________________
अथ प्रारभ्यते योगमाहात्म्यद्वात्रिंशिका ।
क्लेशहानोपायं विविच्य तथाभूतस्य योगस्य प्रेक्षावत्प्रवृत्त्यौपयिकं माहात्म्यमुपदर्शयन्नाहઆ પૂર્વેની બત્રીશીમાં ક્લેશહાનિના ઉપાયનું વિવેચન કરીને તાદેશ ઉપાય સ્વરૂપ યોગનું; બુદ્ધિમાનોની પ્રવૃત્તિના ઉપાય સ્વરૂપ માહાત્મ્ય જણાવવા માટે કહેવાય છે. આશય એ છે કે આ પૂર્વેની બત્રીશીમાં સ્વપરાભિમત ક્લેશહાનિના ઉપાયનું વિવેચન કર્યું. હવે આ બત્રીશીમાં ક્લેશહાનિના ઉપાય સ્વરૂપ યોગનું માહાત્મ્ય વર્ણવાય છે, જે મુમુક્ષુઓને યોગની પ્રવૃત્તિ માટે ઉપયોગી છે. કારણ કે મુમુક્ષુ આત્માઓ યોગના મહિમાને સમજીને યોગમાં પ્રવર્તતા હોય છે. આથી આ બત્રીશીથી યોગનું માહાત્મ્ય વર્ણવાય છે—
शास्त्रस्योपनिषद्योगो, योगो मोक्षस्य वर्त्तनी ।
અવાયશમનો ચોળો, યોગ: ત્યાળારળમ્ ||૨૬-૧||
“શાસ્ત્રનું રહસ્ય યોગ છે, યોગ મોક્ષનો માર્ગ છે, અપાયને શમાવનાર યોગ છે અને યોગ કલ્યાણનું કારણ છે.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે મોક્ષની સાથે આત્માને જોડી આપનારને યોગ કહેવાય છે. શ્રી તીર્થંક૨૫રમાત્માએ પ્રરૂપેલાં સર્વ શાસ્ત્રો મોક્ષમાર્ગને જણાવતાં હોવાથી સર્વ શાસ્ત્રોનું રહસ્ય-સારભૂત યોગ છે.
મોક્ષની પ્રાપ્તિ યોગથી થાય છે. તેથી યોગને મોક્ષમાર્ગ કહેવાય છે. મોક્ષની પ્રાપ્તિમાં અવરોધ કરનારા રાગ દ્વેષ અને મોહ વગેરે અપાય છે. તેને શાંત કરનાર યોગ હોવાથી તેને અપાયશમન કહેવાય છે. તેમ જ આત્માના ગુણોને પ્રાપ્ત કરાવનાર યોગ હોવાથી તેને કલ્યાણનું કા૨ણ કહેવાય છે. આત્મગુણોની પ્રાપ્તિ સિવાય બીજું કોઇ કલ્યાણ નથી... એ સમજી શકાય છે. યોગ વિના એ ગુણોની પ્રાપ્તિ થતી નથી. ૨૬-૧॥
વ્યતિરેકથી યોગનું માહાત્મ્ય વર્ણવાય છે—
૬૮
संसारवृद्धि र्धनिनां पुत्रदारादिना यथा ।
शास्त्रेणापि तथा योगं, विना हन्त विपश्चिताम् ॥ २६-२॥
“પુત્ર સ્ત્રી વગેરેથી ધનવાનોના સંસારની જેમ વૃદ્ધિ થાય છે, તેમ દુઃખની વાત છે કે વિદ્વાનોને યોગ વિના શાસ્ત્રથી પણ સંસારની વૃદ્ધિ થાય છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે યોગ વિના શાસ્ત્રોથી પણ વિદ્વાનો સંસારનો અંત લાવી શકતા નથી. યોગ મોક્ષનું સાધન છે તેમ યોગનો અભાવ સંસારનું કારણ છે. આ રીતે વ્યતિરેકને
યોગમાહાત્મ્ય બત્રીશી