________________
स्वातन्त्र्यमिति-स्वातन्त्र्यं मुक्तिरित्यन्ये वदन्ति । तत् स्वातन्त्र्यं यदि प्रभुता तदा मदः, स च क्षयी । अथ चेत् कर्मनिवृत्तिस्तदाऽस्माकमेव स सिद्धान्तः ॥३१-११।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે કેટલાક વિદ્વાનો સ્વતંત્રતાને મોક્ષ કહે છે. એ સ્વતંત્રતા જો પ્રભુતા સ્વરૂપ હોય અર્થાત્ સ્વચ્છંદતાસ્વરૂપ હોય તો તે એક પ્રકારનો મદ (અહંકાર) છે. કારણ કે તાદશ મદ ક્ષય પામવાનો છે. આવા ક્ષય પામવાના સ્વભાવવાળો મોક્ષ કોઈને પણ ઈષ્ટ નહિ બને. કર્મની નિવૃત્તિના કારણે કર્મની પરતંત્રતાનો અભાવ થવાથી તસ્વરૂપ સ્વતંત્રતાને “મોક્ષ' માનવામાં આવે તો તે અમારો(જૈનોનો) જ સિદ્ધાંત છે. તેથી પરમતમાં પ્રવેશનો પ્રસંગ આવશે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૩૧-૧૧ સાંખ્યાભિમત મોક્ષના સ્વરૂપનું નિરાકરણ કરાય છે
पुंसः स्वरूपावस्थानं, सेति साङ्ख्याः प्रचक्षते ।
तेषामेतदसाध्यत्वं, वज्रलेपोऽस्ति दूषणम् ॥३१-१२॥ पुंस इति-पुंसः पुरुषस्य स्वरूपावस्थानं प्रकृतितद्विकारोपधानविलये चिन्मात्रप्रतिष्ठानं सा मुक्तिरिति साङ्ख्याः प्रचक्षते । तेषामेतस्या मुक्तेरसाध्यत्वं दूषणं वज्रलेपोऽस्ति । एकान्तनित्यात्मरूपायास्तस्या नित्यत्वादुपचरितसाध्यत्वस्याप्रयोजकत्वात् ॥३१-१२॥
પુરુષનું સ્વરૂપાવસ્થાન - એ મોક્ષ છે, એમ સાંખો કહે છે. તેઓને મોક્ષ અસાધ્ય છે - એમ માનવાનું દૂષણ વજલેપ છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – સાંખ્યદર્શનની માન્યતા મુજબ પુરુષ કૂટસ્થ નિત્ય છે. પ્રકૃતિ અને તેના વિકારાદિ ઉપાધિના કારણે પુરુષના અભેદગ્રહને લઈને પુરુષનો સંસાર છે. પરંતુ વિવેકખ્યાતિથી ભેદગ્રહ થવાથી ઔપાયિક સ્વરૂપનો વિલય થાય છે, જેથી પુરુષ માત્ર ચિદવસ્થામાં પ્રતિષ્ઠિત થાય છે. એ જ પુરુષની મુક્તાવસ્થા છે. તેને જ સાંખ્યો મોક્ષ કહે છે. પુરુષનું પોતાનું આ સ્વરૂપાવસ્થાન, પ્રકૃતિ અને તેના વિકાર બુદ્ધિ વગેરેના સાંનિધ્યની નિવૃત્તિથી થાય છે.
સાંખ્યોએ માનેલું એ મોક્ષનું સ્વરૂપ સંગત નથી. કારણ કે પુરુષ કૂટસ્થ નિત્ય હોવાથી પરમાર્થથી તો તે સદાને માટે સ્વભાવથી જ પોતાના સ્વરૂપમાં અવસ્થિત છે. પ્રકૃત્યાદિના સાંનિધ્યના કારણે વિભાવાવસ્થામાં અવસ્થિતિ તો વાસ્તવિક નથી, ઔપાધિક છે. તેથી ઔપાધિક-ઉપચરિત બદ્ધાદિ અવસ્થા છે. આવા પ્રકારના ઔપચારિક મોક્ષ માટે કોઈ પ્રયત્ન નહિ કરે, ઇચ્છા પણ નહિ કરે. ઉપચરિત સાધ્યત્વ વસ્તુની સિદ્ધિમાં ઉપયોગી ન બને. તેથી મોક્ષમાં પુરુષાર્થત્વનો અભાવ હોવાથી સાંખ્યોને અસાધ્યત્વ દૂષણ વજલેપ છે. કોઈ પણ રીતે તે દૂર થાય એમ નથી... ઇત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું જોઇએ. /૩૧-૧૨ા.
એક પરિશીલન
૨૩૭