________________
मीमांसेति-मीमांसा सद्विचारणा दीपिका चास्यां कान्तायां । मोहध्वान्तविनाशिनी अज्ञानतिमिरापहारिणी तत्त्वालोकेन परमार्थप्रकाशेन । तेन कारणेन । न कदाप्यसमञ्जसं स्याद् । अज्ञाननिमित्तको દિ તાવ રૂતિ ર૪-૧દ્દા
“મોહસ્વરૂપ અંધકારનો વિનાશ કરનારી દીપિકા સમાન મીમાંસા કાંતાદૃષ્ટિમાં હોવાથી તેના તત્ત્વપ્રકાશના કારણે ક્યારે પણ અસમંજસ પ્રવૃત્તિ થતી નથી.” - આ પ્રમાણે સોળમા
શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ છે. મીમાંસા સદ્દવિચારસ્વરૂપ છે, જે અજ્ઞાનતિમિરનો વિનાશ કરતી હોવાથી દીપિકાસ્વરૂપ છે. તે દીપિકાના પરમાર્થ પ્રકાશથી ક્યારે પણ અસમંજસ (અવિચારી) કૃત્ય થતું નથી. કારણ કે એનું નિમિત્ત અજ્ઞાન છે. પરંતુ એનો વિનાશ તો મીમાંસાથી થયો છે. તેથી ક્યારે પણ અવિચારી પ્રવૃત્તિ થતી નથી. ૨૪-૧૬ll
હવે સાતમી પ્રભાષ્ટિનું વર્ણન કરાય છે–
ध्यानसारा प्रभा तत्त्वप्रतिपत्तियुता रुजा । वर्जिता च विनिर्दिष्टा, सत्प्रवृत्तिपदावहा ॥२४-१७॥
ध्यानेति-ध्यानेन सारा रुचिरा प्रभा । तत्त्वप्रतिपत्त्या यथास्थितात्मानुभवलक्षणया युता । रुजा वर्जिता । वक्ष्यमाणलक्षणसत्प्रवृत्तिपदावहा च विनिर्दिष्टा ॥२४-१७॥
ધ્યાનના સારવાળી પ્રભાષ્ટિ છે, જે તત્ત્વમતિપત્તિથી યુક્ત હોય છે, ગુદોષથી રહિત હોય છે અને સત્યવૃત્તિપદને વહન કરનારી જણાવાઈ છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે આ સાતમી દષ્ટિ યોગના અંગભૂત ધ્યાનથી મનને હરનારી છે. અર્થાત્ પ્રિય બને છે. વાસ્તવિક સ્વરૂપના અનુભવ સ્વરૂપ તત્ત્વમતિપત્તિ નામના યોગગુણની અહીં પ્રાપ્તિ થાય છે.
“આ આમ જ છે'... ઇત્યાદિ પ્રકારના દઢ નિર્ણયને તત્ત્વપ્રતિપત્તિ કહેવાય છે. આ પૂર્વે પ્રાપ્ત થયેલી તત્ત્વમીમાંસાના કારણે જ્ઞાનના વિષયનો દઢ નિર્ણય થવાથી તે તે વિષયમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિનું કારણ, જ્ઞાન બનતું હોય છે. જ્ઞાન, શ્રદ્ધા અને પ્રવૃત્તિ: આ ત્રણનો સંવાદ જ વસ્તુતઃ તત્ત્વપ્રતિપત્તિ છે. એ સંવાદ આ દૃષ્ટિમાં પહેલી વાર જ જોવા મળે છે. આ પૂર્વે જ્ઞાન, શ્રદ્ધા અને પ્રવૃત્તિ આ ત્રણનો સમાગમ થયો ન હતો, જે આ દૃષ્ટિમાં થાય છે. તેથી મુમુક્ષુને સહજ રીતે જ જ્ઞાનાદિના વિષયમાં આદરાતિશય પ્રગટે છે. એને લઈને મુમુક્ષુ શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ અખંડિતપણે અનુષ્ઠાન કરવા સમર્થ બને છે. તેથી તે તે અનુષ્ઠાનમાં કોઈ પણ પ્રકારની સ્કૂલના થતી નથી. એવી સ્કૂલના સ્વરૂપ દોષને અનુષ્ઠાનનો રોગ કહેવાય છે, જે રુ નામના દોષસ્વરૂપે અહીં યોગમાર્ગમાં પ્રસિદ્ધ છે. આ સાતમી દષ્ટિમાં એ રુગુ દોષનો અભાવ હોય છે. એ રુદોષથી અનુષ્ઠાનસામાન્યનો ઉચ્છેદ થતો નથી. પરંતુ નિરતિચાર
એક પરિશીલન
૧૭