________________
ઉપર જણાવેલી વાતને સ્પષ્ટ કરાય છે–
जन्मयोनिर्यतस्तृष्णा, धुवा सा चात्मदर्शने ।
तदभावे च नेयं स्याद्, बीजाभाव इवाङ्कुरः ॥२५-४॥ जन्मेति-यद्यस्मात्तृष्णा लोभलक्षणा जन्मयोनिः पुनर्भवहेतुः । धुवा निश्चिता । सा च तृष्णा आत्मदर्शनेऽहमस्मीति निरीक्षणरूपे । तदभावे आत्मदर्शनाभावे च । नेयं तृष्णा स्याद् । अङ्कुर इव बीजाभावे ||ર-૪.
નૈરાભ્યદર્શનથી તૃષ્ણા(મૂચ્છ-આગ્રહ)નો વિચ્છેદ થાય છે. “કારણ કે તૃષ્ણા જન્મનું કારણ છે; આત્મદર્શન હોતે છતે તેતૃષ્ણા) ચોક્કસ હોય છે. આત્મદર્શનના અભાવમાં તે થતી નથી. બીજના અભાવમાં જેમ અંકુરનો સંભવ નથી હોતો.” – આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય સ્પષ્ટ છે કે તૃષ્ણા લોભસ્વરૂપ છે, જે પુનર્ભવસ્વરૂપ જન્મનું કારણ છે અને “હું છું...” ઇત્યાદિ આકારનું નિરીક્ષણ(આત્મદર્શન) હોય ત્યારે તાદશ તૃષ્ણા નિશ્ચિતપણે હોય છે. બીજ હોય તો અંકુરનો ઉદ્દભવ થવાનો જ છે. તેવી રીતે આત્મદર્શનથી તૃષ્ણા થવાની જ છે. પરંતુ સર્વત્ર આત્માના અભાવનું દર્શન થવાથી બીજના અભાવમાં જેમ અંકુરનો અભાવ થાય છે; તેમ લોભસ્વરૂપ તૃષ્ણાનો અભાવ થાય છે. બૌદ્ધો આત્માને માનતા નથી. આત્મદર્શન જ લોભાદિ દ્વારા જન્મનું કારણ બને છે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધય છે. અથવા અધ્યાપક પાસેથી એ સમજવા યોગ્ય છે. અહીં તો સામાન્યથી ગ્રંથના તાત્પર્યને સ્પષ્ટ કરવાનું હોવાથી બૌદ્ધોની માન્યતાને વિસ્તારથી જણાવી નથી. ૨૫-૪
આત્મદર્શનમાં જે દોષ છે તે જણાવાય છે. અર્થાત્ નૈરાગ્યદર્શનના અભાવમાં જે દોષ છે, તે જણાવાય છે–
न हपश्यन्नहमिति, स्निहात्यात्मनि कश्चन । न चात्मनि विना प्रेम्णा, सुखहेतुषु धावति ॥२५-५॥
न हीति-न नैव । हिर्यस्माद् । अपश्यन्ननिरीक्षमाणोऽहमित्युल्लेखेन । निह्यति स्नेहवान् भवति । आत्मनि विषयभूते । कश्चन बुद्धिमान् । न चात्मनि प्रेम्णा विना । सुखहेतुषु धावति प्रवर्तते कश्चन । तस्मादात्मदर्शनस्य वैराग्यप्रतिपन्थित्वान्नैरात्म्यदर्शनमेव मुक्तिहेतुरिति सिद्धम् ॥२५-५।।
આત્મદર્શને જ તૃષ્ણા થાય છે. “કારણ કે હું ઇત્યાદિ ઉલ્લેખથી નહિ જોનારને આત્માના વિષયમાં સ્નેહ થતો નથી અને આત્માના વિષયમાં પ્રેમ વિના સુખના કારણભૂત વિષયોમાં કોઈ દોડતું નથી.” આ પ્રમાણે પાંચમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે; “હું છું..” ઇત્યાઘાકારક અહમૂના ઉલ્લેખથી કોઈ પણ વસ્તુને નહિ જોનારા અર્થાત્ જ્ઞાનના વિષયમાં
એક પરિશીલન
૩૭.