________________
| अथ प्रारभ्यते क्लेशहानोपायद्वात्रिंशिका ।।
सदृष्टिनिरूपणानन्तरं ज्ञानक्रियामिश्रतयैवैताः क्लेशहानोपायभूता भवन्ति नान्यथेति विवेचयन्नाह
સ્થિરાદિ સદ્દષ્ટિઓના નિરૂપણ પછી હવે જ્ઞાન અને ક્રિયાને આશ્રયીને જ આ સદ્દષ્ટિઓ ક્લેશ હાનિના ઉપાય સ્વરૂપ બને છે. અન્યથા જ્ઞાનક્રિયાના અભાવે એ દષ્ટિઓથી ક્લેશની હાનિ થતી નથી, એ વિસ્તારથી જણાવાય છે–
ज्ञानं च सदनुष्ठानं, सम्यक् सिद्धान्तवेदिनः । क्लेशानां कर्मरूपाणां, हानोपायं प्रचक्षते ॥२५-१॥
ज्ञानं चेति-सज्ज्ञानं सदनुष्ठानं च सम्यगवैपरीत्येन सिद्धान्तवेदिनः कर्मरूपाणां क्लेशानां हानोपायं त्यागसामग्री प्रचक्षते प्रकथयन्ति “संजोगसिद्धीइ फलं वयंति” इत्यादिग्रन्थेन ।।२५-१॥
સમ્યગુ રીતે સિદ્ધાંતના જાણકારો જ્ઞાન અને સદનુષ્ઠાનને કર્મસ્વરૂપ ક્લેશોની હાનિના ઉપાય તરીકે જણાવે છે.” – આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સદ્જ્ઞાન એટલે સૂક્ષ્મબોધ. એ સૂક્ષ્મબોધ સ્વરૂપ જ્ઞાન અને સદ્ અનુષ્ઠાનને, અવિપરીતપણે - યથાર્થપણે સિદ્ધાંતના જાણકારો કર્મસ્વરૂપ ક્લેશને દૂર કરવાના ઉપાય તરીકે અર્થાત તેના ત્યાગ માટેની સામગ્રી તરીકે વર્ણવે છે. “દય ના વિચારી દયા સન્નાઇનો વિજયા | પાસંતો પત્તો કgો થાવાળો अ अंधओ ॥१०१॥ संजोगसिद्धीइ फलं वयंति न हु एगचकूण रहो पयाइ । अंधो य पंगू य वणे સમવ્યા તે સંપત્તા નારં વિટ્ટા ૧૦રા..” ઇત્યાદિ ગ્રંથથી ઉપર જણાવેલી વાત જણાવી છે.
આવશ્યકસૂત્રની નિયુક્તિની એ ગાથામાં જણાવ્યું છે કે ક્રિયા વગરનું જ્ઞાન નકામું છે અને જ્ઞાન વગરની ક્રિયા નકામી છે. કારણ કે દેખતો પાંગળો બળી ગયો અને દોડતો અંધ માણસ બળી ગયો. એકની પાસે જ્ઞાન હોવા છતાં ક્રિયા ન હતી અને બીજાની પાસે ક્રિયા હોવા છતાં જ્ઞાન ન હતું. જ્યારે બંન્નેનો સંયોગ થયો ત્યારે ફળની પ્રાપ્તિ થાય છે, એમ વર્ણવાય છે. કારણ કે એક ચક્ર વડે રથ ચાલતો નથી. અંધ અને પંગુ બંન્ને વનમાં ગયા. ત્યાં આગ લાગી. આંધળાના ખભે પાંગળો બેસીને આંધળાને માર્ગ બતાવે છે અને આંધળો એ મુજબ ચાલે છે. જેથી તે બંન્ને નગરમાં પહોંચ્યા. આ રીતે જ્ઞાન અને સદનુષ્ઠાન બંન્નેનો યોગ થયે છતે કર્મસ્વરૂપ ક્લેશો દૂર થાય છે. તેથી તાદશ ક્લેશોના ત્યાગ માટેની સામગ્રી તરીકે; સ્થિરાદિ દષ્ટિ વખતના સજ્ઞાનને અને પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ : આ પાંચ આશયથી સહિત અનુષ્ઠાનને (સદનુષ્ઠાનને) સિદ્ધાંતના જાણકારો વર્ણવે છે. પ્રણિધાનાદિ પાંચ આશયનું વર્ણન યોગવિંશિકા એક પરિશીલન' ઇત્યાદિમાં કર્યું છે... જિજ્ઞાસુઓએ તે ત્યાંથી જાણી લેવું. ૨૫-
એક પરિશીલન
૩૫