________________
છે. અહીં જ્ઞાનાતમતમાં તો આત્માનો સર્વથા અભાવ હોવાથી સર્વથા અપ્રસિદ્ધમાં નૈરાભ્યપ્રતિપાદકાદિનો વ્યપદેશ(વ્યવહાર-આરોપ) સાવ જ અસંગત છે. કારણ કે કોઈ એક સ્થાને યથાર્થ જ્ઞાનનો વિષય થયો હોય તેનો જ અન્યત્ર આરોપ થાય છે. સર્વથા અપ્રસિદ્ધમાં આરોપ થતો નથી. આથી જ બીજા લોકોના શાસ્ત્રમાં જે જણાવ્યું છે કે - “જેમ કુમારી સ્વપ્રમાં પુત્રને જન્મેલો જોઇને આનંદ પામે છે અને બીજા સ્વપ્રમાં તેને મરેલો જોઈને વિષાદ પામે છે, તેમ બધા જ ધર્મોને કાલ્પનિક જાણવા”... તે વગેરે સંસારની અસારતાને જણાવવા માટે જ વર્ણવ્યું છે. સર્વથા વસ્તુમાત્રના અભાવને જણાવવા માટે કહ્યું નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ અપ્રસિદ્ધમાં આરોપ થતો નથી. આરોપ માટે પણ વસ્તુને પ્રસિદ્ધ કર્યા વિના ચાલે એવું નથી... ઇત્યાદિ વિચારવું જોઈએ. ૨૫-છા.
પ્રથમ વિકલ્પમાં નૈરામ્યનો અયોગ છે તે જણાવીને બીજા વિકલ્પમાં પણ તેનો અયોગ છે – એ જણાવાય છે–
द्वितीयेऽपि क्षणादूर्वा, नाशादन्याप्रसिद्धितः ।
अन्यथोत्तरकार्याङ्गभावाविच्छेदतोऽन्वयात् ॥२५-८॥ __ द्वितीयेऽपीति-द्वितीयेऽपि पक्षे नैरात्म्यायोगतो नैतदिति सम्बन्धः । क्षणादूर्ध्वं क्षणिकस्यात्मनो नाशादन्यस्यानन्तरक्षणस्याप्रसिद्धित आत्माश्रयानुष्ठानफलाद्यनुपपत्तेः । अन्यथा भावादेव भावाभ्युपगमे, उत्तरकार्यं प्रत्यङ्गभावेन परिणामिभावेनाविच्छेदतोऽन्वयात् पूर्वक्षणस्यैव कथञ्चिदभावीभूतस्य तथापरिणमने क्षणद्वयानुवृत्तिधौव्यात् । सर्वथाऽसतः खरविषाणादेरिवोत्तरभावपरिणमनशक्त्यभावात्सदृशक्षणान्तरसामग्रीसम्पत्तेरतियोग्यतावच्छिन्नशक्त्यैवोपपत्तेरिति ।।२५-८।।
બીજા વિકલ્પમાં પણ નૈરાભ્ય સંગત નથી. કારણ કે ક્ષણિક એવા આત્માનો અનંતરક્ષણમાં તરત જ સર્વથા નાશ થતો હોવાથી ત્યાર પછી અનંતર ક્ષણ સ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ નથી. અન્યથા પૂર્વેક્ષણથી ઉત્તરક્ષણની ઉત્પત્તિ થાય છે એમ માનવામાં આવે તો તે સ્વરૂપે (કાર્યરૂપે) કારણક્ષણનો અન્વય(સંબંધ) વિદ્યમાન હોવાથી સર્વથા ક્ષય નહિ મનાય.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. માત્ર શબ્દશઃ શ્લોકાર્ધ - “બીજા પક્ષમાં પણ એક ક્ષણ પછી આત્માનો નાશ થવાથી અન્ય ક્ષણની અપ્રસિદ્ધિના કારણે નૈરાભ્ય સંગત નથી. અન્યથા ઉત્તરાણ સ્વરૂપ કાર્યના અંગ તરીકે પૂર્વેક્ષણનો સંબંધ હોવાથી બેક્ષણવૃત્તિના કારણે સ્થિરતાનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણે છે.
કહેવાનો આશય એ છે કે “મૈરાભ્યાડો તો.' ઇત્યાદિ શ્લોકમાં જણાવ્યા મુજબ “આત્મા ક્ષણિક છે, તેથી નૈરાભ્ય છે' - આ બીજો પક્ષ સ્વીકારવામાં આવે તો તે પક્ષમાં પણ નૈરામ્ય સંગત નથી. કારણ કે ક્ષણ પછી ક્ષણિક એવા આત્માનો નાશ થવાથી અને બીજા એવા અનંત
૪૦
ક્લેશતાનોપાય બત્રીશી