________________
તો સંયમજીવનની સાધના માટે એક મજબૂત આલંબન મળી રહે. શ્લોક નં. ૨૩ થી ભાવભિક્ષુનાં સંવેગ, વિષયત્યાગ અને સુશીલોની સતિ... વગે૨ે સોળ લિજ્ઞોનું વર્ણન શરૂ થાય છે. ભાવભિક્ષુપણામાં સંવેગાદિ લિજ્ઞો પ્રકૃષ્ટભાવને પામેલાં હોય છે. સોળ શ્લોકોથી વર્ણવેલું ભિક્ષુનું સ્વરૂપ, અઠ્ઠાવીસ પર્યાયવાચક નામો દ્વારા વર્ણવેલો ભિક્ષુ શબ્દનો અર્થ અને છેલ્લે વર્ણવેલાં ભિક્ષુનાં સોળ લિજ્ઞોનો વિચાર કરીએ તો ભિક્ષુને ઓળખવામાં કોઇ જ તકલીફ નહિ પડે. ખૂબ જ વિસ્તારથી અનેક રીતે અહીં ભિક્ષુનું સ્વરૂપ વર્ણવ્યું છે.
પ્રસઙ્ગથી ભાવભિક્ષુનું નિરૂપણ કરીને દ્રવ્યભિક્ષુનું પણ અહીં નિરૂપણ કર્યું છે. દ્રવ્યભિક્ષુના જ્ઞાનથી તેનાથી વિલક્ષણ એવા ભાવભિક્ષુનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. દ્રવ્યભિક્ષુઓ પ્રધાન અને અપ્રધાન ભેદથી બે પ્રકારના છે. અપ્રધાન દ્રવ્યભિક્ષુઓ લૌકિક અને લોકોત્તર ભેદથી બે પ્રકારના છે. આ રીતે ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવીને છેલ્લા શ્લોકમાં જે જણાવ્યું છે તે ક્યારે પણ વીસરી શકાય એવું નથી. ભિક્ષુના અનંત ગુણોનું વર્ણન કરવાનું કોઇ પણ રીતે શક્ય નથી. પરંતુ એમાંથી જે પણ થોડા ગુણોનું અહીં વર્ણન કર્યું છે એની પરિભાવના પણ પરમાનંદ-મોક્ષનું કારણ છે. જેની પરિભાવના પણ જો ૫૨માનંદનું કારણ બને છે, તો તેની પ્રાપ્તિ શું ન કરે ? અંતે પરમાનંદની પ્રાપ્તિ માટે આ બત્રીશીના પરિશીલનથી તે તે ભિક્ષુના ગુણોની પરિભાવનામાં પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા...
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
ગ્રીન ફિલ્ડ સોસાયટી વલવણ : ચૈ.સુ. ૧
૧૦૦
ભિક્ષુ બત્રીશી