________________
સ્પષ્ટ છે કે જેમની પાસે ધર્મને પ્રાપ્ત કરાવનારાં સિદ્ધાંતપદોનું અધ્યયન કરીએ તેમનો નિરંતર પણ કાય, વચન અને મનની શુદ્ધિ પૂર્વક ઉત્તમ(મોક્ષપ્રાપક) વિનય કરવો જોઈએ. આવો વિનય, ભણતા હોઈએ ત્યારે જ કરવો એવું નહિ પણ ભણી ગયા પછી પણ (પાઠ પછી પણ) નિરંતર કરવો જોઇએ. જો માત્ર સૂત્રગ્રહણકાળમાં જ વિનય કરવામાં આવે તો કુશલ એવા અનુબંધ નાશ પામી જાય. એ અનુબંધ નાશ ન પામે : એ માટે નિરંતર વિનય કરવો જોઇએ. ઇત્યાદિ દશવૈકાલિક સૂત્રમાંથી સમજી લેવું જોઇએ. ર૯-૧રી
વાચનાચાર્ય ચારિત્રપર્યાયથી ન્યૂન હોય તો તેઓશ્રીનો વિનય કઈ રીતે કરાય? આ શંકાનું સમાધાન જણાવાય છે–
पर्यायेण विहीनोऽपि, शुद्धज्ञानगुणाधिकः ।
જ્ઞાનપ્રવાનસામગ્ગવતો રાધ: મૃત: ર૬-૧રૂા. पर्यायेणेति-अतो धर्मपाठकस्य सदा विनयार्हत्वात् पर्यायेण चारित्रपर्यायेण विहीनोऽपि शुद्धज्ञानगुणेनाधिको ज्ञानप्रदानसामर्थ्यमधिकृत्य रलाधिकः स्मृत आवश्यकादौ । स्वापेक्षितरताधिक्येन तत्त्वव्यवस्थितेः । विवेचितमिदं सामाचारीप्रकरणे ।।२९-१३॥
“આથી જ્ઞાનપ્રદાનસામર્થ્યને કારણે પર્યાયથી હીન એવા પણ વિદ્યાગુરુ; શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ અધિક, રત્નાધિક કહેવાયા છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે વિદ્યાગુરુ સદાને માટે વિનયને યોગ્ય હોવાથી તેઓશ્રી ચારિત્રપર્યાયથી હીન(ન્યૂન-નાના) હોય તો પણ શુદ્ધજ્ઞાનગુણથી અધિક છે. જ્ઞાનપ્રદાન કરવાનું સામર્થ્ય તેઓશ્રીમાં અદ્ભુત છે. તેની અપેક્ષાએ પૂ. વિદ્યાગુરુ મને આવશ્યક સૂત્રમાં રત્નાધિક તરીકે વર્ણવ્યા છે. રત્નાધિકતાનો વિચાર પોતાની અપેક્ષિત રત્નાધિકતાને આશ્રયીને કરવાનો છે. રત્નાધિકતાની વ્યવસ્થા એ રીતે વિવક્ષિત છે. આ વિષયમાં ગ્રંથકારશ્રીએ સામાચારીપ્રકરણમાં વિવેચન કર્યું છે.
આશય એ છે કે સામાન્ય રીતે ઉત્તમોત્તમ ચારિત્રની આરાધના, સમ્યગ્દર્શનની શુદ્ધિમૂલક છે અને સમ્યગ્દર્શનની વિશુદ્ધિ સમ્યજ્ઞાનમૂલક છે. આ રીતે રત્નત્રયીની આરાધનામાં સમ્યજ્ઞાનનું પ્રાધાન્ય છે. એ જ્ઞાનનું પ્રદાન કરનારા પૂ. ગુરુદેવ સદાને માટે વિનયને યોગ્ય જ છે. ચારિત્રપર્યાયની અપેક્ષાએ વિદ્યાગુરુ મ. નાના હોય અને ભણનારા મોટા હોય તોપણ ભણનારને જ્ઞાનરત્નની અપેક્ષા હોવાથી, નાના પણ વિદ્યાગુરુ મ. જ્ઞાનની અપેક્ષાએ મોટા જ છે. તેથી મોટા એવા ભણનાર માટે, જ્ઞાનનું પ્રદાન કરવાનું સામર્થ્ય પૂ. વિદ્યાગુરુમાં હોવાથી તેઓશ્રી રત્નાધિક છે. નાના હોવા છતાં, પર્યાયથી મોટા એવા જ્ઞાનાર્થી માટે વંદનાદિ વિનયને યોગ્ય છે... ઇત્યાદિ સામાચારીપ્રકરણથી સમજી લેવું જોઈએ. ર૯-૧૩
૧૭૪
વિનય બત્રીશી