________________
આત્માના અભાવના કારણે નૈરાભ્ય છે : આ પ્રથમ વિકલ્પમાં દૂષણાંતર જણાવીને જ્ઞાનાદ્વૈતવાદીના મતમાં પણ દોષ જણાવાય છે–
वक्त्राद्यभावतश्चैव, कुमारीसुतबुद्धिवत् ।
विकल्पस्याप्यशक्यत्वाद्, वक्तुं वस्तु विना स्थितम् ॥२५-७॥ वक्त्रादीति-वक्त्रादीनां नैरात्म्यप्रतिपादकतद्रष्ट्रादीनामभावतश्चैव । आद्यपक्षे नैरात्म्यायोगतो नैतदिति सम्बन्धः । ज्ञानवादिमते त्वाह-कुमारीसुतबुद्धिवदकृतविवाहस्त्रीपुत्रज्ञानवत् । विकल्पस्यापि प्रतिपादकादिगतस्य स्थितं वस्तु विना वक्तुमशक्यत्वात् । कुमारीसुतबुद्धिरपि हि प्रसिद्धयोः कुमारीसुतपदार्थयोः सम्बन्धमेवारोपितमवगाहते । प्रकृते त्वात्मन एवाभावात्तत्प्रतिपादकादिव्यपदेशो निर्मूल एव । क्वचित्प्रमितस्यैव क्वचिदारोप्यत्वाद् । इत्थं च-“यथा कुमारी स्वप्नान्तरेऽस्मिन् जातं च पुत्रं विगतं च पश्येत् । जाते च हृष्टाऽपगते विषण्णा तथोपमान् जानत सर्वधर्मान् ।।१।।” इत्यादि परेषां शास्त्रमपि संसारासारतार्थवादमात्रपरतयैवोपयुज्यते इति द्रष्टव्यम् ।।२५-७।।।
“વક્તાદિનો અભાવ હોવાથી પ્રથમ વિકલ્પમાં નૈરાભ્ય સંગત નથી. વસ્તુની સ્થિતિ વિના કુમારીના પુત્રની બુદ્ધિની જેમ વિકલ્પનું નિર્વચન પણ (પ્રથમ પક્ષમાં) શક્ય નથી.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો સામાન્ય અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે સર્વથા આત્માનો અભાવ માનનારા બૌદ્ધોના મતમાં નૈરાજ્યનું પ્રતિપાદન કરનાર, નૈરાજ્યના જ્ઞાતા અને તેના જોનારાનો અભાવ હોવાથી નૈરામ્ય સંગત નથી. કારણ કે તાદેશ વક્તા જ્ઞાતા કે દ્રષ્ટા ચેતન આત્મા હોય છે. જયાં તેનો જ અભાવ હોય ત્યાં તાદશ નૈરાભ્યપ્રતિપાદક વગેરે ન હોવાથી તેની સિદ્ધિ સંગત નથી. આત્માના અભાવપક્ષમાં તાદશ વક્તાદિના અભાવનો પ્રસંગ હોવાથી નૈરાભ્ય સંગત નથી – એ સમજી શકાય છે.
જ્ઞાનાતવાદીના મતમાં જ્ઞાનને છોડીને બીજા કોઇ પદાર્થો સત્ નથી. બાહ્ય ઘટપટાદિ પદાર્થો જ્ઞાનના જ આકારવિશેષ છે. સ્વપ્રમાં જણાતા પદાર્થોની જેમ ઘટપટાદિ જણાતા અર્થો અસત્ છે. તેથી સર્વત્ર ભ્રમાત્મક પ્રતીતિને લઇને વ્યવહાર ચાલે છે. એવી રીતે નૈરામ્યપ્રતિપાદકાદિનો વ્યવહાર પણ ભ્રમાત્મક ઉપપન્ન છે. એના અનુસંધાનમાં મારીસુત ઈત્યાદિ પદોથી જ્ઞાનાદ્વૈતવાદીના મતની અયુક્તતા જણાવાય છે.
આશય એ છે કે જેનો વિવાહ થયો નથી એવી સ્ત્રીને થનારી પુત્રબુદ્ધિની જેમ વિકલ્પ પણ અર્થાત્ નૈરાશ્ય-પ્રતિપાદકાદિસંબંધી વિકલ્પ પણ વસ્તુની સ્થિતિ વિના કહી શકાય એમ નથી. કારણ કે કુમારીને સ્વપ્રાવસ્થામાં પોતાને પુત્રની પ્રાપ્તિ થઈ ઇત્યાદિ જે બુદ્ધિ થાય છે તે પણ કુમારી અને પુત્રઃ આ બંન્ને જે પ્રસિદ્ધ પદાર્થો છે, તે બંન્નેના સંબંધનો આરોપ કરવાથી થાય છે. અર્થાત્ પ્રસિદ્ધ પદાર્થોના સંબંધનો અન્યત્ર આરોપ કરીને ભ્રમાત્મક બુદ્ધિ થતી હોય
એક પરિશીલન