________________
शरीराद्यनुरागस्तु न गतो यस्य तत्त्वतः ।
તેષામેજિમાવોડપિ ઘાનિયતઃ મૃતઃ ર૮-૧૧ “જેમના શરીર પ્રત્યેનો અનુરાગ ગયો નથી; તેમની એકાકી ચર્યા વગેરે વસ્તુતઃ ક્રોધાદિ કષાયના કારણે છે.” - આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે સંયમજીવનમાં કોઈ પણ પરપદાર્થની અપેક્ષા ન હોવાથી પૂ. સાધુમહાત્માઓ “એકાકી'(અસહાય) હોય છે. સર્વથા નિઃસહાય જીવવાના સ્વભાવવાળા પૂ. સાધુભગવંતો ગચ્છમાં રહેતા હોવા છતાં એકાકી છે. શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલો પરમતારક દીક્ષાનો માર્ગ જો તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ આરાધાય તો ખરેખર જ અદ્ભુત છે. અપેક્ષાનું નામ નહિ અને સુખની કોઈ સીમા નહિ – આવી અવસ્થાનું નામ જ ખરેખર “દીક્ષા' છે. પરંતુ આવી દીક્ષામાં શરીર પ્રત્યે કે વિષયો પ્રત્યે અનુરાગ હોય તો એ એકાકી અવસ્થા ક્રોધાદિના કારણે છે – એ માન્યા વિના ચાલે એવું નથી. ચાલુ વ્યવહારમાં આપણને એ જોવા મળે છે કે કષાયના આવેશવાળો માણસ સર્વથા નિઃસહાય બનીને એકાંતમાં બેસી જાય છે. રાજાની રાણીઓ પણ એ રીતે કોપગૃહમાં જતી. પરંતુ ત્યાં જેમ શરીરથી મુક્ત થવાનો આશય નથી, પરંતુ બીજા કોઈ પદાર્થ પ્રત્યે ઉત્કટ રાગ કારણભૂત હોય છે તેમ અહીં પણ શરીરાદિ પ્રત્યેનો અનુરાગ કારણભૂત હોય તો તેવી દીક્ષામાં તે એકાકીભાવ કષાયનિયત જ છે – એ સ્પષ્ટ છે. રાગની તીવ્રતા થાય ત્યારે તે રાગને અનુરાગ કહેવાય છે. શરીરાદિની પ્રત્યે અનુરાગ હોય ત્યારે પરની અપેક્ષા રહેવાની જ. એ અપેક્ષા જ્યારે પૂર્ણ ન થાય ત્યારે પર પ્રત્યે દ્વેષ થાય છે અને તેથી એકાકીભાવમાં સ્થિર થવાય છે. એના મૂળમાં ક્રોધાદિ કષાય હોય છે. શરીરાદિથી મુક્ત થવાનો આશય નથી. // ૨૮-૧૯તા
ઉપર જણાવ્યા મુજબ શરીર પ્રત્યે પણ અનુરાગ ન હોય તો પૂ. સાધુભગવંત ભિક્ષાએ જવાઆવવાદિની ક્રિયાઓ કેમ કરે છે – એ શંકા કરવા સાથે તેના નિરાકરણ માટે જણાવાય છે–
नन्वेवं तं विना साधोः कथं भिक्षाटनाद्यपि । ન તારી મોહનચાવલાપ્રતિપત્તિતઃ ૨૮-૨૦.
સામાન્ય રીતે આહારાદિ માટે ભિક્ષાએ જવા-આવવાદિની ક્રિયાઓ મોહના કારણે થતી હોય છે. પૂ. સાધુભગવંતોને શરીરાદિ પ્રત્યે રાગ ન હોવાથી તેમને ભિક્ષાટનાદિનો સંભવ કઈ રીતે સંગત બને - આ પ્રમાણે શંકા છે. શ્લોકના ઉત્તરાર્ધથી જવાબ અપાય છે. પૂ. સાધુભગવંતોની ભિક્ષાટનાદિની ક્રિયાઓ મોહજન્ય નથી, પરંતુ અસંગના કારણે છે. આ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. શંકાકારે ભિક્ષાટનાદિની ક્રિયાને મોહજન્ય માનીને શંકા કરી છે. એના સમાધાનમાં એ ક્રિયાઓને અસંગાનુષ્ઠાન તરીકે માનીને પૂર્વશંકાનું નિરાકરણ કર્યું છે. પૂ.
૧૫૦
દીક્ષા બત્રીશી