________________
સાધુભગવંતો મોહથી જ (ઉત્પન્ન) કોઈ પણ અનુષ્ઠાન કરતા નથી અને વચનાનુષ્ઠાનના કારણે તેઓને અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ શકે છે તેથી પૂ. સાધુભગવંતોને ભિક્ષાટનાદિની ક્રિયામાં કોઈ અસંગતિ નથી. ૨૮-૨વા. અસંગપ્રતિપત્તિ અને સસંગપ્રતિપત્તિ ઉભયનું સ્વરૂપ જણાવાય છે
ससगप्रतिपत्तिर्हि ममतावासनात्मिका ।
असङ्गप्रतिपत्तिश्च मुक्तिवाञ्छानुरोधिनी ॥२८-२१॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે – મમત્વના સંસ્કાર સ્વરૂપ સંગપૂર્વકની પ્રતિપત્તિ છે અને સંગ વિનાની અસંગપ્રતિપત્તિ; મુક્તિની ઇચ્છાને અનુસરનારી છે. આશય એ છે કે સામાન્ય રીતે કર્તવ્યતાના પરિણામને અહીં પ્રતિપત્તિ કહેવાય છે. જ્ઞાન, શ્રદ્ધા અને પ્રવૃત્તિનો પરિણામ - આ ત્રણના સમન્વયથી પ્રતિપત્તિની પ્રાપ્તિ થાય છે. અન્યતરના અભાવમાં બીજા બેનું સત્ત્વ હોવા છતાં પ્રતિપત્તિ મનાતી નથી. કોઈ પણ વસ્તુનું મમત્વ હોય અને તેને લઈને જ્યારે કોઈ પણ વસ્તુની પ્રતિપત્તિ કરાય ત્યારે તે સસંગપ્રતિપત્તિ કહેવાય છે. મમત્વ કાર્યરત ન પણ હોય; તોપણ તેના સંસ્કાર પડેલા હોવાથી તે પ્રતિપત્તિ સસંગપ્રતિપત્તિ છે. આજે મોટા ભાગની પ્રતિપત્તિ સંગપૂર્વકની છે. લોકોત્તર માર્ગની પ્રતિપત્તિ પણ મમત્વની વાસનાથી વાસિત છે. પરમાર્થથી એ પ્રતિપત્તિ પરમપદની સાધિકા નથી. પરંતુ આજ સુધી સર્વથા પ્રતિપત્તિનો અભાવ હતો. એના બદલે સંગપૂર્વકની પણ પ્રતિપત્તિ મળી એથી આનંદ થાય - એ જુદી વાત. પરંતુ સંગમાત્ર મુક્તિનો અવરોધક છે.
આનાથી તદ્દન વિપરીત અસંગપ્રતિપત્તિ છે. વર્ષોની આગમાનુસારી સાધનાના પ્રબળ સામર્થ્યથી એની પ્રાપ્તિ થાય છે. આત્મસાત્ થયેલી તે તે સ્વાધ્યાયાદિની પ્રવૃત્તિ માત્ર પૂર્વવધ(વેગ)થી ચાલતી હોય છે. આગમનું આલંબન લઈને પ્રવર્તેલી કોઈ પણ પ્રવૃત્તિ વખતે આગમના પણ અનુસંધાનનો અભાવ હોય છે, છતાં તે આગમાનુસારી અને સર્વ દોષથી રહિત હોય છે. આવી પ્રતિપત્તિને અસંગપ્રતિપત્તિ કહેવાય છે, જે મોક્ષની ઇચ્છાનો અનુરોધ કરે છે; અવરોધ કરતી નથી. અસંગપ્રતિપત્તિનું એકમાત્ર સાધન વચનપ્રતિપત્તિ છે. લોકોત્તર દીક્ષાના માર્ગની આરાધના; શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનના કારણે જ કરીએ તો વચનપ્રતિપત્તિ શક્ય બનશે. અન્યથા રાગાદિને લઇને કરાતી પ્રતિપત્તિ સસંગપ્રતિપત્તિસ્વરૂપ બનશે. એવી મોહજન્ય ભિક્ષાટનાદિની પણ પ્રવૃત્તિથી નિસ્તાર નહિ થાય. દીક્ષાને સફળ બનાવવા માટે આજ્ઞાને પ્રધાન બનાવવી પડશે. સાક્ષાત્ વિદ્યમાન એવા પૂ. ગુર્નાદિકની આજ્ઞાને નહિ માનનારા; ભગવાન શ્રી તીર્થંકરદેવની આજ્ઞા માની શકશે નહીં. અનાદિકાળથી સસંગપ્રતિપત્તિ ચાલતી આવી છે. એને દૂર કરનારી વચનપ્રતિપત્તિ છે, જે અસંગપ્રતિપત્તિનું કારણ છે. ૨૮-૨૧
એક પરિશીલન
૧૫૧