય છે, જે મન વચન અને કાયાના વ્યાપારના નિરોધ રૂપ છે. યોગના અંતે મનોયોગાદિનો કોઈ વ્યાપાર (પ્રયોગ-ઉપયોગ) હોતો નથી, તેથી અયોગસ્વરૂપ સર્વોત્કૃષ્ટ યોગની પ્રાપ્તિથી ભવોપગ્રાહિ (આયુષ્ય નામ ગોત્ર અને વેદનીય) - ચાર અઘાતિ કર્મોનો ક્ષય થાય છે અને તેથી સર્વથા કર્મથી રહિત એવા યોગી લોકાકાશના અંતભાગમાં
એક પરિશીલન