________________
અન્યદર્શનકારોના મતે જે ક્લેશ હાનિનો ઉપાય મનાય છે, તે જણાવાય છે–
नैरात्म्यदर्शनादन्ये, निबन्धनवियोगतः ।
क्लेशप्रहाणमिच्छन्ति, सर्वथा तर्कवादिनः ॥२५-२॥ नैरात्म्येति-रात्म्यदर्शनात सर्वत्रैवात्माभावावलोकनाद् । अन्ये बौद्धा निबन्धनवियोगतो निमित्तविरहात् । क्लेशप्रहाणं तृष्णाहानिलक्षणमिच्छन्ति । सर्वथा सर्वेः प्रकारैस्तर्कवादिनः, न तु शास्त्रानुसारिणः વાર-૨
“સર્વથા તર્કવાદી એવા બૌદ્ધો નૈરાભ્યદર્શનથી નિમિત્તના વિયોગે ક્લેશની હાનિ થાય છે – એમ માને છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સર્વથા તર્ક - ન્યાયવાદી એવા બૌદ્ધો શાસ્ત્રને માનતા નથી. તેમનું એ કહેવું છે કે બધે જ આત્માનો અભાવ જણાતો હોવાથી ક્લેશની હાનિ થાય છે. કારણ કે તૃષ્ણા સ્વરૂપ ક્લેશના નિમિત્તનો ત્યારે વિરહ હોય છે. તૃષ્ણાનું નિમિત્ત આત્મીય બુદ્ધિ છે. નૈરાભ્યદર્શનથી તેનો અભાવ થાય છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૫-રા
()ત વ માં પુરઋતુમાદુ:બૌદ્ધો જ પોતાની માન્યતાનું સમર્થન કરતાં જણાવે છે–
समाधिराज एतच्च, तदेतत्तत्त्वदर्शनम् ।
आग्रहच्छेदकार्यतत्तदेतदमृतं परम् ॥२५-३॥ समाधिराज इति-समाधिराजः सर्वयोगाग्रेसरत्वाद् । एतच्च नैरात्म्यदर्शनं । तदेतत्तत्त्वदर्शनं परमार्थावलोकनतः । आग्रहच्छेदकारि मूर्छाविच्छेदकम् । एतत्तदेतदमृतं पीयूषं परं भावरूपम् ।।२५-३।।
આ નૈરાભ્યદર્શન સર્વ સમાધિઓમાં રાજાસમાન શ્રેષ્ઠ છે. તેથી આ નૈરાભ્યદર્શન જ તત્ત્વદર્શન છે. તેમ જ આ તત્ત્વદર્શન આગ્રહનો ઉચ્છેદ કરનાર હોવાથી શ્રેષ્ઠ અમૃત છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે જયારે આત્માના અભાવનું દર્શન થાય છે ત્યારે સર્વથા કર્મક્લેશોનો નાશ થાય છે, જે સમાધિ(યોગ)નું અંતિમ ફળ છે. તેથી આ સમાધિ સર્વસમાધિઓમાં રાજાસમાન હોવાથી શ્રેષ્ઠ છે. સર્વયોગમાં અગ્રેસર એવું આ નૈરામ્યદર્શન જ પરમાર્થદર્શન સ્વરૂપ છે. એ પછી કશું જ જોવાનું રહેતું નથી.
પારમાર્થિક તત્ત્વદર્શનથી “હું અને મારું' આ પ્રમાણેના અધ્યવસાય સ્વરૂપ મૂચ્છનો ઉચ્છેદ થાય છે. જયાં આત્માનું જ દર્શન ન હોય ત્યાં મૂચ્છનો સંભવ રહેતો નથી. સર્વત્ર આત્માના અભાવનું દર્શન થવાથી આત્મત્વ અને આત્મીયત્વની બુદ્ધિનો ઉચ્છેદ થાય છે. તેથી મમત્વમૂલક સંસારનો ઉચ્છેદ થવાથી આ નૈરાભ્યદર્શન ભાવસ્વરૂપ અમૃત છે. ૨૫-૩
ક્લેશતાનોપાય બત્રીશી
૩૬