________________
“અધ્યાત્મ કે ભાવના સ્વરૂપ યોગ વખતે પણ ધ્યાન અખંડિતપણે પ્રવર્તે છે. કારણ કે મન, વચન અને કાયાની સમ્પ્રવૃત્તિ ધ્યાન છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગની શરૂઆતમાં અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગ હોય છે. એ વખતે ચિત્તની અશુભ વૃત્તિઓનો સામાન્ય નિરોધ હોવા છતાં વિશિષ્ટ ચિત્તવૃત્તિનો નિરોધ નથી હોતો. તેથી ચિત્તવૃત્તિના વિરોધમાત્રને ધ્યાન માનીએ તો અધ્યાત્માદિ વ્યવહાર - કાળમાં ધ્યાન માની શકાશે નહિ. પરંતુ ધ્યાનનું સ્વરૂપ મન, વચન, કાયાની સમ્પ્રવૃત્તિ પણ હોવાથી એ દૃષ્ટિએ વ્યવહારકાળમાં ધ્યાન અક્ષત છે. અહીં ગ્રંથકારશ્રીએ મનવચનકાયાના સુવ્યાપારને “કરણદઢસુવ્યાપાર' સ્વરૂપે વર્ણવ્યો છે. કરણ એટલે મન, વચન અને કાયા; એનો દઢ જે સવ્યાપાર છે - તેને પણ યોગ કહેવાય છે, જે ધ્યાન(શુભધ્યાન) સ્વરૂપ છે. ફળની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જે મન વચન અને કાયાની પ્રવૃત્તિ છે, તેને દઢ વ્યાપાર કહેવાય છે. શરૂઆત કરીએ અને ફળ મળે એ પૂર્વે જ પ્રવૃત્તિનો ત્યાગ કરી દઈએ તો એ પ્રવૃત્તિને દૃઢ પ્રવૃત્તિ કહેવાતી નથી. દઢતા વિનાની પ્રવૃત્તિ – એ ધ્યાન નથી. ૨૮-૨૮
મનવચનકાયાની દઢ સત્યવૃત્તિ, ઉપર જણાવ્યા મુજબ ધ્યાન-સ્વરૂપ હોવાથી દીક્ષામાં એવી શુભ પ્રવૃત્તિને આશ્રયીને અનારશ્મિત્વ(આરંભનો અભાવ)નું પ્રતિપાદન આગમમાં કર્યું છે – એ જણાવાય છે–
शुभयोगं प्रतीत्यास्यामनारम्भित्वमागमे ।
व्यवस्थितमितश्चांशात् स्वभावसमवस्थितिः ॥२८-२९॥ शुभमिति-शुभं योगं प्रतीत्यास्यां सद्दीक्षायामागमे प्रज्ञप्त्यादिरूपेऽनारम्भित्वं व्यवस्थितं “तत्थ णं जे ते पमत्तसंजया ते सुहं जोगं पडुच्च णो आयारंभा” इत्यादिवचनाद् । इतश्चांशात् स्वभावसमवस्थितिरनारम्भित्वस्य चरणगुणस्वभावत्वात् । ज्ञानाद्यप्रकर्षोऽपि ज्ञानवत्पारतन्त्र्ययोग्यतया तदुपपत्तेरप्रमादेन વિશુદ્ધત્વાāતિ ર૮-૨૧.
કહેવાનો આશય એ છે કે “માત્ર ચિત્તવૃત્તિનો નિરોધ ધ્યાન ન હોય અને મનવચન તથા કાયાનો દઢ સુવ્યાપાર પણ ધ્યાન હોય તો દીક્ષામાં તેવા ધ્યાનથી તો આરંભ થશે. કારણ કે પ્રવૃત્તિ કર્મબંધનું કારણ છે. દીક્ષામાં કર્મનિર્જરા અને સંવરભાવ હોવો જોઈએ.” આવી શંકાનું નિરાકરણ કરવા માટે આ ઓગણત્રીસમો શ્લોક છે. એનો અર્થ સ્પષ્ટ છે કે; “મન, વચન અને કાયાના શુભયોગને આશ્રયીને દીક્ષામાં આરંભ નથી – એ પ્રમાણે શ્રી ભગવતી વગેરે આગમમાં વ્યવસ્થિત(સિદ્ધ) છે. અનારંભ ચારિત્રગુણસ્વરૂપ હોવાથી શુભયોગને લઈને સ્વભાવ(આત્મરમણતા)માં સારી રીતે લીન થવાય છે.
૧૬૦
દીક્ષા બત્રીશી