SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અપૌરુષેય(કોઇના પણ પ્રયત્ન વિના થયેલા) માનનારા મીમાંસકોને જીતવાનું દિગંબર માટે શક્ય નહીં બને. મિત્રભાવે અમે(દિગંબર) પૂછીએ છીએ કે “બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિની પ્રત્યે ઇચ્છા કારણ છે. કેવલજ્ઞાનીને ઇચ્છા હોતી નથી. તો ઇચ્છાના અભાવમાં દેશનાદિની અને આહારાદિની પ્રવૃત્તિ કઈ રીતે તેઓશ્રીને હોઈ શકે ? મિત્રભાવે જ કહીએ છીએ કે - અહીં બુદ્ધિ તરીકે ઈષ્ટસાધનતાવિષયક (આ મારા ઈષ્ટનું સાધન છે.) બુદ્ધિ જગૃહીત છે. કારણ કે એનાથી અન્ય બુદ્ધિ અતિપ્રસક્ત વ્યભિચારિણી (અર્થાત્ એ હોય તો પ્રવૃત્તિ થાય કે ન પણ થાય) છે. પ્રવૃત્તિમાં બુદ્ધિપૂર્વકત્વ રહેલું છે. તેને ઇષ્ટસાધનતાના જ્ઞાનમાં રહેલી જનકતા નિરૂપિત જન્યતાનું અવચ્છેદક માનીએ અર્થાત્ બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ પ્રત્યે તાદશ ઈષ્ટસાધનાવિષયક બુદ્ધિને કારણે માનીએ તોપણ; જીવનયોનિભૂત શ્વાસોચ્છવાસાદિની અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ, જેમ ભવોપગ્રાહી કર્મ(આયુષ્યકર્મ-નામકર્માદિ)ના કારણે થાય છે તેમ કેવલપરમાત્માની દેશનાદિની અને આહારાદિની પ્રવૃત્તિ પણ ભવોપગ્રાહિકર્મના કારણે સુસંગત છે. એ પ્રવૃત્તિ વીતરાગતાની બાધક નથી. બાકી તો પ્રવૃત્તિસામાન્યની પ્રત્યે મન, વચન, કાયાના યોગો જ કારણ છે. ઇચ્છાપૂર્વકાદિ તે તે પ્રવૃત્તિવિશેષ તો અવાંતર સામગ્રીથી થાય છે. આ વિષયમાં ગ્રંથકારશ્રીએ અધ્યાત્મમતપરીક્ષામાં ફરમાવ્યું છે કે – પરદ્રવ્યમાં થતી પ્રવૃત્તિ; મોહથી થતી નથી કે મોહને ઉત્પન્ન કરતી નથી. મન, વચન અને કાયાના યોગથી જ પ્રવૃત્તિ થાય છે. ફળની ઈચ્છા તો રાગ અને દ્વેષને લઈને થતી હોય છે... આથી અધિક વર્ણન શાસ્ત્રવાર્તાસમુચ્ચયની ટીકા સ્યાદ્વાદ-કલ્પલતાદિમાં ઉપલબ્ધ છે. જિજ્ઞાસુઓ માટે તેનું અધ્યયન જ આવશ્યક છે. ૩૦-૧૯ll આઠમા હેતુનું નિરાકરણ કરવાનો આરંભ કરાય છે– भुक्त्या या सातवेद्यस्योदीरणापाद्यते त्वया । साऽपि देशनयाऽसातवेद्यस्यैतां तवाऽऽक्षिपेत् ॥३०-१७॥ भुक्त्येति-भुक्त्या कवलाहारेण । या सातवेद्यस्य सातवेदनीयस्योदीरणा त्वयापाद्यते । भुक्तिव्यापारेण सातोत्पत्तेः । सापि देशनयाऽसातवेद्यस्यैतां उदीरणां त्वाक्षिपेत्, ततोऽपि परिश्रमदुःखसम्भवात् प्रयलजन्यत्वस्य तत्र व्यवस्थापितत्वादिति भावः ॥३०-१७।। “તમારા(દિગંબરો) વડે ભોજનના કારણે જે શતાવેદનીયકર્મની ઉદીરણાનું આપાદન કરાય છે, (અર્થાતુ અમારા મતમાં દોષ દર્શાવાય છે.) તે ઉદીરણા (તાદશ દોષ) તમારા મતમાં દેશનાથી અશાતા વેદનીયકર્મની ઉદીરણાને ખેંચી લાવશે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય એ છે કે આ પૂર્વે દિગંબરોએ જણાવ્યું હતું કે શ્રી કેવલીપરમાત્મા એક પરિશીલન ૨૦૫
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy