________________
अथेति-अर्थतन्मुक्तिसुखे नित्यत्वमनादित्वं चेत्तथापि न एष नयोऽस्तु संसारदशायां कर्माच्छन्नस्यापि सुखस्य द्रव्यार्थतया शाश्वतात्मस्वभावत्वात् । सर्वथोपगमे चैकान्ततोऽनादित्वाश्रयणे च सर्वदा संसारदशायामपि तदुपस्थितिर्मुक्तिसुखाभिव्यक्तिः स्याद् । अभिव्यञ्जकाभावेन तदा तदभिव्यक्त्यभावसमर्थने च घटादेरपि दण्डाद्यभिव्यङ्ग्यत्वस्य सुवचत्वे साङ्ख्यमतप्रवेशापातात् ॥३१-१६।।
નિત્ય ઉત્કૃષ્ટ એવા સુખની અભિવ્યક્તિને મુક્તિ માનનારાઓના મતમાં “અનાદિવસ્વરૂપ નિત્યત્વ હોય તોપણ તે અમારી-જૈનોની માન્યતાનો નય છે. સર્વથા અનાદિવસ્વરૂપ નિત્યત્વ માનવામાં આવે તો નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિ સર્વદા થયા જ કરશે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો સામાન્યાર્થ છે. તેનો અર્થ સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે, જો મુક્તિના સુખમાં રહેલું નિત્યત્વ, અનાદિવસ્વરૂપ હોય તો તે નય અમારો છે જ. કારણ કે સંસારની દશામાં કર્મથી આચ્છાદિત પણ સુખ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ શાશ્વત આત્મસ્વભાવ રૂપ છે. આત્મા જેમ સર્વદા વિદ્યમાન છે, તેમ તેનું સુખ પણ સર્વદા વિદ્યમાન છે જ. | સર્વથા (અર્થાત પર્યાયાર્થિકનયથી પણ) સુખમાં અનાદિત્વસ્વરૂપ નિત્યત્વ માની લેવામાં આવે તો તે નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિ સર્વદા થવાનો પ્રસંગ આવશે. યદ્યપિ તેના નિવારણ માટે એમ કહી શકાય છે કે નિત્યસુખના અભિવ્યંજક સર્વદા ન હોવાથી તે નિત્ય હોવા છતાં તેની અભિવ્યક્તિ સર્વદા થતી નથી. પરંતુ એમ કહેવાથી તો ઘટાદિને પણ સર્વથા નિત્ય માનીને દંડાદિ સ્વરૂપ અભિવ્યંજકના અભાવે તેની અભિવ્યક્તિ સર્વદા થતી નથી - આ પ્રમાણે પણ સારી રીતે કહી શકાય છે અને તેથી સાંખ્યમતમાં પ્રવેશનો પ્રસંગ આવશે. આથી સમજી શકાશે કે કથંચિત્ અનાદિત્ય સ્વરૂપ નિત્યત્વ મુક્તિસુખમાં માનવું જોઈએ, જે અમારો-જૈનોનો માન્ય નય છે. ૩૧-૧૬lી. વેદાંતીઓના મતનું નિરાકરણ કરાય છે–
वेदान्तिनस्त्वविद्यायां, निवृत्तायां विविक्तता ।
सेत्याहुः साऽपि नो तेषामसाध्यत्वादवस्थितेः ॥३१-१७।। वेदान्तिनस्त्विति-वेदान्तिनस्तु अविद्यायां निवृत्तायां विविक्तता केवलात्मावस्थानं सा मुक्तिरित्याहुः, सापि नो तेषां युक्तेति शेषः । अवस्थितेर्विज्ञानसुखात्मकस्य ब्रह्मणः प्रागप्यवस्थानादसाध्यत्वात् । कण्ठगतचामीकरन्यायेन भ्रमादेव नात्र(s)प्रवृत्तिरिति तु भ्रान्तपर्षदि वक्तुं शोभत इति भावः ।।३१-१७।।
“અવિદ્યાની નિવૃત્તિ થયે છતે આત્માની સ્વ-સ્વરૂપમાં જે અવસ્થિતિ છે, તેને મુક્તિ તરીકે વેદાંતીઓ વર્ણવે છે. પરંતુ એ પણ યુક્ત નથી. કારણ કે અનાદિકાળથી આત્માની સ્વરૂપમાં અવસ્થિતિ હોવાથી મુક્તિમાં સાધ્યત્વ નથી.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વેદાંતીઓના મતે આત્માની બદ્ધાવસ્થા(સંસારદશા) અવિદ્યાના કારણે છે. એ
૨૪૦
મુક્તિ બત્રીશી