________________
વિલંબે પૂરી તાકાતથી જેમ તૂટી પડાય છે, તેમ દીક્ષાની પરિણતિ દરમ્યાન બુદ્ધિમાન આત્માઓ શરીર ઉપર તૂટી પડે છે. કારણ કે આજ સુધી શરીરને મિત્ર માનવાથી કેવી વિષમ અવસ્થાને આપણે પામ્યા – એનો વાસ્તવિક ખ્યાલ આવવાથી હવે જ શરીરને શત્રુ માનવાનું બન્યું છે. આજ સુધી એ ના બન્યું. ૨૮-૧૭ી.
ઉપર જણાવ્યા મુજબ શરીરને દુર્લભ એવા શત્રુ જેવું માનીને પંડિતજનો માત્ર શરીરની સાથે જ નિરંતર યુદ્ધ કરે છે, પરંતુ શરીર સર્વથા ક્ષીણ હશે તો દીક્ષા આરાધી નહિ શકાય તેથી તેની સારસંભાળ તો રાખવી જોઇએ ને – આવી શંકાના નિરાકરણ માટે જણાવાય છે
सर्वो यदर्थमारम्भः क्रियतेऽनन्तदुःखकृत् ।
सर्पलालनमङ्गस्य पालनं तस्य वैरिणः ॥२८-१८॥ “અનંતદુઃખને કરનારો બધો આરંભ (હિંસાદિ પાપવ્યાપાર) જે માટે કરાય છે; તે વૈરી એવા શરીરના પાલન સ્વરૂપ બધો આરંભ સર્પના લાલન-પાલન જેવો છે.” - આ પ્રમાણે અઢારમી ગાથાનો અર્થ છે. પરમાર્થ એ છે કે સંયમની સાધના માટે શરીર ગમે તેટલું સહાયક બનતું હોય તો પણ તેનું લાલન-પાલન કરવાની આવશ્યકતા નથી. કારણ કે એના લાલન-પાલન માટે કરાતો આરંભ અનંતદુઃખને કરનારો છે. શરીરની સ્થિતિ માટે નિર્દોષ આહારાદિને શ્રી વિતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ ગ્રહણ કરવો અને આપણી ઇચ્છા મુજબ શરીરને અનુકૂળ પડે એ રીતે આહારાદિને ગ્રહણ કરવા – એ બેમાં ઘણું અંતર છે. શરૂઆતમાં આપણને એમ જ લાગે છે કે આપણે શરીરની સ્થિતિ માટે જ આહારાદિ લઈએ છીએ. આપણને કાંઈ મમત્વ નથી. પરંતુ ખરી હકીકત જુદી જ હોય છે. આવા વખતે કંડરીક મુનિના જીવનવૃત્તાંતને યાદ રાખવો જોઈએ. એક હજાર વર્ષના પર્યાયના અંતે પણ આવું દુષ્પરિણામ આવતું હોય તો ખરેખર જ અખતરા કરવા જેવા નથી.
કેટલા વૈરાગ્યથી તેઓએ દિક્ષા અંગીકાર કરી હતી. પોતાના ભાઈ રાજાના આગ્રહથી દવા કરવાની શરૂઆત કરી. રોગ ગયો, પણ શરીરનો અને એને અનુકૂળ વિષયોનો રાગ ન ગયો, ઉપરથી વધ્યો; અંતે પરિણામ ખરાબ આવ્યું. એક હજાર વર્ષના અંતે દીક્ષા છોડી. એક જ દિવસમાં આહારાદિના અતિરેકથી વિસૂચિકાના કારણે મરણ થયું અને સાતમી નરકે ગયા. શ્લોકમાં જણાવ્યા મુજબ ખરેખર જ શરીરનું પાલન સર્પના લાલન જેવું જ છે. ખૂબ જ મજબૂત બની શરીર પ્રત્યે સહેજ પણ કૂણી લાગણી દર્શાવ્યા વિના શરીરની સાથે યુદ્ધ અવિરતપણે ચલાવવું જ રહ્યું. અન્યથા શરીર અને કર્મથી કોઈ પણ રીતે મુક્ત નહિ થવાય. ૨૮-૧૮
સંયમજીવનમાં શરીર પ્રત્યેના રાગની દુષ્ટતાને જણાવવા માટે પ્રકારતરથી જણાવાય છે–
એક પરિશીલન
૧૪૯