________________
સમાધિ, ધ્યાનવિશેષસ્વરૂપ હોવાથી પ્રભાષ્ટિમાં અને પરાષ્ટિમાં ખાસ ફરક હોય એવું ના લાગે, તેથી પ્રભા દૃષ્ટિમાં અને પરાષ્ટિમાં જે વિશેષતા છે – તે જણાવાય છે
निराचारपदो हास्यामतः स्यान्नातिचारभाक् ।
चेष्टा चास्याखिला भुक्तभोजनाभाववन्मता ॥२४-२८॥ निराचारेति-अस्यां दृष्टौ योगी नातिचारभाक् स्यात् तन्निबन्धनाभावाद् । अतो निराचारपदः प्रतिक्रमाद्यभावात् । चेष्टा चास्यैतदृष्टिमतोऽखिला भुक्तभोजनाभाववन्मता आचारजेयकर्माभावात् तस्य भुक्तप्रायत्वात्सिद्धत्वेन तदिच्छाविघटनात् ।।२४-२८।।
આ દૃષ્ટિમાં યોગીને અતિચારનો સંભવ નથી, તેથી અહીં યોગીને કોઈ વિશેષ આચાર હોતા નથી. આ દૃષ્ટિમાં યોગીની બધી જ ચેષ્ટા ભક્તના ભોજનના અભાવ જેવી મનાય છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પરાષ્ટિમાં, અતિચારના નિમિત્તભૂત સંજવલનના કષાયો નાશોન્મુખ હોવાથી અતિચાર લાગતા નથી. આઠમા ગુણસ્થાનાદિમાં પ્રાપ્ત આ દૃષ્ટિમાં યોગીઓ અતિચારથી રહિત હોય છે.
આ રીતે અહીં પરાષ્ટિમાં અતિચારનો સંભવ જ ન હોવાથી પ્રતિક્રમણાદિસ્વરૂપ આચાર પણ હોતા નથી, તેથી અહીં નિરાચારપદના યોગી હોય છે. આમ છતાં અહીં જે કોઇ હિતકારિણી અને અહિતપરિહારિણી ચેષ્ટા દેખાય છે તે ભક્તના ભોજનાભાવ જેવી મનાય છે. જેણે જમી લીધું છે તે જેમ ભોજન કરતો નથી, તેમ અહીં પણ તેવા પ્રકારની ચેષ્ટા હોવા છતાં તે નથી એમ જ મનાય છે. કારણ કે જ્ઞાનાદિ આચારથી ખપાવવા યોગ્ય કર્મોનો અહીં અભાવ છે. લગભગ અહીં કર્મો ક્ષીણ થયેલાં હોય છે. તેથી જમી લીધેલા માણસોને જેમ જમવાની જરૂર નથી હોતી તેમ અહીં મુક્તપ્રાય(જમી લીધેલાની જેમ) યોગી હોવાથી તેમને આચારથી કોઈ ફળવિશેષની સિદ્ધિ થતી નથી. કારણ કે ભોજન કરી લીધેલું હોવાથી તેની ઇચ્છા જેમ નાશ પામે છે અને તેથી તેને ભોજનનું કોઈ પ્રયોજન રહેતું નથી તેમ જ અહીં પણ પૂર્વ કાળે કરેલા આચારથી કર્મોનો લગભગ નાશ થયો હોવાથી યોગીને આચારનું કોઈ પ્રયોજન નથી. ૨૪-૨૮,
कथं तर्हि भिक्षाटनाद्याचारोऽत्रेत्यत आह
ઉપર જણાવ્યા મુજબ આઠમી દષ્ટિમાં આચારનું પ્રયોજન ન હોય તો પછી ભિક્ષાટન વગેરે આચાર અહીં કેમ હોય છે. આ શંકાનું સમાધાન કરાય છે
रत्नशिक्षादृगन्या हि, तन्नियोजनदृग् यथा । फलभेदात् तथाचारक्रियाप्यस्य विभिद्यते ॥२४-२९॥
એક પરિશીલન