________________
संयमाञ्चितस्य सर्वार्थग्रहणसामर्थ्यप्रतिबन्धकविक्षेपपरिहाराद् । अतीतानागतज्ञानमतिक्रान्तानुत्पन्नार्थपरिच्छेदनं योगिनो भवति । तदुक्तं-“परिणामत्रयसंयमादतीतानागतज्ञानमिति” [३-१६] । शब्दः श्रोत्रेन्द्रियग्राह्यनियतक्रमवर्णात्मा क्रमरहितः स्फोटात्मा ध्वनिसंस्कृतबुद्धिग्राह्यो वा, अर्थो जातिगुणक्रियादिः, धीविषयाकारा बुद्धिवृत्तिः, एता हि गौरिति शब्दो गौरित्यर्थो गौरिति च धीरित्यभेदेनैवाध्यवसीयन्ते । कोऽयं शब्द इत्यादिषु प्रश्नेषु गौरयमित्येकरूपस्यैवोत्तरस्य प्रदानात् । तस्य चैकरूपप्रतिपत्तिनिमित्तकत्वात्। तत एतासां विभागे चेदं शब्दस्य तत्त्वं यद्वाचकत्वं नाम, इदं चार्थस्य यद्वाच्यत्वम्, इदं च धियो यत्प्रकाशत्वमित्येवंलक्षणे । संयमात् सर्वेषां भूतानां मृगपशुपक्षिसरीसृपादीनां रुतस्य शब्दस्य धीभवति । अनेनैवाभिप्रायेण अनेन प्राणिनाऽयं शब्दः समुच्चरित इति । तदुक्तं-“शब्दार्थप्रत्ययानामितरेतराध्यासात्सङ्करस्तत्र प्रति(प्रवि)भागसंयमात्सर्वभूतरुतज्ञानमिति” [३-१७] ॥२६-५।।
પરિણામોને વિશે સંયમ કરવાથી અતીત અને અનાગત અર્થનું જ્ઞાન થાય છે અને શબ્દ, અર્થ તેમ જ બુદ્ધિના વિભાગને વિશે સંયમ કરવાથી બધાય પ્રાણીઓના શબ્દનું જ્ઞાન થાય છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – કોઈ એક વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિ જે આ ત્રણ હોય છે તેને સંયમ કહેવાય છે. કોઈ એક વિષયના દેશ(ભાગઅંશ)ની સાથે જે ચિત્તનો સંબંધ છે, તેને ધારણા કહેવાય છે. ધારણાના વિષયમાત્રની સાથે જે એકાગ્રતા(નિરંતર ચિત્તસંબંધ) છે તેને ધ્યાન કહેવાય છે અને સમાધિ તેને કહેવાય છે કે જેમાં માત્ર ધ્યેયાકારની પ્રતીતિ થાય છે. સામાન્યથી તત્સંબંધ, તદેકાગ્રતા અને તન્મયતા અનુક્રમે ધારણા ધ્યાન અને સમાધિ છે... એ સમજી શકાય છે.
સંયમનું સ્વરૂપ વર્ણવતાં પાતંજલયોગસૂત્ર(૩-૪)માં જણાવ્યું છે કે એક વિષયમાં જે ધારણા ધ્યાન અને સમાધિ આ ત્રણ છે તેને સંયમ કહેવાય છે. આ સંયમના અભ્યાસથી હેય, શેય અને ઉપાદેયવિષયવાળી પ્રજ્ઞાનો વિસ્તાર થાય છે. તેથી પૂર્વ પૂર્વ અવસ્થાઓને વિશે જાણીને ઉત્તર ઉત્તર અવસ્થાઓમાં સંયમ કરવો જોઈએ – આ પ્રમાણે વર્ણવતાં યોગસૂત્રમાં (૩પ/૬માં) જણાવ્યું છે કે સંયમના જયથી પ્રજ્ઞાનો આલોક અર્થાત્ પ્રસર-નિર્મળતા થાય છે. તેનો તે અવસ્થામાં ઉપયોગ કરવો જોઈએ.
ધર્મપરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થાપરિણામ : આ ત્રણ પ્રકારના પરિણામ છે. ધર્મી વિદ્યમાન હોતે છતે પૂર્વ ધર્મનું તિરોધાન થવાથી બીજા ધર્મનો જે પ્રાદુર્ભાવ થાય છે તે ધર્મપરિણામ છે. જેમ કે ચિત્તના વ્યુત્થાનધર્મના તિરોધાનથી નિરોધધર્મનો પ્રાદુર્ભાવ થાય છે. તે નિરોધાત્મક પરિણામ ધર્મપરિણામ છે. વિદ્યમાન ધર્મોના અનાગતાદિ કાળના ત્યાગથી વર્તમાનાદિકાળનો તે ધર્મોને જે લાભ થાય છે તે લક્ષણ-પરિણામ છે. ધર્મોની કાલકૃત અવસ્થા, સામાન્યથી લક્ષણ-પરિણામ છે. વ્યુત્થાનનું જવું અને નિરોધનું આવવું, નિરોધનું જવું અને વ્યુત્થાનનું આવવું... ઇત્યાદિ લક્ષણપરિણામ છે. આવી જ રીતે વર્તમાન લક્ષણની પ્રબળતા ૭૦
યોગમહાભ્ય બત્રીશી