SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રયીને પણ યોગનું મહત્ત્વ આ શ્લોકથી વર્ણવ્યું છે. યોગથી રહિત એવા જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ર૬-રા. આનુષગિક ફળના વર્ણનથી યોગનું માહાભ્ય વર્ણવાય છે इहापि लब्धयश्चित्राः, परत्र च महोदयः । परात्मायत्तता चैव, योगकल्पतरोः फलम् ॥२६-३॥ યોગસ્વરૂપ કલ્પવૃક્ષનું આ ફળ છે કે, આ લોકમાં અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. પરલોકમાં અભ્યદય પ્રાપ્ત થાય છે. તેમ જ પરમકોટિની સ્વાધીનતા પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે યોગથી જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ જન્મમાં અનેકાનેક આમાઁષધિ વગેરે લબ્ધિઓ પ્રાપ્ત થાય છે અને ભવાંતરમાં ઉત્તમ જન્મ, શરીર, આયુષ્ય, સંપત્તિ વગેરે અભ્યદય પ્રાપ્ત થાય છે. તેમ જ શ્રેષ્ઠ કોટિની આત્મરમણતા પ્રાપ્ત થાય છે. બાહ્યવિષયાદિની રમણતાનો અભાવ થવાથી આત્માભિમુખતા પ્રાપ્ત થાય છે, જે યોગનું ફળ છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૬-all યોગની સિદ્ધિથી પ્રાપ્ત થનારા ફળને અન્યાભિપ્રાયથી જણાવવાની શરૂઆત કરાય છે– . योगसिद्धैः श्रुतेष्वस्य, बहुधा दर्शितं फलम् । दर्शाते लेशतश्चैतद्, यदन्यैरपि दर्शितम् ।।२६-४॥ शास्त्रस्येति-इयमाद्या चतुःश्लोकी सुगमा ||२६-१-२-३-४।। શ્લોકાર્થ સ્પષ્ટ છે; “યોગસિદ્ધ પુરુષોએ શાસ્ત્રમાં આ યોગનાં ફળો ઘણા પ્રકારે વર્ણવ્યાં છે. અમારા વડે તે અંશતઃ જણાવાય છે, કે જે અન્યદર્શનીઓએ પણ જણાવ્યાં છે.” આવશ્યકસૂત્રની નિયુક્તિ અને યોગશાસ્ત્ર વગેરે શાસ્ત્રોમાં આ યોગનું ફળ યોગસિદ્ધ પુરુષોએ અનેક પ્રકારે વર્ણવ્યું છે. એ મુજબ અંશતઃ અહીં એ વર્ણવાય છે, જે પતંજલિ વગેરે અન્યદર્શનકારોએ પણ વર્ણવ્યું છે. લગભગ એકવીસમા શ્લોક સુધી એ મુજબ વર્ણવાશે. ૨૬-જો. પાતંજલોની માન્યતા મુજબ યોગનું ફળ વર્ણવાય છે– अतीतानागतज्ञानं, परिणामेषु संयमात् । शब्दार्थधीविभागे च, सर्वभूतरुतस्य धीः ॥२६-५॥ अतीतेति-संयमो नाम धारणाध्यानसमाधित्रयमेकविषयं । यदाह-“त्रयमेकत्र संयमः” इति [३-४] । एतदभ्यासात् खलु हेयज्ञेयादिप्रज्ञाप्रसर इति पूर्वभूमिषु ज्ञात्वोत्तरभूमिष्वयं विनियोज्यः । तदाह“तज्जयात्प्रज्ञालोकः [३-५] तस्य भूमिषु विनियोग इति” [३-६] । ततः परिणामेषु धर्मलक्षणावस्थारूपेषु એક પરિશીલન
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy