________________
ચૈતન્યની સિદ્ધિ હોવાથી મોક્ષાવસ્થામાં પણ નિર્વિષયક ચૈતન્યમાત્ર તત્ત્વાર્થની સિદ્ધિ થતી નથી. આથી જ એ પ્રમાણે જણાવતાં પૂ.આ.ભ. શ્રી હરિભદ્ર સૂ. મહારાજાએ યોગબિંદુમાં(૪૫૭) ફરમાવ્યું છે કે - “આત્મદર્શનથી જ મુક્તિ થાય છે. આ પ્રમાણે જે શાસ્ત્ર-સિદ્ધાંતથી સિદ્ધ થાય છે, તે કારણે મોક્ષદશામાં તે શાસ્ત્રનીતિથી જ વિષયને ગ્રહણ(પ્રત્યાદિને ગ્રહણ) કરનાર જ્ઞાનનો સદ્ભાવ સિદ્ધ થાય છે.'
યદ્યપિ વિવેકખ્યાતિ પણ સાંખ્યાદિના મતે અંતઃકરણનો ધર્મ હોવાથી એ અંતઃકરણ પ્રકૃતિમાં વિલીન થયે છતે મુક્તાવસ્થામાં વિવેકખ્યાતિસ્વરૂપ ધર્મની સ્થિતિ રહેતી નથી. ધર્મી ન હોય તો ધર્મ પણ ન હોય - એ સમજી શકાય છે. “આ રીતે વિવેકખ્યાતિનો અભાવ માનવામાં આવે તો; સંયોગાભાવનો અભાવ થવાથી જેમ સંયોગ થાય છે તેમ વિવેકાખ્યાતિ-પ્રકૃતિ પુરુષનો સંયોગ થશે” - આ પ્રમાણે કહેવું બરાબર નથી. કારણ કે નૈયાયિકોના મતમાં જેમ ઘટાદિની ઉત્પત્તિ થવાથી ઘટાદિનો પ્રાગભાવ(ઉત્પત્તિ પૂર્વેનો અભાવ) નાશ પામે છે અને જ્યારે એ ઘટનો નાશ થાય છે, ત્યારે ઘટાદિના પ્રાગભાવનું ઉન્મજ્જન(પાછી ઉત્પત્તિ) થતું નથી. તેમ અંતઃકરણના વિલય પછી વિવેકાખ્યાતિનું ઉન્મજ્જન થતું નથી. આથી સમજી શકાશે કે પ્રકૃતિના જ સંયોગની તત્ત્વતઃ હાનિ થાય છે. આત્મામાં તો ઉપચારથી જ તે જણાવાય છે. તેથી “મોક્ષમાં વિવેકખ્યાતિ હોવાથી આત્મચૈતન્યમાં સવિષયકત્વ સિદ્ધ જ છે' - આવો જે ઉપાલંભ પૂ. આચાર્યભગવંતશ્રીએ સાંખ્યાદિને આપ્યો છે તે ઉચિત નથી.
પરંતુ ઉપચાર પણ ત્યાં કરાય છે કે જયાં જેમાં જેમાંનો ઉપચાર કરવાનો હોય છે, ત્યાં તે બંન્નેનો તાત્ત્વિક સંબંધ હોય. અન્યથા એવો તાત્વિક સંબંધ ન હોય તો ય ઉપચાર કરવામાં આવે તો ગમે તેનો ગમે તેમાં ઉપચાર કરી શકાશે. પ્રકૃતિની વિવેકખ્યાતિનો ઉપચાર પુરુષમાં કરાય છે, પરંતુ પ્રકૃતિની સાથે કોઈ જ તાત્ત્વિક સંબંધ નથી અને તેથી વિવેકખ્યાતિ (સંયોગોચ્છેદ) વગેરેની સાથે પણ કોઈ તાત્ત્વિક સંબંધ નથી. ઉપચાર વ્યાપ્ય છે અને વિવેકખ્યાતિનો સંબંધ (તાત્ત્વિક સંબંધો વ્યાપક છે. વ્યાપકનો અભાવ હોય ત્યાં વ્યાખનું અસ્તિત્વ (વન્યભાવના અધિકરણમાં ધૂમ ન હોય) ન હોય. આથી સ્પષ્ટ છે કે ઉપચારને કરવા માટે તેના વ્યાપક સ્વરૂપે સંબંધને પણ તાત્વિકસ્વરૂપે માનવો પડશે અને તેથી “આત્મામાં (પુરુષમાં) માત્ર ચૈતન્ય છે' - આ માન્યતાનો ત્યાગ કરવાનો પ્રસંગ આવશે. કારણ કે આત્મામાં પ્રકૃતિગત વિવેકખ્યાતિનો સંબંધ પણ છે. “આ રીતે પ્રકૃતિગત વિવેકખ્યાતિનો - (પ્રકૃતિપુરુષના સંયોગાભાવનો) પુરુષમાં ઉપચાર કરવા માટે તાત્ત્વિક સંબંધ માની લઈએ તો પુરુષના કૂટસ્થત્યાદિ સિદ્ધાંતની હાનિ થાય છે. તેથી તાદશ સંબંધ નથી મનાતો” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ, કારણ કે મુક્તાવસ્થામાં સર્વજ્ઞત્વસ્વભાવનો પરિત્યાગ થાય છે... ઇત્યાદિ કથન પોતાના તેવા પ્રકારના સંસ્કારનો વિલાસ છે. વસ્તુસ્થિતિ જોઈને એ કથન કર્યું નથી... આ
૫૮
ક્લેશતાનોપાય બત્રીશી