SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ બાધ દોષ છે. પરંતુ એ તો સ્વાભાવિક દેશનાને માનવામાં પણ તુલ્ય જ છે. કારણ કે ભોજનની જેમ દેશનાદિ પણ પ્રયત્ન વિના ક્યાંય જોવા મળતા નથી. યદ્યપિ ચેષ્ટાસામાન્યની પ્રત્યે પ્રયત્નને કારણ માનતા નથી; જે ચેષ્ટાની પૂર્વે (અવ્યવહિત પૂર્વે પ્રયત્ન વૃત્તિ છે, તે ચેષ્ટાની પ્રત્યે જ પ્રયત્નને કારણ માનવામાં આવે છે. તેથી શ્રી કેવલીભગવંતની પ્રવૃત્તિમાત્રની પ્રત્યે પ્રયત્નને કારણ માનતા નથી. ભોજનની પ્રવૃત્તિમાત્રમાં પ્રયત્નજન્યત્વ મનાય છે અને દેશનાદિમાં તેમ મનાતું નથી - આ પ્રમાણે કહી શકાય છે. પરંતુ એ પ્રમાણે તો દેશનાદિ માટે પણ કહી શકાય છે. તેથી ઉભયસ્થાને સામ્ય છે. ઉપર જણાવ્યા મુજબ બંન્નેમાં સામ્ય નથી પરંતુ વિષમતા છે – એ જણાવવા દિગંબરો નવું.... ઈત્યાદિ ગ્રંથથી શંકા કરે છે. એનો આશય એ છે કે પ્રયત્ન વિના કોઈ પણ ચેષ્ટા થતી નથી. શ્રી કેવલીપરમાત્મા કોઈ પણ પ્રકારનો પ્રયત્ન ન કરે તોપણ તેઓશ્રીથી ધ્વનિમય દેશના સ્વાભાવિક જ પ્રગટે છે. નિયત દેશ-કાળમાં પ્રગટ થતી એ દેશનાની પ્રત્યે પ્રયત્ન કારણ નથી. અક્ષરમય દેશનાની પ્રત્યે જ તે કારણ બને છે અને એ પ્રયત્નની પૂર્વે ઇચ્છાનું અસ્તિત્વ હોય છે, જે વીતરાગતાની બાધક છે. તેથી શ્રી કેવલીપરમાત્માની દેશના સ્વભાવથી ધ્વનિમય હોય છે. પરંતુ કેવલીપરમાત્મા કવલાહાર ગ્રહણ કરે તો તે અવશ્ય પ્રયત્નજન્ય હોવાથી તેની પૂર્વે ઇચ્છાને પણ માનવી પડશે, જે વીતરાગતાની બાધક બનશે. તેથી કેવલીપરમાત્મા કવલાહાર કરતા નથી. આ વાતના સંદર્ભમાં શ્રી સમંતભદ્રાચાર્યજીએ પણ કહ્યું છે કે – “પોતાના સ્વાર્થ વિના અને રાગ વિના સપુરુષોના હિતનો ઉપદેશ શ્રી તીર્થંકર પરમાત્મા કરે છે. શું મૃદંગ, તેના વાદકના હાથના સ્પર્શથી વાગતું હોય ત્યારે પોતાના માટે ફળની અપેક્ષા રાખે છે? અર્થાત્ નથી રાખતું. તેમ પરમાત્માની દેશના પણ નિઃસ્વાર્થ (ઇચ્છા વિનાની) હોય છે. હવે મે... ઇત્યાદિ ગ્રંથથી ઉપર જણાવેલી શંકાનું સમાધાન કરાય છે. એનું તાત્પર્ય એ છે કે શબ્દથી શબ્દાંતરનું પરિણમન થાયઃ એ કલ્પના સંગત છે. કારણ કે અર્ધમાગધી ભાષામાં બોલાયેલા એ શબ્દો, શ્રોતાઓની પોતપોતાની ભાષામાં શ્રી તીર્થંકરપરમાત્માના અતિશયવિશેષથી પરિણમે છે. ત્યાં શબ્દોનું સાજાત્ય હોય છે તેથી તે સંભવે છે. પરંતુ ધ્વનિમય દેશના અતિશયથી પણ શબ્દાંતરમાં પરિણમે : એનો સંભવ નથી. તેથી તેવી કલ્પના યોગ્ય નથી. ક્ષણવાર માની લઈએ કે પરમાત્માના અચિંત્ય અતિશયના સામર્થ્યથી પરમાત્માની ધ્વનિમય દેશના શ્રોતાઓની પોતપોતાની ભાષામાં પરિણમે તોપણ તે ધ્વનિરૂપ દેશના વચનયોગની અપેક્ષા રાખતી હોવાથી તાદશ શબ્દમાત્રમાં(અક્ષર-અનફર શબ્દમાં) વક્તા પુરુષના પ્રયત્નનું અનુસરણ ચોક્કસ(આવશ્યક) છે. આથી સમજી શકાશે કે શ્રી તીર્થંકરપરમાત્માની પરમતારક દેશના પ્રયત્નથી જન્ય છે. અન્યથા તેને પ્રયત્નજન્ય ન માને, તો વેદને ૨૦૪ કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy