SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ऋजुसूत्रादिभिरिति-ऋजुसूत्रादिभिर्नयैर्ज्ञानसुखादिकपरम्परा मुक्तिरिष्यते । शुद्धनयस्तैरुत्तरोत्तरविशुद्धपर्यायमात्राभ्युपगमाद् ज्ञानादीनां क्षणरूपतायाः क्षणसत्तयापि सिद्धेः, तस्याः क्षणतादात्म्यनियतत्वात्, क्षणस्वरूपे तथादर्शनात् । सङ्ग्रहेण सङ्ग्रहनयेनावरणोच्छित्त्या व्यङ्ग्यं सुखं मुक्तिरिष्यते । तद्धि जीवस्य स्वभावः सेन्द्रियदेहाद्यपेक्षाकारणस्वरूपावरणेनाच्छाद्यते । प्रदीपस्यापवरकावस्थितपदार्थप्रकाशकत्वस्वभाव इव तदावारकशरावादिना । तदपगमे तु प्रदीपस्येव जीवस्यापि विशिष्टप्रकाशस्वभावोऽयत्नसिद्ध एवेति | शरीराभावे ज्ञानसुखाद्यभावोऽप्रेर्य एव । अन्यथा शरावाद्यभावे प्रदीपादेरभावप्रसङ्गात् । शरावादेः प्रदीपाद्यजनकत्वानोक्तप्रसङ्ग इति चेन्न, तथाभूतप्रदीपपरिणत्यजनकत्वे शरावादेस्तदनावारकत्वप्रसङ्गाહિતિ //રૂ9-99 ઋજુસૂત્ર વગેરે નયો જ્ઞાન, સુખ વગેરેની પરંપરાને મુક્તિ માને છે અને આવરણનો ઉચ્છેદ થવાથી પ્રગટ થનારા સુખને મુક્તિ માને છે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એના આશયને વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે – ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય જ્ઞાન-સુખાદિની પરંપરાને મુક્તિ તરીકે વર્ણવે છે. શુદ્ધનયો ઉત્તરોત્તર વિશુદ્ધ પર્યાયમાત્રનો સ્વીકાર કરતાં હોવાથી જ્ઞાન-સુખાદિની પરંપરા સ્વરૂપ જ મુક્તિનો તે નયો સ્વીકાર કરે છે. જ્ઞાનાદિ ક્ષણસ્વરૂપ છે એ, જ્ઞાનાદિની ક્ષણિક સત્તાથી સિદ્ધ થાય છે. કારણ કે ક્ષણમાત્ર સત્તા, ક્ષણના અભેદ(તાદાત્મ, સ્વરૂપ)ની વ્યાપ્ય છે. “જ્યાં જયાં ક્ષણિક સત્તા છે ત્યાં ત્યાં ક્ષણનો અભેદ છે. દા.ત. ક્ષણનું સ્વરૂપ.” આ વ્યાપ્તિથી(નિયમથી) જ્ઞાનાદિ ક્ષણસ્વરૂપ સિદ્ધ થાય છે. સંગ્રહનયની અપેક્ષાએ આવરણના વિચ્છેદથી અભિવ્યક્ત થનારા સુખને મુક્તિ કહેવાય છે. આ સુખસ્વરૂપ મુક્તિ જીવનો સ્વભાવ છે. એ સ્વભાવ ઇન્દ્રિયસહિત-શરીરાદિસ્વરૂપ અપેક્ષાકરણાત્મક આવરણથી આચ્છાદિત બને છે. આશય એ છે કે ઈન્દ્રિયાજિન્ય જ્ઞાનની પ્રત્યે ઇન્દ્રિયસહિત શરીરાદિની અપેક્ષા છે. તેથી તે તેવા પ્રકારના જ્ઞાનની પ્રત્યે અપેક્ષા કારણ છે અને તે આત્માના સ્વભાવભૂત જ્ઞાનાદિની પ્રત્યે આવરણભૂત બને છે. અર્થાત્ તે શરીરાદિ આત્માના સ્વભાવભૂત જ્ઞાનાદિની પ્રત્યે પ્રતિબંધક છે. જેમ ઓરડામાં રહેલી ચીજોને પ્રકાશિત કરવાનો પ્રદીપનો સ્વભાવ હોવા છતાં દીપક ઉપર કોડિયું ઢાંકી દેવામાં આવે તો તે તેવા પ્રકારના સ્વભાવનો પ્રતિબંધ કરે છે. દીપક ઉપરથી કોડિયું લઈ લઈએ તો પ્રદીપનો સ્વભાવ પ્રગટ થાય છે. તેમ જ ઇન્દ્રિયો અને શરીરાદિનો વિચ્છેદ થવાથી આત્માના જ્ઞાન, સુખ વગેરે ગુણો (સ્વભાવભૂત ગુણો) પ્રગટ થાય છે; જે પ્રયત્ન વિના જ સિદ્ધ છે. યદ્યપિ આ રીતે તો શરીરાદિના અભાવમાં તો જ્ઞાનસુખાદિનો પણ અભાવ થશે. કારણ કે જ્ઞાનાદિની પ્રત્યે શરીરાદિ કારણ હોવાથી કારણના અભાવમાં કાર્યનો અભાવ થાય – એ સ્પષ્ટ છે. આવી શંકા કરી શકાય છે. પરંતુ તે બરાબર નથી. કારણ કે એવી શંકા કરવામાં મુક્તિ બત્રીશી ૨૪૨
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy