________________
रलेति-रलशिक्षादृशोऽन्या हि यथा शिक्षितस्य सतस्तन्नियोजनक्, तथाचारक्रियाप्यस्य भिक्षाटनादिलक्षणा फलभेदाद्विभिद्यते । पूर्वं हि साम्परायिककर्मक्षयः फलम्, इदानीं तु भवोपग्राहिकर्मक्षय રૂતિ ર૪-૨I
“રત્નનો અભ્યાસ કરનાર માણસની રત્ન જોવાની દૃષ્ટિથી જેમ રત્નની પરીક્ષામાં નિપુણ માણસની દૃષ્ટિમાં ભેદ હોય છે, તેમ અહીં પણ ફળના ભેદના કારણે ભિક્ષાટનાદિની ક્રિયા પૂર્વેની એ ક્રિયાથી જુદી છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે રત્નોનું જ્ઞાન મેળવવાની જેમને ઇચ્છા હોય છે, તેવા લોકો જ્યારે તેનો અભ્યાસ કરતા હોય ત્યારે રત્નને જોવાની દૃષ્ટિ કરતાં; રત્નનો વ્યાપાર કરતી વખતે જે દૃષ્ટિ હોય છે, તેમાં ફરક હોય છે. અભ્યાસકાળમાં સાચા-ખોટાનો ભેદ પારખવાનું તાત્પર્ય હોય છે અને રત્નના નિયોજન (વ્યાપાર) કાળમાં તેના મૂલ્યને પારખવાનું તાત્પર્ય હોય છે. એમ અહીં આઠમી દૃષ્ટિ પ્રાપ્ત થવાની પૂર્વેની અને આઠમી દૃષ્ટિ પ્રાપ્ત થયા પછીની ભિક્ષાટનાદિની ક્રિયામાં પણ ભેદ છે. કારણ કે આ દૃષ્ટિ પ્રાપ્ત થતાં પૂર્વે ભિક્ષાટનાદિની ક્રિયાથી કષાયપ્રત્યયિક બદ્ધ કર્મોનો(ઘાતી કર્મોનો) ક્ષય થતો હતો અને હવે આ દષ્ટિ પ્રાપ્ત થયા પછી ભવોપાહી (અઘાતી) કર્મોનો ક્ષય થાય છે. આ રીતે ફળની વિશેષતાના કારણે તે તે ભિક્ષાટનાદિની ક્રિયામાં વિશેષતા છે... ઇત્યાદિ યોગદષ્ટિ એક પરિશીલનથી બરાબર સમજી લેવું. ૨૪-૨ શિક્ષાચા... ઈત્યાદિ શ્લોકથી વર્ણવેલા આશયને સ્પષ્ટ કરાય છે–
कृतकृत्यो यथा रननियोगाद्रनविद् भवेत् ।
તથા થર્મચાવિનિયોગાત્મહામુનિઃ ર૪-રૂ. कृतकृत्य इति-यथा रलस्य नियोगाच्छुद्धदृष्ट्या यथेच्छव्यापाराद्वणिग्रनवाणिज्यकारी कृतकृत्यो भवेत् । तथायमधिकृतदृष्टिस्थो धर्मसंन्यासविनियोगाद् द्वितीयापूर्वकरणे महामुनिः कृतकृत्यो भवति ॥२४-३०॥
“જેમ રત્નના જાણકાર રત્નના નિયોગથી કૃતકૃત્ય થાય છે, તેમ આ પરાષ્ટિમાં રહેલા મહામુનિ ધર્મસશ્વાસયોગના વિનિયોગથી કૃતકૃત્ય થાય છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે રત્નની જાતિ, તેના સામર્થ્ય અને તેના મૂલ્ય આદિના જાણકારો જેમ પોતાની ઇચ્છા મુજબ વ્યાપાર કરવાથી કૃતકૃત્ય બને છે; અર્થાત્ ભવિષ્યમાં એવી કોઈ અપેક્ષા રહેતી નથી તેમ અહીં પણ બીજા અપૂર્વકરણે (આઠમા ગુણસ્થાનકે) રહેલા મહામુનિઓ પણ ધર્મસળ્યાસયોગના વિનિયોગથી (પ્રયોગ-વ્યાપારથી) કૃતકૃત્ય થાય છે. કારણ કે ત્યાર પછી તેઓશ્રીને કોઈ પણ કાર્ય કરવાનું રહેતું નથી. ક્ષમાદિ ક્ષયોપશમભાવના ધર્મોનો સર્વથા ત્યાગ જેમાં છે, તેને ધર્મસયાસયોગ કહેવાય છે, જે સામર્થ્યયોગ દરમ્યાન હોય છે.
૩૦
સદ્દષ્ટિ બત્રીશી