________________
સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે અવિદ્યાદિ ક્લેશના કારણે જે કર્મવિપાક શુભ કે અશુભ રૂપે પ્રવર્તે છે; તે, પરિણામાદિના કારણે યોગીજનો માટે દુઃખમય છે.
પાતંજલયોગસૂત્ર(૨-૧૪)માં જણાવ્યું છે કે – “તે ફ્લાવરિતાપના: પુષ્પાપુષ્યદેતુત્વા, અર્થાત્ તે જાતિ આયુષ્ય અને ભોગ; પુણ્ય અને અપુણ્યના કારણે હોવાથી આહલાદ અને પરિતાપના ફળવાળા છે. એ મુજબ સૂત્રના ત પદથી જાતિ આયુષ્ય અને ભોગનું ગ્રહણ હોવાથી તેના આલાદ અને પરિતાપ સ્વરૂપ ફળને આશ્રયીને બે ભેદ છે. એ બંન્નેય પ્રકારના કર્ભાશયો, ઉપર જણાવ્યા મુજબ પરિણામાદિને લીધે દુઃખમય છે.
વિષયોના ભોગથી તેની આસક્તિ વધતી હોય છે, જેથી તે મુજબ વિષયોની પ્રાપ્તિ ન થાય તો તેને લીધે જે દુઃખ થાય છે તેને દૂર કરવાનું શક્ય બનતું નથી. જો વિષયની પ્રાપ્તિ થઈ જાય તો તેના જેવા બીજા ચઢિયાતા વિષયો પ્રાપ્ત કરવાની ઇચ્છાદિથી બીજા દુ:ખની પ્રાપ્તિ થાય છે. આ રીતે દુઃખના અપરિહાર સ્વરૂપ પરિણામના કારણે અને દુઃખાંતરને ઉત્પન્ન કરવા સ્વરૂપ પરિણામના કારણે કર્મવિપાક(શુભકર્મવિપાક પણ) દુઃખમય છે.
સુખનાં સાધનોના ઉપભોગથી સુખના અનુભવ વખતે પણ કાયમ માટે તેના વિરોધી તત્ત્વ પ્રત્યે દ્વેષ હોવાથી તાદશ કર્મવિપાક દ્વેષસ્વરૂપ તાપથી દુઃખમય છે. સુખાનુભવકાળમાં પણ તેમાં વિઘ્નરૂપ થનારાદિને વિશે દ્વેષ તો હોય છે જ. એકલો રાગ હોય અને દ્વેષ ન હોય એવું બનતું નથી. સુખાનુભવકાળમાં પણ તેના વિષયોનો નાશ થવાના ભયથી દુઃખ તો પડેલું જ છે. તદુપરાંત તેવા પ્રકારના સુખાનુભવમાં “હું પાપી છું, મને ધિક્કાર છે...' ઇત્યાદિ સ્વરૂપ અનુતાપ પણ હોય છે. આથી સમજી શકાય છે કે તાપનાદ્વિષના) કારણે કર્મવિપાક દુઃખમય છે.
સંસ્કારથી પણ તાદશ કર્મવિપાક દુઃખમય છે. કારણ કે અનુકૂળ કે પ્રતિકૂળ વિષયોના સંનિધાનમાં અનુક્રમે સુખનું સંવેદન અને દુઃખનું સંવેદન થશે, તેથી પાછા સુખાદિવિષયક સંસ્કાર અને સુખાદિવિષયક અનુભવની પરંપરા ચાલ્યા જ કરશે, જેથી સંસ્કારનો ઉચ્છેદ જ નહીં થાય અને તેથી ભવભ્રમણનો અંત જ નહીં થાય. આ રીતે સંસ્કારના કારણે પણ કર્મવિપાક દુઃખમય છે.
ગુણવૃત્તિવિરોધના કારણે પણ કર્મવિપાક દુઃખમય છે. સત્ત્વ રજસ્ અને તમન્ ગુણોની વૃત્તિઓ અનુક્રમે સુખ, દુઃખ અને મોહ સ્વરૂપ છે. તે તે ગુણોના પ્રાધાન્યના કારણે તેનાથી અન્યગુણો અભિભૂત(અપ્રધાન-ગૌણ) બને છે. તેથી સુખાદિ સ્વરૂપ કાર્ય, કોઈ એક ગુણને લઈને થતું ન હોવાથી ત્રિગુણાત્મક છે. પરસ્પર અભિભાવ્ય-અભિભાવક(અપ્રધાન-પ્રધાન) સ્વરૂપે બધી વૃત્તિઓ થતી હોવાથી વિરોધવાળી છે. તેથી બધામાં દુઃખનો અનુવેધ તો છે જ. આ રીતે ગુણવૃત્તિવિરોધને લઈને પણ કર્મવિપાક, દુઃખમય અર્થાત્ દુઃખૈકસ્વભાવવાળો છે. પાતંજલ યોગસૂત્ર(૨-૧૫)માં એ વાતને જણાવતાં કહ્યું છે કે – “પરિણામ, તાપ, સંસ્કાર અને ગુણવૃત્તિવિરોધને લઈને વિવેકી(મુમુક્ષુ) માટે બધું જ દુઃખરૂપ છે. ર૫-૨૨ા.
એક પરિશીલન