SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ આવે તો શરાવાદિ(કોડિયાદિ)ના અભાવમાં પ્રદીપાદિના અભાવનો પણ પ્રસંગ આવશે - એ પ્રમાણે પણ કહી શકાશે. “શરાવાદિ પ્રદીપાદિનાં જનક ન હોવાથી શરાવાદિના અભાવે પ્રદીપાદિના અભાવનો પ્રસંગ નહીં આવે, પરંતુ શરીરાદિ તો જ્ઞાનાદિનાં જનક હોવાથી તેના અભાવમાં જ્ઞાનાદિના અભાવનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે શરાવાદિને પણ તાદશ અવરુદ્ધ સ્વસ્વભાવવાળા પ્રદીપના પરિણામનાં જનક મનાય છે. અન્યથા શરાવાદિને તેના પરિણામવાળા પ્રદીપાદિનાં જનક માનવામાં ન આવે તો શરાવાદિ પ્રદીપના પ્રકાશમાં આવારક બની શકશે નહીં... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩૧-૧૯ો. વ્યવહારનયથી મુક્તિનું સ્વરૂપ વર્ણવાય છે– क्षयः प्रयत्नसाध्यस्तु, व्यवहारेण कर्मणाम् । न चैवमपुमर्थत्वं, द्वेषयोनिप्रवृत्तितः ॥३१-२०॥ क्षय इति–व्यवहारेण तु प्रयलसाध्यः कर्मणां क्षयो मुक्तिरिष्यते, अन्वयव्यतिरेकानुविधानेन तत्प्रवृत्तेः ज्ञानादीनां कर्मक्षये तदनुविधानात् । न चैवं कर्मक्षयस्य मुक्तित्वाभ्युपगमेऽपुमर्थत्वं, मुक्तेद्वेषयोनिप्रवृत्तितः साक्षाद्दुःखहेतुनाशोपायेच्छाविषयत्वेन परमपुरुषार्थत्वाविरोधात् ॥३१-२०॥ પ્રયત્નથી સાધ્ય એવા કર્મક્ષયને વ્યવહારનય મુક્તિ માને છે. “આથી મોક્ષમાં અપુરુષાર્થત્વ આવે છે....... આ પ્રમાણે નહીં કહેવું. કારણ કે દ્વેષમૂલક અહીં પ્રવૃત્તિ થાય છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે. વ્યવહારનયને આશ્રયીને પ્રયત્નથી સાધ્ય એવો જે કર્મોનો ક્ષય છે તેને મુક્તિ કહેવાય છે. સામાન્ય રીતે અન્વય અને વ્યતિરેકના નિયમને અનુસરીને વ્યવહારનયની પ્રવૃત્તિ છે. સત્ત્વને લઈને જે નિયમ છે, તેને અન્વય કહેવાય છે. (જ્યાં ધૂમ છે ત્યાં અગ્નિ છે - આ અન્વય નિયમ છે.) અને વસ્તુના અસત્ત્વને લઈને જે નિયમ છે તેને વ્યતિરેક કહેવાય છે. (જ્યાં વહ્નિ નથી, ત્યાં ધૂમ નથી - આ વ્યતિરેક નિયમ છે.) આ અન્વય-વ્યતિરેકને આશ્રયીને વ્યવહારનયે જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયના વિષયમાં અન્વય-વ્યતિરેકને અનુસરી જ્ઞાનાચારાદિની પ્રવૃત્તિ થાય છે. તેથી આ રીતે પ્રયત્નથી સાધ્ય એવાં કર્મોના ક્ષયને વ્યવહારનયની અપેક્ષાએ મુક્તિ કહેવાય છે. યદ્યપિ આ રીતે કર્મક્ષયસ્વરૂપ મુક્તિ માનીએ તો તેમાં પ્રયત્નસાધ્યત્વ હોવા છતાં ઇચ્છાવિષયત્વસ્વરૂપ પુરુષાર્થત્વ નહીં રહે. (કારણ કે દુઃખધ્વંસની ઇચ્છા થાય પણ કર્મક્ષયની ઇચ્છા ન થાય, પરંતુ મુક્તિના વિષયમાં દ્વેષમૂલક પ્રવૃત્તિ થતી હોવાથી અર્થાત્ સાક્ષાત્ દુઃખનાશના ઉપાયભૂત કર્મનાશની ઇચ્છાનું વિષયત્વ કર્મનાશમાં હોવાથી મુક્તિમાં પરમપુરુષાર્થત્વનો કોઈ વિરોધ નથી. એ સમજી શકાય છે. ૩૧-૨વા એક પરિશીલન ૨૪૩
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy