________________
અશાતાવેદનીયનો બંધ થાય છે – આ પ્રમાણે પાતંજલો દ્વારા અને સાંખ્યો દ્વારા જે કહેવાય છે, એ નિરર્થક છે. કારણ કે કલ્પનામાત્રથી અર્થની સિદ્ધિ થતી જ નથી.
યદ્યપિ ઉપર જણાવેલા ઉદાહરણથી કોઈ અર્થની સિદ્ધિ કરવાની નથી. “ચેતન એવી હું કરું છું...” ઇત્યાદિ સ્વરૂપ, પ્રકૃતિમાં જે અભિમાન છે તે જણાવવા માત્રનો જ એ ઉદાહરણનો આશય છે. એ અભિમાનની નિવૃત્તિ કરવા માટે જ સકળ શાસ્ત્રોના અર્થનો ઉપયોગ છે. તત્ત્વાર્થની સિદ્ધિ(નિશ્ચય) માટે ઉપચારનો આશ્રય કરવામાં કોઈ દોષ નથી. કારણ કે ઔપચારિક દષ્ટાંતનો આશ્રય લઇને પારમાર્થિક વસ્તુની સિદ્ધિ થવામાં કોઈ દોષ નથી. પરંતુ આ પ્રમાણે માનવાનું ઉચિત નથી. કારણ કે તત્ત્વસ્વરૂપ અર્થ તો ચિસ્વરૂપ આત્મા છે. એ જેમ સંસારમાં વિષયનો પરિચ્છેદ કરે છે, તેમ મુક્તાવસ્થામાં પણ તેને વિષયનો પરિચ્છેદ કરનાર તરીકે માનવાનો પ્રસંગ આવશે. કારણ કે જ્ઞાનત્વની જેમ સવિષયકત્વ(વિષયને ગ્રહણ કરવું તે) પણ જ્ઞાનનો સ્વભાવ છે.
યદ્યપિ મુક્તાવસ્થામાં અંતઃકરણ ન હોવાથી જ્ઞાન હોવા છતાં વિષયનો પરિચ્છેદ થતો નથી. આ પ્રમાણે કહી શકાય છે; પરંતુ નિરાવરણ જ્ઞાનમાં અંતઃકરણ હેતુ ન હોવાથી; મુક્તાવસ્થામાં વિષયપરિચ્છેદ, અંત:કરણ ન હોવાથી થતો નથી – એ પ્રમાણે કહી શકાય એવું નથી. “દિક્ષા(જોવાની ઇચ્છા) ન હોવાથી મુક્તાવસ્થામાં વિષયપરિચ્છેદ થતો નથી.' એ પ્રમાણે પણ કહી શકાય એવું નથી. કારણ કે દિક્ષાના અભાવમાં પણ નિરાવરણ જ્ઞાનથી વિષયનું દર્શન થયા વિના નહીં રહે. બદ્ધાવસ્થામાં પ્રકૃતિજન્ય જ્ઞાન, સવિષયકત્વસ્વભાવવાળું હોય છે અને મુક્તાવસ્થામાં જ્ઞાન, પ્રકૃતિજન્ય ન હોવાથી નિર્વિષયકત્વસ્વભાવવાળું હોય છે – આ પ્રમાણે જ્ઞાનના સ્વભાવભેદ માનવાનું યુક્ત નથી. કારણ કે આ રીતે ક્રમિક બે સ્વભાવની કલ્પનાથી આત્માના કૂટસ્થત્વની હાનિ થાય છે. “તેથી જ્ઞાનનો અવિષયત્વ(નિર્વિષયકત્વ) એક સ્વભાવ જ માનવો જોઈએ” – આ કહેવું યુક્ત નથી. કારણ કે આત્માના ચૈતન્યમાં અવિષયકત્વસ્વભાવની જેમ સવિષયકત્વસ્વભાવની કલ્પના કરવામાં પણ કોઈ બાધક નથી.. ઈત્યાદિ વિચારવું.
યદ્યપિ આત્માના કૌટશ્યની(અપરિણામિતાની) હાનિ થાય છે. તેથી તે બાધક હોવાથી આત્મચૈતન્યમાં નિર્વિષયકત્વ એક સ્વભાવ જ મનાય છે. પરંતુ તાદશ નિર્વિષયકત્વસ્વભાવ માની શકાય એમ નથી. તે હિં ર... ઇત્યાદિ ગ્રંથથી જણાવાય છે.
કહેવાનો આશય એ છે કે વિવેક - અખ્યાતિસ્વરૂપ પ્રકૃતિ(બુદ્ધિ) - પુરુષનો સંયોગ છે.(સંસાર છે.) તે સંયોગનો અભાવ (વિવેક-અખ્યાતિનો અભાવ) મોક્ષ છે, જે વિવેકખ્યાતિસ્વરૂપ છે. પુરુષમાં જે પ્રકૃતિનો ભેદ છે, તે વિવેક છે. તેનું જ્ઞાન(ખ્યાતિ) વિવેકખ્યાતિ છે. આ રીતે વિવેકખ્યાતિમાં(મોક્ષાવસ્થામાં) ભેદના પ્રતિયોગી(જેનો ભેદ છે તે) સ્વરૂપે પ્રકૃતિ વગેરે તત્ત્વોનું જ્ઞાન છે. તેથી પોતાના(પાતંજલાદિના) સિદ્ધાંતથી જ વિષયને ગ્રહણ કરનાર
એક પરિશીલન
૫૭