________________
પરિણામ) સંક્ષયની પ્રાપ્તિ પછી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. છતાં અધ્યાત્માદિ દરેકમાં યોગત્વ મનાય છે. માત્ર ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય - એ ત્રણમાં જ નહીં. આમ છતાં “અધ્યાત્મ અને ભાવનાનો ધ્યાન વડે ઉપક્ષય(કાર્યસ્વરૂપે પરિણમવું) થતો હોવાથી અધ્યાત્મ કે ભાવનાને યોગ ન માનીએ તો વૃત્તિસંક્ષય વડે ધ્યાનનો પણ ઉપક્ષય(ધ્યાન વૃત્તિસંક્ષયસ્વરૂપે પરિણમતું હોવાથી) થાય છે તેથી તેને પણ યોગ નહિ મનાય.” - આ પ્રમાણે શ્લોકનો ભાવાર્થ છે.
આથી સમજી શકાશે કે તે તે ગુણસ્થાનકે અપુનર્બન્ધકાદિ દશામાં મોક્ષના ઉદ્દેશથી પ્રવર્તેલા અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય જેમ યોગ છે તેમ શુભોપયોગ અને શુદ્ધોપયોગ મોક્ષનાં કારણ છે.
સામાન્ય રીતે ઉચિત (પોતાની ભૂમિકાને અનુરૂપ) પ્રવૃત્તિને કરનારા, શાસ્ત્રના આધારે મૈત્રી, પ્રમોદાદિ ભાવનાથી ભાવિત બની જે જીવાદિતત્ત્વની વિચારણા કરે છે તેને(વિચારણાને) “અધ્યાત્મ કહેવાય છે. દરરોજ વધતા એવા ચિત્તવૃત્તિના નિરોધથી યુક્ત અધ્યાત્મના અભ્યાસ(વારંવાર-સતત કરવું તે)ને “ભાવના” કહેવાય છે. પ્રશસ્ત(વિહિત) સૂક્ષ્મ એક વિષયમાં સ્થિર બનેલા ચિત્તને ધ્યાન” કહેવાય છે. અજ્ઞાનના કારણે વિષયોમાં કલ્પેલા ઈષ્ટ કે અનિષ્ટપણાનો ત્યાગ કરી માત્ર વિષયસ્વરૂપે ભાવના કરવી તેને “સમતા' કહેવાય છે અને મનવચનકાયાના વિકલ્પાદિનો નાશ કરવો તેને “વૃત્તિસંક્ષય' કહેવાય છે - આ પાંચ પ્રકારનો યોગ છે. યોગબિંદુ ગ્રંથમાં એનું સવિસ્તર વર્ણન છે. વ્યવહારનયને આશ્રયીને અધ્યાત્મ અને ભાવના તાત્ત્વિક યોગ છે તેમ જ નિશ્ચયનયને આશ્રયીને ધ્યાનાદિ તાત્વિક યોગ છે. વ્યવહાર કે નિશ્ચયની તે તે ભૂમિકામાં વિવક્ષાભેદ હોવા છતાં સામાન્યથી અધ્યાત્માદિ પાંચ પ્રકારનો યોગ છે. ૨૮-૨થી
एतच्च व्यवहारे ध्यानाभावमभिप्रेत्योक्तं वस्तुतस्तदा ध्यानमप्यनपायमेवेत्याह
આ પૂર્વે ‘ાધ્યત્મિવિ૦' આ શ્લોકમાં જે વાત જણાવી છે; તે “વ્યવહારનયને આશ્રયીને અધ્યાત્મ અને ભાવના નામના યોગ વખતે ધ્યાનયોગ હોતો નથી. ધ્યાનયોગ વખતે ધ્યાનથી અધ્યાત્મ અને ભાવનાનો ઉપક્ષય થાય છે. અને જ્યારે અધ્યાત્મ કે ભાવના હોય છે ત્યારે ધ્યાનયોગ હોતો નથી.” - આ પ્રમાણે સમજીને જણાવી છે. હવે તે વખતે વસ્તુતઃ ધ્યાન પણ હોય છે - એ જણાવાય છે
व्यवहारेऽपि च ध्यानमक्षतप्रसरं सदा ।
મનોવાક્શાયોનાં સુવ્યાપારણ્ય તત્ત્વતઃ ૨૮-૨૮ व्यवहारेऽपि चेति-न हि चित्तनिरोधमात्रमेव ध्यानमभ्युपेमः, किं तु करणदृढसुव्यापारमपीति । तदापि तदक्षतमिति तात्पर्यम् ।।२८-२८।।
એક પરિશીલન
૧૫૯