________________
રીતે મોટા દોષોને સેવનારા શિથિલાચારી સાધુ પાસેથી જ્ઞાન મેળવી લેવું જોઇએ. અને એ વખતે તેમનો વિનય પણ કરવો જોઇએ. આવી જ રીતે પર્યાયાદિથી નાના એવા સાધુ મહાત્માની પાસેથી જ્ઞાન મેળવતી વખતે પણ તેમનો વિનય અવશ્ય કરવો જોઇએ.
અન્યથા; તેમના સિવાય બીજા પાસેથી જ્ઞાન મળી શકે એમ ન હોય અને પ્રકટ દોષને સેવનારા વગેરેથી જ જ્ઞાન મળતું હોય ત્યારે; ‘આ તો શિથિલાચારી અને નાના છે' - એમ સમજીને વંદનાદિ વિનય ન કરવામાં આવે તો, “જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રકટ દોષને સેવનારાદિનો પણ વિનય કરવો જોઇએ' - આ પ્રમાણે જણાવનારા શાસ્ત્રના અર્થનો(આજ્ઞાનો) બાધ થાય છે. અર્થાત્ એ મુજબ વિનય કરવામાં ન આવે તો, આજ્ઞાભંગનું પાપ લાગે છે. આ વિષયને એ અનુલક્ષીને શ્રી આવશ્યકસૂત્રની નિયુક્તિ વગેરેમાં જણાવ્યું છે કે - પૂર્વે જણાવ્યા મુજબ પ્રકટ રીતે દોષ સેવનારાદિનો; જ્ઞાનની પ્રાપ્તિ માટે વાચિક નમસ્કાર અંજલી વંદન વગેરે વિનય; શિથિલાચારી સાધુને યોગ્ય હોવા છતાં શ્રી અરિહંતપરમાત્માએ ઉપદેશેલા માર્ગમાં; જે સાધુઓ તે કરતા નથી તેમને શ્રી જિનશાસનમાં ભક્તિ નથી. ઉ૫૨થી અભક્તિ વગેરે દોષો લાગે છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. અપવાદસ્વરૂપે જણાવેલી વાત ઉત્સર્ગ-સ્વરૂપે સમજી ન લેવાય - એ અંગે ખાસ ખ્યાલ રાખવો. ૨૯-૧૫||
नन्वेवमपवादतोऽपि प्रकटप्रतिषेविणोऽग्रहिलग्रहिलनृपन्यायेन द्रव्यवन्दनमेव यदुक्तं तद्भङ्गापत्तिर्ज्ञानगुणबुद्ध्या तद्वन्दने भाववन्दनावतारादित्याशङ्क्य तदुक्तिप्रायिकत्वाभिप्रायेण समाधत्ते
આ પ્રમાણે અપવાદથી પણ પ્રકટ રીતે દોષને સેવનારાદિનો જ્ઞાનાદિ માટે ‘અગ્રહિલગ્રહિલ’ ન્યાયથી (‘અગ્રહિલ-ગ્રહિલ' ન્યાયનું તાત્પર્ય એ છે કે પૂર્ણ નામના રાજા અને તેમના બુદ્ધિ નામના મંત્રીશ્વર હતા. કોઇ નૈમિત્તિકે કુવૃષ્ટિ થવાની ભવિષ્યવાણી ભાખી હતી. એ સાંભળીને રાજાએ ઉદ્ઘોષણા કરાવી કે બધાએ પાણીનો સંગ્રહ કરી લેવો. પણ કુવૃષ્ટિનું પાણી કોઇએ પીવું નહિ. ક્રમે કરી નગરના લોકોનો પાણીનો સંગ્રહ પૂરો થઇ ગયો અને તેઓએ કુવૃષ્ટિનું પાણી વાપર્યું. તેઓ ગાંડા થઇ ગયા. રાજા અને મંત્રીશ્વરે એ પાણી વાપર્યું નહિ. તેથી તેઓ ગાંડા થયા નહિ. પરંતુ નગરના લોકો તેમને ગાંડા માને છે અને પોતાને ડાહ્યા માને છે. એટલે રાજા અને મંત્રીશ્વર ગાંડા ન હોવા છતાં ગાંડા બની નગરના લોકોની જેમ જ વર્તવા લાગ્યા. તેથી નગરજનોએ તેમને ડાહ્યા માન્યા. કાલાંતરે સુવૃષ્ટિના પાણીના ઉપયોગથી બધું પૂર્વવત્ થઇ ગયું.) દ્રવ્યવંદન જ કરવાનું ‘ઉપદેશપદ'માં જે જણાવ્યું છે, તેનો ભંગ(વિરોધ) થવાની આપત્તિ આવે છે. કારણ કે અહીં જ્ઞાનગુણની પ્રાપ્તિના હેતુથી શિથિલાચારી આદિને વંદન કરવામાં તો ભાવવંદનનો જ પ્રસંગ આવે છે ‘ઉપદેશપદ'માં જણાવેલી વાત પ્રાયિક છે, તે જણાવાય છે—
આવી શંકાનું સમાધાન કરતાં
૧૭૬
-
વિનય બત્રીશી