SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ कान्तायां तु धारणया ज्ञानोत्कर्षान्न तथात्वमपि तेषां । गृहिणोऽप्येवंविधदशायामुपचारतो यतिभाव एव । चारित्रमोहोदयमात्रात्केवलं न संयमस्थानलाभः । न तु तद्विरोधिपरिणामलेशतोऽपीत्याचार्याणामाशयः //ર૪-૧૧ી. આ કાંતાદૃષ્ટિમાં બલવતી એવી ધર્મશક્તિને ભોગશક્તિ હણતી નથી. કારણ કે દીપકને દૂર કરનાર વાયુ બળતા એવા દાવાનળને દૂર કરતો નથી.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ છઠ્ઠી કાંતાદૃષ્ટિમાં પૂર્વે જણાવ્યા મુજબ ભોગોને અતત્ત્વ સ્વરૂપ ચોક્કસપણે જાણી લીધેલા હોવાથી તેમાં સ્વારસિક પ્રવૃત્તિ થતી નથી. તેવા પ્રકારના સુનિકાચિત કર્મના યોગે આવી પડેલી એ ભોગની પ્રવૃત્તિ હોય છે. એ કર્માલિત હોવાથી નિર્બળ હોય છે. એની અપેક્ષાએ ધર્મની શક્તિ સ્વાભાવિક હોવાથી અત્યંત પ્રબળ છે. કારણ કે આ દૃષ્ટિને પામેલા પુણ્યાત્માઓ માયાપાણીની જેમ ભોગને ચોક્કસપણે પારમાર્થિક નથી જ માનતા. તેથી નિરંતર સ્વભાવથી જ પ્રવર્તતી પ્રબળ ધર્મશક્તિને હણવાનું સામર્થ્ય તદ્દન જ નિર્બળ પરવશ એવી ભોગશક્તિમાં સહેજ પણ નથી. આ વાતનું સમર્થન શ્લોકના ઉત્તરાદ્ધ દ્વારા દૃષ્ટાંતથી કરાય છે. જેનો આશય સ્પષ્ટ છે કે દીપકને દૂર કરનાર પવન દાવાનળને બુઝવવા સમર્થ ન જ બને. કારણ કે ગમે તેટલો વિરોધી હોય તો ય નિર્બળ હોય તો તે કશું જ કરી શકે નહિ. ઉપરથી તે બળવાન હોવાથી દાવાનલાદિની પ્રત્યે સહાયક બને છે. આ રીતે અહીં પણ બલવતી ધર્મશતિને અવશ્યભોગ્ય કર્મનો ક્ષય કરવામાં ભોગશક્તિ સહાય કરે છે. ભોગશક્તિ નિર્બળ હોવાથી ધર્મશક્તિને રોકતી નથી. યદ્યપિ સ્થિરાદષ્ટિમાં પણ જ્ઞાન હોવાથી ભોગોની પ્રવૃત્તિ અકિંચિત્કર છે, તોપણ સ્થિરાદૃષ્ટિમાં ભોગની પ્રવૃત્તિમાં પ્રમાદ પણ સહકારિતારણ છે. કાંતાદષ્ટિમાં ધારણાના કારણે જ્ઞાનનો ઉત્કર્ષ થતો હોય છે. તેથી ભોગોમાં પ્રમાદનું સહકારિત્વ હોતું નથી. ગૃહસ્થોને પણ આ દષ્ટિમાં ઉપચારથી સાધુપણું હોય છે. ભવિષ્યમાં ખૂબ જ નજીકના કાળમાં ગૃહસ્થોની આ સ્થિતિ સાધુત્વનું કારણ બને છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરાય છે. ગૃહસ્થોને આ કાંતાદૃષ્ટિમાં ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોવાથી સંયમસ્થાનોનો લાભ થતો નથી. પરંતુ ક્યારે પણ ચારિત્રવિરોધી પરિણામ સહેજ પણ થતો નથી. આ પ્રમાણે શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજનો આશય છે. ૨૪-૧પ. છઠ્ઠી દષ્ટિમાં પ્રાપ્ત થયેલી મીમાંસાનું ફળ વર્ણવાય છે मीमांसा दीपिका चास्यां, मोहध्वान्तविनाशिनी । तत्त्वालोकेन तेन स्यान कदाप्यसमञ्जसम् ॥२४-१६॥ ૧૬ સદ્દષ્ટિ બત્રીશી
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy