SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ अथ प्रारभ्यते भिक्षुद्वात्रिंशिका अनन्तरं योगमाहात्म्यमुपदर्शितं तच्च भिक्षौ सम्भवतीति तत्स्वरूपमिहोच्यते— આ પૂર્વે યોગનું માહાત્મ્ય વર્ણવ્યું. તે ભિક્ષુમાં જ સંભવે છે. તેથી હવે ભિક્ષુનું સ્વરૂપ અહીં વર્ણવાય છે— नित्यं चेतः समाधाय, यो निष्क्रम्य गुरुदिते । प्रत्यापिबति नो वान्तमवशः कुटिलभुवाम् ॥ २७-१॥ नित्यमिति – यो निष्क्रम्य द्रव्यभावगृहाद् योग्यतायां सत्यां । गुरूदिते ज्ञानवृद्धवचने । नित्यं निरन्तरं चेतः समाधाय प्रणिधाय । वान्तं परित्यक्तं विषयजम्बालं । नो नैव प्रत्यापिबति पुनराद्रियते अवशः । ટિનમુવાં પુરન્ધીનામ્ ||૨૭-૧|| આ શ્લોકમાં, ‘સ ભામિક્ષુઃ' આ પદનો સત્તરમા શ્લોકમાંથી સંબંધ છે. તેમ જ આગળના પણ પંદર શ્લોકમાં તેનો સંબંધ છે. “ઘરમાંથી નીકળીને જે, ગુરુદેવશ્રીના વચનમાં નિરંતર ઉપયોગ રાખીને; ત્યજી દીધેલાં વિષયસુખોને સ્ત્રીઓને વિશે પરવશ બન્યા વિના પાછા ઇચ્છતા નથી, તે ભિક્ષુ (ભાવભિક્ષુ) છે.” આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે યોગ્યતા હોતે છતે દ્રવ્ય અને ભાવ ઘરનો ત્યાગ કરી જેઓ અણગાર થાય છે તેઓએ સદાને માટે પૂ. ગુરુભગવંતના પરમતારક વચનમાં પ્રણિધાનવાળા બનવું જોઇએ. ગામ, નગર, ઘર વગેરે દ્રવ્ય-ઘર છે અને વિષય-કષાયની પરિણતિ વગેરે ભાવગૃહ છે. દ્રવ્ય અને ભાવગૃહનો ત્યાગ કરી અણગાર અવસ્થા પ્રાપ્ત કરાય છે. આ રીતે સંયમ ગ્રહણ કર્યા પછી સંયમના ફળ સુધી પહોંચવા માટે ભવનિસ્તારક પરમપૂજ્ય ગુરુદેવશ્રીના વચનના પ્રણિધાન સિવાય બીજો કોઇ ઉપાય નથી. એ પ્રણિધાન ન હોય તો જે ત્યજી દીધું છે તે સારું લાગે, ઇચ્છનીય લાગે અને પ્રાર્થનીય લાગે. આવી સ્થિતિમાં સંયમ પાળવાનું અશક્ય બને છે. આથી જ્ઞાનથી વૃદ્ધ એવા ગુરુદેવશ્રીના વચનના પ્રણિધાનને નિરંતર સેવ્યા વિના ચાલે એવું નથી. સામાન્યથી વિષયસુખો ભયંકર છે જ પરંતુ એમાં પણ સ્ત્રીઓ સંબંધી વિષયસુખો મહાભયંકર છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં એ જણાવતાં ફરમાવ્યું છે કે ‘મોક્ષમાર્ગે પ્રયાણ કરતાં સ્ત્રીઓ કાદવસ્વરૂપ છે - એ જેણે જાણી લીધું છે તેઓ માટે શ્રમણપણું સુકર છે.' પૂ. ગુરુભગવંતના વચનમાં નિરંતર પ્રણિધાન રાખીને સ્ત્રીઓને આધીન બન્યા વિના જેઓ વિષયસ્વરૂપ કાદવને ફરીથી આદરતા નથી, તેઓ ભાવભિક્ષુ છે. આથી સ્પષ્ટ છે કે ગુરુવચનના પ્રણિધાન વિના ભાવભિક્ષુત્વ પ્રાપ્ત થતું નથી. નિરંતર ગુરુવચનના પ્રણિધાનથી આત્મા; ઉપર એક પરિશીલન ૧૦૧
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy